'તમાચો એક નહી, હજાર તમાચા મારશે':મોરબીના ઝાપટકાંડ અંગે AAPના રેશ્મા પટેલનું નિવેદન,અમારી સભાઓમાં ભાજપના કાર્યકરો જ બબાલો કરે છે
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે મોરબી શહેર ફરી એકવાર રાજકીય ઉથલપાથલનું કેન્દ્ર બન્યું છે. આમ આદમી પાર્ટી દ્વારા "ગુજરાત જોડો અભિયાન" અંતર્ગત મોરબીમાં યોજાયેલી જાહેરસભામાં એક યુવાને અરુવિંદ કેજરીવાલ અંગે સવાલ પૂછતાં જ પાર્ટીના કાર્યકર્તા દ્વારા લાફો મારી દેવામાં આવ્યો. આ ઘટના દરમિયાન મંચ પર હાજર રહેલા નેતાઓ તો અવાક બની ગયા, પરંતુ બાદમાં સમગ્ર મામલે રાજકીય તાપમાન ચઢી ગયું છે. AAPના રેશ્મા પટેલે કર્યો ભાજપ પર આકરો પ્રહાર કરીને કહ્યું કે, “ભાજપ ડરી ગઈ છે, AAP પર ખોટા કેસ કરે છે”. 'તમાચો એક નહી, હજાર તમાચા મારશે' – રેશ્મા પટેલ આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીની ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલે મીડિયા સમક્ષ નિવેદન આપતાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર સીધા આક્ષેપ કર્યા છે. અમારી સભાઓમાં ભાજપના કાર્યકરો આવીને જે ભાજપના ઈશારે જે બબાલો કરી રહ્યા છે. એને એટલું જ કહેલાનું છે કે, તમાચો એક નહી, હજાર તમાચા મારશે. જો તમે ખોટી રીતે જનતાના કામ કરતી આપ પર કહેર વર્સાવ્યો તો.. 'ભાજપ આપ પર ખોટા કેસ કરીને દબાવ લાવાનો પ્રયાસ કરે છે' – રેશ્મા પટેલ તેને ઉમેર્યું કે, “આમ આદમી પાર્ટીના નેતાઓના વિરુદ્ધ ભાજપ ખોટા કેસો રચી દબાવ લાવવાનો પ્રયાસ કરે છે. દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનનો કેસ એનો જીવંત ઉદાહરણ છે.” તેમણે જણાવ્યું કે, “સત્યેન્દ્ર જૈન આજે નિર્દોષ સાબિત થયા છે, જેના દ્વારા ભાજપના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આમ આદમી પાર્ટી દિલ્હી સરકારમાં જનહિતમાં સતત કામ કરી રહી છે. વિકાસના મોડેલથી ઘબરાયેલ ભાજપ પાર્ટી આમ આદમી પાર્ટીને બદનામ કરવા તત્પર રહી છે.” AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના પ્રવચન દરમિયાન એક યુવાનને કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવા બદલ AAPના જ એક કાર્યકર્તા દ્વારા લાફો મારવામાં આવ્યો હતો. એને લઇ સભામાં ભારે હોબાળો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ વધુ ઘેરો બન્યો. (વાંચો સંપૂર્ણ અહેવાલ) “ભાજપ ડરી ગઈ છે, આમ આદમી પાર્ટીનો વિજય નક્કી છે” – રેશ્મા પટેલ રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વધતો લોકપ્રિયતાનો ગ્રાફ ભાજપને અસ્વસ્થ કરી રહ્યો છે. જેથી ભાજપના કાર્યકરો AAPની સભાઓમાં ઉશ્કેરણ આપતા પ્રશ્નો લઈને આવતા હોય છે. આજના યુવાનનો પ્રસંગ પણ એજ ષડયંત્રનો ભાગ છે.” પાછળથી રેશ્માબેન જણાવ્યું કે, “આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર્તા ડરતો નથી. જો કોઈ વ્યક્તિ જનસભામાં ઉશ્કેરણીજનક રીતે પ્રશ્ન પૂછીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે તો તેનો જવાબ આપી શકાય એ માટે પણ અમારું સંગઠન તત્પર છે.” “ગુજરાતમાં હવે બદલાવ નક્કી છે” – રેશ્મા પટેલ રેશ્માબેને તેમના નિવેદનમાં ગુજરાતની જનતાને સંબોધતાં જણાવ્યું કે, “ગુજરાતની જનતા હવે બદલાવ માંગે છે. ભાજપના વર્ષો જૂના વચનો અને ખોટા વાયદાઓથી હવે લોકો ઉકળી ગયા છે. લોકો વિકાસ અને પ્રમાણિક રાજકારણ ઈચ્છે છે. અને એ માટે માત્ર આમ આદમી પાર્ટી એકમાત્ર વિકલ્પ બની રહી છે.” તેમણે વધુમાં કહ્યું કે આગામી દિવસોમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની શકે એવો જન આધાર છે. ભાજપે જે રીતે રાજકીય બદલો લેવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ કર્યો છે, એથી સાબિત થાય છે કે ભાજપનું શાસન હવે માવજત કરતા રાજકારણમાં ફેરવાઈ ગયું છે.

What's Your Reaction?






