અગમચેતી જરૂરી:વરસાદી માહોલ વચ્ચે તળાજામાં ગંદકીથી રોગચાળાની ભીતિ
તળાજા શહેરમાં ચોમાસાનાં વરસાદથી શહેરના મોટાભાગના રસ્તાઓ તથા રહેણાંકની વસાહતોના રસ્તા અને શેરીઓના ખાડાઓમાં ભરાયેલ પાણી કાદવ અને ગંદકી ફેલાયેલ હોવાથી આ ગંધાતા પાણીમાં મચ્છર, ચાંચડ, તેમજ રોગ ફેલાવતા જીવ જંતુઓ ઉભરાવા લાગતા તેમજ ભેજ યુક્ત વાતાવરણ અને દૂષિત પાણીથી નગરજનોનુ આરોગ્ય જોખમાઈ રહ્યું છે. આ દુષીત પાણી અને ભેજના કારણે ઉદભવતા રોગચાળાથી બચવા માટે તળાજા નગરપાલિકા દ્વારા સઘન સફાઈ જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જરૂરી જ્ણાઈ રહ્યુ છે તળાજા શહેરમાં છેલ્લા એકાદ માસથી પડતા સતત વરસાદ બાદ ઠેર ઠેર ભરાઈ ગયેલા પાણીના નિકાલના અભાવે ખાસ કરીને રહેણાકી વિસ્તારના રસ્તા અને શેરીઓમાં પડેલ નાના-મોટા ખાડાઓ વરસાદી પાણી જયાં ત્યાં બંધીયાર બની ગયેલ છે. આવા દુષીત થયેલ ગંદકી વાળા ખાડાઓને કારણે આવા ગંધાતા પાણીમાં માખી, મચ્છર અને ચાંચડ જેવા રોગ પ્રેરક કીટકોનો ઉદભવ ફેલાઈ રહ્યો છે. આ પ્રદુષણયુક્ત વાતાવરણના કારણે તળાજામાં રોગચાળો ફેલાઈ જવાની દહેશત વધી ગઈ છે જેને ફેલાતો અટકાવવા તળાજા શહેરના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં ગંધાતા ખાડાઓને પૂરી સંપૂર્ણ સફાઈ કરીને દરેક વિસ્તારમાં જંતુ નાશકોનો છંટકાવ કરીને સ્વચ્છતા નુ વાતાવરણ ઉભુ કરવાની છે . પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે કલોરીન ટેબલેટનુ વિતરણ કરવા તથા પાણીમાં પુરા નાશક ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે, આવા સંજોગોમાં સ્થાનિક નગરજનોએ પણ જાતે જાગૃકતા દાખવી સાવધાનની વર્તીનેઆરોગ્ય વિષયક પગલા લેવા તળાજા નગરપાલિકામાં અસરકારક રજૂઆત પણ કરવી જોઈએ. શહેરમાં દવા છંટકાવ,સફાઇની સુચના આપી છે જયાં પાણી ભરાયા છે તેનો નીકાલ કરવાની સુચના આપી છે.સફાઇની કામગીરી પણ શરૂ છે પરંતું સફાઇ થયા પછી ફરી વરસાદ પડવાથી પાણી ભરાતુ હોય છે.દવા છંટકાવ,સફાઇની સુચના પણ આપી જ છે.લોકોના આરોગ્ય માટે તંત્ર સતત કાર્યવાહી કરી રહયું છે.રસ્તાઓના ખાડાઓ પુરવાની પણ કામગીરી શરૂ છે.> વિજય પંડિત, ચિફ ઓફિસર,તળાજા નગરપાલિકા

What's Your Reaction?






