ભારતની રોમાંચક જીત, સિરીઝ 2-2 થી ડ્રો:ઇંગ્લેન્ડે એક કલાકમાં 4 વિકેટ ગુમાવી; સિરાજે ચોથી ઇનિંગમાં 5 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી નાખ્યું
ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે ભારતે 4 વિકેટ લઈને 6 રનથી મેચ જીતી લીધી. આ સાથે, ટીમે 5 મેચની એન્ડરસન-તેંડુલકર ટ્રોફી પણ 2-2 થી બરાબર કરી. ભારતીય પેસર મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં 5 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું અને ટીમને રોમાંચક જીત અપાવી. ગુરુવારે ઓવલ ખાતે ઇંગ્લેન્ડે બોલિંગ પસંદ કરી. ભારતે પ્રથમ ઇનિંગમાં 224 અને ઇંગ્લેન્ડે 247 રન બનાવ્યા. 23 રનથી પાછળ રહ્યા બાદ, ભારતે બીજી ઇનિંગમાં 396 રન બનાવ્યા. ઇંગ્લેન્ડને 374 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 3 વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા હતા. ત્યારબાદ હેરી બ્રુક સદી ફટકારીને આઉટ થયો. અહીંથી, ભારતે 354 સુધી ઇંગ્લેન્ડની 8 વિકેટ લીધી. ગસ એટકિન્સન અને જોશ ટંગે અંતમાં ટીમ માટે મેચ જીતવાનો પ્રયાસ કર્યો, પરંતુ સિરાજે છેલ્લી વિકેટ લઈને ભારતને નજીકની જીત અપાવી. ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ પણ ડાબા હાથે બેટિંગ કરવા ઉતર્યો, પરંતુ ટીમ માટે મેચ જીતી શક્યો નહીં. ભારતે સિરીઝની બીજી અને પાંચમી ટેસ્ટ જીતી, ઇંગ્લેન્ડે પહેલી અને ત્રીજી ટેસ્ટ જીતી. ચોથી ટેસ્ટ ડ્રો રહી હતી. ટીમ ઈન્ડિયાની જીતના PHOTOS ઓવલ ટેસ્ટની બંને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇંગ્લેન્ડ (ENG): ઓલી પોપ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, જો રૂટ, હેરી બ્રુક, જેકબ બેથેલ, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિન્સન, જેમી ઓવરટન, જોશ ટંગ.

What's Your Reaction?






