વર્સેટાઇલ અવાજના લીધે જ 4 વર્ષ કામ ન મળ્યું:બાળ ઠાકરેની પુત્રવધૂને લીધે સોનુ નિગમને પત્નીથી છૂટું થવું હતું! ગીતો કરતાં વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં
બોલિવૂડમાં પોતાના સૂરીલા અવાજથી સૌને મંત્રમુગ્ધ કરનાર સિંગર સોનુ નિગમ આજે 52 વર્ષનો થયો છે. 'કલ હો ના હો', 'મુજ મેં કહીં', 'દિલ ડૂબા' જેવા હિટ સોંગ્સ આપનારા સોનુએ 'બેતાબ' ફિલ્મમાં બાળકલાકાર તરીકે પણ કામ કર્યું હતું. તેણે માત્ર 4 વર્ષની ઉંમરે તેનું સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે પિતા સાથે લગ્ન, મેળા અને સ્ટેજ પર ગાતો હતો. તે મોટાં સપનાં લઈને દિલ્હીથી મુંબઈ આવ્યો હતો, પરંતુ આ સફર સરળ ન હતી. શરૂઆતનાં ચાર વર્ષ સુધી તેને સતત રિજેક્શનનો સામનો કરવો પડ્યો. જોકે મહેનત અને સમર્પણથી તેણે ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન મેળવ્યું. સિંગિંગ સિવાય સોનુ નિગમ પોતાનાં બેફામ નિવેદનોને કારણે પણ ચર્ચામાં રહે છે. તેણે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં અઝાન (નમાઝ પઢવા માટે બોલાવવા કરવામાં આવતું આહ્વાન), રાધે મા અને માફિયા કલ્ચર જેવા મુદ્દાઓ પર ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો, જેના કારણે તેને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. આજે સોનુ નિગમના જન્મદિવસના ખાસ અવસર પર આવો... જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો... ઘરની સ્થિતિ સારી નહોતી, સોનુના પિતા સ્ટેજ પર ગાતા હતા સોનુ નિગમના પિતા અગમ કુમાર નિગમ ગાયક હતા. એ સમયે ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી લગ્ન અને અનેક કાર્યક્રમોમાં સ્ટેજ પર ગીત ગાતા હતા. પરિણામે, સોનુને પણ નાનપણથી જ સંગીતમાં રસ પડવા લાગ્યો હતો. જ્યારે સોનુ માત્ર 4 વર્ષનો હતો અને તેના પિતા સ્ટેજ પર ગીત ગાઈ રહ્યા હતા, ત્યારે સોનુ અચાનક રડવા લાગ્યો અને ગાવાની જીદ કરવા લાગ્યો. આ જોઈને તેનાં માતા-પિતા આશ્ચર્યચકિત થઈ ગયાં, કારણ કે આ પહેલાં સોનુએ ક્યારેય આવું વર્તન કર્યું ન હતું, ન તો તેણે કોઈ ગીત ગાયું હતું, ન તો તેણે ક્યારેય સ્ટેજ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે ત્યાં હાજર લોકોએ કહ્યું કે તે બાળક છે, તેને ગાવા દો, જેથી માતા-પિતાએ પણ તેને સ્ટેજ પર જવા દીધો હતો. પિતા પાસેથી વારસામાં સંગીત મળ્યું સોનુએ પહેલીવાર પિતા સાથે સ્ટેજ પર મોહમ્મદ રફીનું પ્રખ્યાત ગીત 'ક્યા હુઆ તેરા વાદા' ગાયું હતું. તેનો અવાજ એટલો મધુર હતો કે માત્ર તેનાં માતા-પિતા જ નહીં, પરંતુ ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એ જ ક્ષણે તેનાં માતા-પિતાને સમજાયું કે સોનુની અંદર એક છુપાયેલી પ્રતિભા છે. સોનુએ તેનું પ્રારંભિક સંગીત શિક્ષણ તેના પિતા પાસેથી મેળવ્યું. આ પછી સોનુએ ધીરે ધીરે તેના પિતા સાથે મેળા અને લગ્ન સહિતના તમામ પ્રકારના કાર્યક્રમોમાં ગીતો ગાયાં, જોકે સોનુ મોટો થઈ રહ્યો હતો ત્યારે તેણે એક વખત વૈજ્ઞાનિક બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સંગીત પ્રત્યેનો તેનો શોખ એટલો ઊંડો હતો કે તે ક્યારેય એનાથી દૂર ન થઈ શક્યો. બધું છોડીને મુંબઈ આવ્યો, પણ 4 વર્ષ સુધી કામ ન મળ્યું સોનુને ધીરે ધીરે દિલ્હીમાં ઘણી ઓળખ મળવા લાગી હતી. લોકો તેની ગાયકીને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. તેને નાના-મોટા કાર્યક્રમોમાં ગાવાનું આમંત્રણ મળવા લાગ્યું હતું, પરંતુ સોનુ અને તેના પિતા જાણતા હતા કે જો તેને ગાયકીની દુનિયામાં મોટું નામ બનાવવું હોય તો તેણે દિલ્હી છોડીને મુંબઈ જવું પડશે. આ પછી તે 1991માં તેના પિતા સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયો, જોકે સોનુએ આ પહેલાં ક્યારેય સંગીતનું શિક્ષણ લીધું નહોતું, મુંબઈ આવ્યાના છ મહિના પહેલાં તેણે તાહિર ખાન સાહેબ પાસેથી સંગીત શીખ્યું. એ સમયે સોનુ 18 વર્ષનો હતો. મુંબઈ આવ્યા બાદ તેને શરૂઆતના તબક્કામાં કોઈ કામ મળ્યું ન હતું. સોનુ અને તેના પિતાએ ઘણા સંગીતકારોના ઘરનાં ચક્કર લગાવ્યાં, પરંતુ તેને એમ કહીને રિજેક્ટ કરી દેવામાં આવ્યો હતો કે તેના અવાજમાં ખૂબ જ વૈવિધ્ય (વરાઇટી) છે અને એને નિયંત્રિત કરવું પડશે. આ રીતે ચાર વર્ષ સુધી તેને કોઈ કામ મળ્યું નહીં. આ સમય દરમિયાન સોનુ ઘર ચલાવવા માટે સ્ટેજ પર મોહમ્મદ રફીનાં ગીતો ગાતો હતો. તેણે સુદીપ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પણ પ્રયાસ કર્યો, પરંતુ તેને ત્યાં ગીત રેકોર્ડ કરવાની મંજૂરી આપવામાં ન આવી, જેના કારણે તે ખૂબ રડ્યો. ટી સિરીઝના માલિક ગુલશન કુમાર સાથેની મુલાકાત બાદ નસીબ ચમક્યું ટી-સિરીઝના માલિક અને ભજનગાયક ગુલશન કુમારને સોનુનાં ગીતો ખૂબ પસંદ આવ્યાં હતાં. 1992માં તેમણે સોનુને સ્ટુડિયોમાં બોલાવ્યો. એ સમયે ટી-સિરીઝે 'રફી કી યાદેં' નામનું આલ્બમ લોન્ચ કર્યું હતું, જેમાં સોનુ નિગમને ગાવાની તક આપવામાં આવી હતી. સોનુએ ખુશી ખુશી આ ઓફર સ્વીકારી લીધી. આ આલ્બમમાં તેણે મોહમ્મદ રફીનાં ગીતો પોતાના અવાજમાં ગાયાં હતાં. તેણે ઘણાં ભજનો પણ રેકોર્ડ કર્યા. આ આલ્બમ અને ભજન દ્વારા તેને ધીમે ધીમે ઓળખ મળવા લાગી. તેણે ઘણી કોમર્શિયલ એડ માટે પણ કામ કર્યું હતું. તેની આર્થિક સ્થિતિમાં પણ હવે સુધારો થવા લાગ્યો હતો. આ પછી તેણે તેની માતા અને બંને બહેનોને દિલ્હીથી મુંબઈ બોલાવી લીધાં. સોનુ નિગમે તેનું પહેલું ગીત 'જનમ' ફિલ્મ માટે રેકોર્ડ કર્યું હતું, પરંતુ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ શકી નહોતી. ફિલ્મ 'બેવફા સનમ'નું ગીત હિટ થયું અને ઓળખ મળી 1995માં ગુલશન કુમારે ફરી એકવાર સોનુને ફિલ્મ 'બેવફા સનમ'માં ગાવાની તક આપી. આ ફિલ્મમાં તેણે 'અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા' ગીત ગાયું હતું, જે ખૂબ જ હિટ થયું હતું અને તેને એક નવી ઓળખ આપી હતી. એ જ વર્ષે તેણે ઝી ટીવીના મ્યુઝિકલ રિયાલિટી શો 'સા રે ગા મા'માં હોસ્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ શો ખૂબ જ લોકપ્રિય થયો અને સોનુને દરેક ઘરમાં ઓળખ મળી. 1997માં તેણે 'બોર્ડર' ફિલ્મમાં રૂપ કુમાર રાઠોડ સાથે 'સંદેસે આતે હૈં' ગીત ગાયું હતું. આ ગીત દેશભક્તિની ભાવનાથી ભરેલું હતું અને સુપરહિટ સાબિત થયું હતું. આ ગીત માટે સોનુને 'બેસ્ટ પ્લેબેક સિંગર'નો એવોર્ડ પણ મળ્યો હતો, જોકે તેણે આ એવોર્ડ સ્વીકારવાનો ઇનકાર કર્યો, કારણ કે આ ગીતમાં રૂપ કુમાર રાઠોડની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી, પરંતુ આ સન્માન ફક્ત સોનુને જ આપવામાં આવ્યું હતું. આ કારણે તેણે એવોર્ડ ફંક્શનમાં ન આવવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'પરદેસ'નું તેમનું ગીત 'યે દિલ દિવાના' કલ્ટ હિટ બન્યું હતું. આ પછી સોનુએ ક્યારેય પાછું વળીને જોયું નથી. તે એક પછી એક હિટ ગીતો ગાતો રહ્યો. અત્યારસુધીમાં તેણ

What's Your Reaction?






