મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:રાહુલે કહ્યું- ઈલેક્શન સિસ્ટમ ખતમ થઈ ગઈ; ટ્રમ્પે કહ્યું- 'સાંભળ્યું છે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે', દિલ્હીમાં ભૂપેન્દ્ર પટેલ અને PMની મુલાકાત
નમસ્તે, કાલના મોટા સમાચાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને રહ્યા હતા. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, ભારતમાં ઇલેક્શન સિસ્ટમનું મૃત્યું થઈ ગયું છે. બીજી મોટી ખબર કાશ્મીરથી આવી હતી, જ્યાં 2 આંતકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. લંડન ખાતે ઓવલ ટેસ્ટના ચોથા દિવસે બપોરે 3 વાગે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. 2. સમગ્ર દેશના વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં NEETની પીજી પરીક્ષા લેવામાં આવશે. એક જ શિફ્ટમાં સવારે 10 વાગ્યાથી લઈને બપોરના 1:45 સુધી આ પરીક્ષા લેવામાં આવશે. ???? કાલના મોટા સમાચારો 1. 'ભારતની ચૂંટણી વ્યવસ્થા મરી પરવારી છે': રાહુલે કહ્યું, જો લોકસભા ચૂંટણીમાં 15 બેઠક પર ગોટાળા ન થયા હોત તો મોદી ભારતના PM ન બન્યા હોત રાહુલ ગાંધીએ છેલ્લા 10 દિવસમાં ત્રીજી વખત ચૂંટણીપંચ પર નિશાન સાધ્યું છે. રાહુલે શનિવારે કહ્યું હતું કે ભારતની ચૂંટણી પ્રણાલી મરી ગઈ છે. અમે આગામી દિવસોમાં તમને સાબિત કરીશું કે લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે ગોટાળા થઈ શકે છે અને એ થયું પણ છે. ભારતના વડાપ્રધાન પાસે બહુ ઓછી બહુમતી છે. જો 10-15 બેઠક પર પણ ગોટાળા ન થયા હોત તો તેઓ ભારતના વડાપ્રધાન ન બન્યા હોત. રાહુલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત વાર્ષિક કાનૂની સંમેલન-2025માં આ વાતો કહી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. 'સાંભળ્યું છે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે':ટ્રમ્પના આ નિવેદન પર ભારતે કહ્યું, અમે અમારી જરૂરિયાતો અનુસાર નિર્ણયો લઈએ છીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે ભારતની સરકારી રિફાઇનરીઓએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. ટ્રમ્પે આ અહેવાલોનું સ્વાગત કર્યું અને એને એક સારું પગલું ગણાવ્યું, જોકે ટ્રમ્પે કહ્યું હતું કે તેમને આ અહેવાલોની ચોકસાઈ અંગે ખાતરી નથી. અગાઉના મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે અમેરિકાના દબાણમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પ્રેસ-કોન્ફરન્સ યોજી હતી, જોકે આ દાવામાં કેટલી સત્યતા છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 3. બિહારમાં ચૂંટણી માથે આવી ને નેતાનું જ પત્તું કપાઈ ગયું:તેજસ્વી યાદવે કહ્યું, મારું અને પત્નીનું નામ મતદારયાદીમાં નથી; ચૂંટણીપંચે કહ્યું, લિસ્ટને ધ્યાનથી જુઓ વિપક્ષના નેતા તેજસ્વી યાદવનું નામ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે. તેજસ્વી યાદવે શનિવારે પટનામાં એક પત્રકાર પરિષદમાં પોતે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, 'BLOએ આવીને અમારી ચકાસણી કરી છતાં નામ મતદારયાદીમાં નથી.' જ્યારે ભાસ્કરે પૂછ્યું કે તેમની પત્નીનું મતદાર ઓળખપત્ર બન્યું છે કે નહીં. ત્યારે તેમણે કહ્યું, 'જ્યારે મેં નથી બનાવ્યું તો મારી પત્નીનું કેવી રીતે બનશે.' તેમણે કમિશનને પણ પૂછ્યું, 'હવે હું ચૂંટણી કેવી રીતે લડીશ?' સંપૂર્ણ સમાચાર વાંચો 4. નોકરાણી સાથે બળાત્કારના કેસમાં પ્રજ્વલને આજીવન કેદ:કોર્ટે પૂર્વ PMના પૌત્રને દોષિત ઠેરવ્યો, પીડિતોને 7 લાખ વળતર ચૂકવવા આદેશ; પેનડ્રાઇવમાંથી હજારો અશ્લીલ વીડિયો મળ્યા હતા શનિવારે બેંગલુરુની એક સ્પેશિયલ કોર્ટે જેડીએસના પૂર્વ સાંસદ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર પ્રજ્વલ રેવન્નાને નોકરાણી પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે રેવન્નાને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શુક્રવારે રેવન્નાને દોષિત ઠેરવ્યા હતા. રેવન્નાએ કોર્ટમાં ઓછી સજા માટે અપીલ કરી હતી, અને દાવો કર્યો હતો કે તેણે કંઈ ખોટું કર્યું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ઓપરેશન સિંદૂરની સફળતાથી અમુક લોકોને પેટમાં દુખે છે: કોંગ્રેસ-સપાના લોકો આતંકીઓની હાલત જોઈને રડે છે, ભારત પર પ્રહાર કરનાર લોકો પાતાળમાં પણ બચશે નહીંઃ કાશીમાં મોદી પીએમ નરેન્દ્ર મોદીએ કાશીમાં કહ્યું- મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પૂર્ણ થયું છે. આ ફક્ત મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું છે. હું ઓપરેશન સિંદૂરની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું. જો પાકિસ્તાન ફરી કોઈ પાપ કરશે તો આપણી મિસાઈલો આતંકવાદીઓનો નાશ કરશે. તેમણે કહ્યું- ભારત પર હુમલો કરનાર દુશ્મન પાતાળમાં પણ ટકી શકશે નહીં. ઓપરેશન સિંદૂરમાં ભારતના સ્વદેશી શસ્ત્રોની શક્તિ આખી દુનિયાએ જોઈ. ડ્રોન, મિસાઇલ, હવાઈ સંરક્ષણે આત્મનિર્ભર ભારતની શક્તિ સાબિત કરી. પાકિસ્તાનમાં એટલો ડર છે કે બ્રહ્મોસનો અવાજ સંભળાય તો પણ પાકિસ્તાન સૂઈ શકતું નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 6. સવારે વર્ચ્યુઅલી મળ્યા બાદ સાંજે દિલ્હીમાં CM-PMની રૂબરૂ મુલાકાત:ગુજરાત પ્રદેશ પ્રમુખ-મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચાની શક્યતા, સંગઠન-સરકારમાં નવાજૂની થશે આજે(2 ઓગસ્ટ)ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાનો “પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ” કાર્યક્રમ યોજાયો. રાજ્ય અને જિલ્લાકક્ષાના સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લાઇવ ટેલિકાસ્ટના માધ્યમથી વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂતોને 1118 કરોડની રકમનો 20મો હપતો, DBT મારફત સહાય વિતરણ કરવામાં આવ્યો હતો. સવારે ગુજરાતના CM-PMની વર્ચ્યુઅલી મુલાકાત થયા બાદ સાંજના સમયે ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મિટિંગમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થવાની શક્યતા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી:રૂપાણીનો આજે બર્થ-ડે, રાજકોટમાં ફોટો પ્રદર્શનમાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ ભાવુક થયાં અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ માટે રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલરી ખાતે તેમની અનદેખી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેને નિહાળવા માટે આજ

What's Your Reaction?






