અમરોલીની જે.ઝેડ.શાહ કૉલેજમાં રક્તદાન શિબિર:વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર ભાગ લઈ 54 રક્ત બેગ એકત્ર કરી

જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત જે.ઝેડ.શાહ આર્ટ્સ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કૉલેજમાં તાજેતરમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર કૉલેજના એન.એસ.એસ. વિભાગ, આઈ.કયુ.એ.સી., અમરોલી મેડીકલ સર્કલ, ફેમિલી ફિઝિશ્યન એસોસિએશન અને લાયન્સ ક્લબ સુરત ક્રિસ્ટલ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. 1 ઓગસ્ટ, 2025ના રોજ યોજાયેલ આ શિબિર ઈ.ચા.આચાર્ય ડૉ. સેજલબેન એ. દેસાઈના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક વર્ષ 2025-26ની પ્રથમ રક્તદાન શિબિર હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાડિયા વુમેન્સ કોલેજના નિવૃત પ્રિન્સીપાલ ડૉ. અશોકભાઈ એમ. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. અમરોલી મેડીકલ સર્કલમાંથી ડૉ. ભવ્યેશ સોલંકી, ડૉ. રાજેશ પટેલ, ડૉ. વિનય પંડ્યા અને ડૉ. વિપુલ પ્રજાપતિ હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ સુરત ક્રિસ્ટલનાં પ્રેસીડન્ટ ભૂમીબેન, પાસ્ટ પ્રેસીડન્ટ અરુણાબેન અને ચાર્ટર પ્રેસીડન્ટ રંજુબેન કાબરા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત રક્તદાન કેન્દ્ર અને રીસર્ચ સેન્ટરના ડૉ. કૃતિબેન ડુમસવાલા તેમજ ફેમિલી ફીજીશીયન એસોસીએશનના પ્રેસીડન્ટ ડૉ. વિનોદરાય પટેલ પણ કાર્યક્રમમાં જોડાયા હતા. શિબિરનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા.વિજયભાઈ ચૌધરી, પ્રા.નિહારિકાબેન જોષી, પ્રા.પંકજભાઈ નાયકા અને પ્રા.ડૉ.મયંકભાઈ સોઢા તથા NSS સ્વયંસેવકોએ કર્યું હતું. જીવન જ્યોત ટ્રસ્ટના મંત્રીશ્રી અશ્વિનભાઈ પટેલ તથા સ્નેહલભાઈ પણ હાજર રહ્યા હતા. શિબિરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શિબિરમાં કુલ 54 રક્ત બેગ એકત્ર થઈ હતી. રક્તદાતાઓને સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરોલી કૉલેજનાં શૈક્ષણિક અને વહીવટી સ્ટાફ તથા એન.એસ.એસ. સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow