સેલ્ફ રિવ્યૂથી ભૂલોનું પુનરાવર્તન અટકાવો:જાણો ઊંઘતા પહેલા માત્ર 5 મિનિટનું આત્મમંથન કેવી રીતે જીવનને નવી દિશા આપશે
ગુડ હેબિટ્સ એટલે કે સારી ટેવો. આ કોલમમાં, દર અઠવાડિયે આપણે એક એવી ટેવ કે આદત વિશે વાત કરીએ છીએ, જે આમ તો ખૂબ નાની લાગે છે પરંતુ તેની અસર જીવન બદલી શકે છે. આ ટેવ ન તો મોંઘા કોર્ષ ખરીદીને મળે છે, ન તો કોઈ જાદુથી. આ માત્ર પોતાની જાતને દરરોજ થોડા વધુ સારા બનાવવાના પ્રયાસથી વિકસે છે. સેલ્ફ રિવ્યૂ એટલે કે આત્મમંથન કરવાની ટેવ મોટાભાગના લોકો આખો દિવસ શું કર્યું તેના વિશે વિચાર્યા વિના જ રાત્રે ઊંઘી જાય છે. તેઓ નથી વિચારતા કે આજે મેં શું કર્યું? શું વધુ સારું કરી શકાય છે? શું ન કરવું જોઈએ? જો દરરોજ રાત્રે સૂતા પહેલા માત્ર 5 મિનિટ કાઢીને પોતાને કેટલાક પ્રશ્નો પૂછીએ, તો આ નાનકડા સમય તમારા જીવનને રી-ડિઝાઇન (ફરીથી ડિઝાઇન) કરી શકે છે. જે લોકોને સ્વ-સમીક્ષા કે આત્મમંથન કરવાની ટેવ હોય છે, તેઓ ભાવનાત્મક રીતે બીજા કરતાં વધુ મજબૂત હોય છે. તેમના નિર્ણયો વધુ સારા હોય છે અને તેઓ પોતાની ટેવો પર નિયંત્રણ રાખવામાં સક્ષમ હોય છે. સેલ્ફ રિવ્યૂ શા માટે જરૂરી છે? પસાર થઈ ગયેલો દરેક દિવસ આપણા અનુભવ જેવો હોય છે. જો આપણે તે અનુભવોમાંથી કંઈ શીખી નથી શકતા, તો આપણે રોજ એક જેવી જ ભૂલોનું પુનરાવર્તન કરતા રહીએ છીએ। સેલ્ફ રિવ્યૂનો અર્થ છે, પોતાની જાતને સમજવી, પોતાના વિચારો, ટેવો અને નિર્ણયો ઉપર ધ્યાન આપવું. જે લોકો આત્મ-ચિંતન કરે છે, તેઓ ભાવનાત્મક રીતે વધુ મજબૂત હોય છે. તેમના નિર્ણયો વધુ સારા હોય છે અને તેઓ તેમની ટેવોને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકે છે. સેલ્ફ રિવ્યૂ શા માટે જરૂરી છે? દરેક વીતેલો દિવસ ગઇકાલ બની જાય છે પરંતુ જો આપણે ગઈકાલથી કંઈ શીખ્યા નથી, તો આપણે દરરોજ એ જ ચક્રમાં ફસાયેલા રહીશું. દરેક દિવસ પાછલા દિવસની જેમ જ પસાર થશે. એટલા માટે સેલ્ફ રિવ્યૂની જરૂર છે. તે આપણા મનનો અરીસો છે. તેની મદદથી, આપણે આપણી જાતને વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ છીએ. આપણે આપણી ભૂલો, ભલાઈ અને વિચારસરણીને વધુ સારી રીતે સમજી શકીએ છીએ. મહાન લોકોએ સેલ્ફ રિવ્યૂની સલાહ આપી છે સેલ્ફ રિવ્યૂ (આત્મનિરીક્ષણ) એ બહુ મુશ્કેલ પ્રક્રિયા નથી, આપણે સૂતા પહેલા ફક્ત થોડી મિનિટો પોતાના માટે કાઢવાની જરૂર છે. એ બાબત જરૂર ધ્યાનમાં રાખવી કે આપણે દિવસની સમીક્ષા નથી કરવાની, આપણે આપણી જાતની સમીક્ષા કરવાની છે. સમીક્ષાની સાથે સાથે પોતાનામાં સુધારાનો કેટલો અવકાશ છે તે પણ જોવાની જરૂર છે. વિશ્વના સૌથી મહાન લોકો પણ સેલ્ફ રિવ્યૂ કરતા રહ્યા છે. ભારતના મહાન સમાજ સુધારક વિનોબા ભાવે અને અમેરિકી લેખક એલિસા રોમિયો પણ સ્વ-સમીક્ષાની જ સલાહ આપે છે. દરેક ક્ષેત્રના નિષ્ણાતો સેલ્ફ રિવ્યૂ કરે છે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, એપલના CEO ટિમ કૂક, ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, હોલિવૂડ એક્ટ્રેસ અને યૂએન એમ્બેસેડર એમ્મા વોટસન, આ બધા સ્વ-સમીક્ષાને તેમની સફળતાનો મહત્વપૂર્ણ ભાગ માને છે. વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'મેચ પછી હું મારી જાત સાથે વાત કરું છું કે હું શું વધુ સારું કરી શક્યો હોત?' સેલ્ફ રિવ્યૂ કેવી રીતે કરવો? સેલ્ફ રિવ્યૂનો અર્થ છે, પોતાના વિચારો, લાદણીઓ અને કામને થોડું રોકાઇને જોવું અને સમજવું. તેના માટે આપણે કલાકો આપવાની જરૂર નથી. બસ દરરોજ સૂતા પહેલા 5-10 મિનિટ જોઈએ અને પદ્ધતિ ખૂબ જ સરળ છેઃ 1. એક શાંત ખૂણો શોધો સામાન્ય રીતે, સૂતી વખતે શાંતિ હોય છે. જો તમે સાંજે સેલ્ફ રિવ્યૂ કરવા માંગો છો, તો એક એવી જગ્યાએ બેસો જ્યાં તમને કોઈ ખલેલ ન પહોંચાડી શકે. તમારા મોબાઇલ, ટીવી, નોટિફિકેશન બધું જ બંધ કરી દો. જેટલી શાંતિ અને એકાંત હશે, તેટલું જ આ કામ વધુ સરળ બનશે. 2. તમારી જાતને પ્રશ્નો પૂછો સ્વ-સમીક્ષા કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે, તમારી જાતને કેટલાક પ્રશ્નો પૂછો અને તેમના પ્રામાણિકપણે જવાબ આપો. ગ્રાફિક દ્વારા જાણીએ- 3. જવાબ વિચારો અથવા લખો જો તમને ડાયરી લખવાની ટેવ હોય, તો આ કાર્ય વધુ સરળ બની શકે છે. જો તમે લખવા ન માંગતા હોય, તો કોઈ વાંધો નથી, બસ મનમાં જવાબ વિચારી રાખો. હૃદય સાથે વાત કરો, માત્ર દેખાડા માટે કંઈ પણ ન કરો. 4. પોતાના માટે કોઈ પૂર્વગ્રહ ન રાખો જો તમે ભૂલ કરો છો, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે બધા માણસો છીએ, મશીનો નથી. દરેક વ્યક્તિ ભૂલો કરે છે. સ્વ-સમીક્ષાનો હેતુ પોતાને સમજવાનો છે, પોતાની જાતને કોસવાનો નહીં. જો તમે આખી દુનિયા સાથે નમ્રતા રાખી શકતા હોવ, તો પોતાની સાથે પણ થોડી નમ્રતાથી વર્તન કરો. 5. ધીમે ધીમે સુધારો કરો આખી જિંદગી રાતોરાત બદલાઈ નથી જતી. તેના માટે દરરોજ એક નાનો સુધારો પૂરતો છે. દરરોજ બસ 1% વધુ સારા બનવાનો પ્રયાસ કરો. ધીમે ધીમે બધું બદલાઈ જશે. આ ભૂલો ન કરો સેલ્ફ રિવ્યૂનો હેતુ પોતાને સુધારવાનો છે, પોતાને પારખવાનો નથી. ઘણા લોકો સ્વ-સમીક્ષા કરતી વખતે જરૂર કરતાં વધું પડતા કઠોર બની જાય છે, પોતાની સરખામણી બીજા વ્યક્તિ સાથે કરવા લાગે છે અથવા તો દરેક વાતમાં પોતાને જ દોષિત માનવા લાગે છે. આવું કરવાથી સેલ્ફ રિવ્યૂ જીવનમાં મદદ કરવાની જગ્યાએ બોજ બની જાય છે. સેલ્ફ રિવ્યૂને ઓવરથિંકિંગ ન બનવા દો સેલ્ફ રિવ્યૂ (સ્વ-સમીક્ષા) અને ઓવરથિંકિંગ (વધુ પડતું વિચારવું) વચ્ચે એક સૂક્ષ્મ તફાવત છે. ઘણી વખત લોકો એવું વિચારે છે કે, તેઓ સ્વ-સમીક્ષા કરી રહ્યા છે પરંતુ વાસ્તવમાં તેઓ વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરીને પોતાને થકવી નાખે છે. સેલ્ફ રિવ્યૂ આપણને ઉકેલ તરફ લઈ જાય છે, જ્યારે ઓવરથિંકિંગ ગુંચવણમાં ફસાવી દે છે. નીચે આપેલા ગ્રાફિક પરથી બંને વચ્ચેનો તફાવત સમજીએ અને ધ્યાન રાખીએ કે ક્યાંક આપણે સેલ્ફ રિવ્યૂ કરતા કરતા ઓવરથિંકિંગ ન કરવા લાગીએ. આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખો:

What's Your Reaction?






