Ph.D. માટે ગાઇડ સાથે સંબંધ બાંધવા મામલે VCનું નિવેદન:કહ્યું-યુવતી વિમેન્સ ડેવલપમેન્ટ સેલમાં ફરિયાદ કરશે તો ચોક્કસ કાર્યવાહી થશે, હેરેસમેન્ટમાં VCને કમિટીનો પણ ખ્યાલ નથી!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષાને લઈને ગઈકાલે NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, જેમાં કાર્યકર્તાઓની સાથે આવેલી એક યુવતીએ કુલપતિ સમક્ષ પોતાની વેદના રજૂ કરતા કહ્યું હતું કે, અહીં પીએચ.ડી. કરવું હોય તો ગાઈડ સાથે સબંધ બાંધવા પડે છે. આ સમાચાર દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. નિદત બારોટે આ દીકરીના આક્ષેપો જો સાચા હોય તો ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીમાં તેની ફરિયાદ થવી જોઈએ અને કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું હતું. આ મામલે આજે (5 ઓગસ્ટે) કુલપતિએ જણાવ્યું કે, આક્ષેપો કરનારી યુવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થિની હતી. તેમ છતાં પણ આ યુવતી દ્વારા વિમેન્સ ડેવલપમેન્ટ સેલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે તો ચોક્કસપણે તેમાં કાયદેસર પગલાં લેવામાં આવશે. હેરેસમેન્ટના કિસ્સાઓમાં ફરિયાદ માટે કઈ કમિટી હોય તેનો પણ કુલપતિને ખ્યાલ નથી! સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના નિવેદનથી વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગઈકાલે NSUIની પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા લેવાની રજૂઆત દરમિયાન એક યુવતીએ શોકિંગ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, PHD કરવા માટે ગાઈડ સાથે સંબંધ રાખવા પડે. આ મામલે આજે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓના આ પ્રકારના પ્રશ્નો માટે વિમેન્સ ડેવલપમેન્ટ સેલ છે. જોકે હકીકત એ છે કે આ પ્રકારની કોઈ કમિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છે જ નહીં. પરંતુ હેરેસમેન્ટ પ્રકારની બહેનોની સમસ્યાઓ માટે ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી છે. જેથી કહી શકાય કે કુલપતિને એ પણ ખ્યાલ નથી કે બહેનોની હેરેસમેન્ટની ફરિયાદ માટે કઈ કમિટી હોય છે. યુવતી કુલપતિ સામે જ ગંભીર આક્ષેપ કર્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટી ડીન અને પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટે જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ મંત્રી પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા પાસ કરીને એડમિશન મેળવે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પીએચ.ડી.ની પ્રવેશ પરીક્ષા બંધ કરી દેવામાં આવી હતી. જે અન્યાયને લઈને NSUI દ્વારા ગઈકાલે (4 ઓગસ્ટ) એક રજૂઆત કરવામાં આવી હતી. જે દરમિયાન એક યુવતી દ્વારા ભૂતકાળમાં બનેલી ઘટના અંગેના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેને ગંભીરતાથી લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા આ સમગ્ર બાબતની ફરિયાદ યુવતી પાસેથી લેવાની જરૂર હતી અને ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી સમક્ષ આ યુવતીને બોલાવીને તપાસ કરવાની જરૂર હતી, જે થયું નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ એવી સિસ્ટમ હતી કે, વિદ્યાર્થી અને ગાઈડ બંને એક ફોર્મ ભરી આપે અને ત્યારબાદ પીએચ.ડી. શરૂ થતું હતું. જોકે હવે વિદ્યાર્થી અને માર્ગદર્શક Ph.Dની નોંધણી થયા પછી મળતા હોય છે. જેનો અર્થ એવો થયો કે, પીએચ.ડી.ના માર્ગદર્શકની વિદ્યાર્થીના એડમિશનમાં સીધી કોઈ ભૂમિકા હોતી નથી. આ ઉપરાંત ગાઇડ પોતાની ગાઇડશિપ પરત આપી દે છે, તેવા કિસ્સામાં ભવન અધ્યક્ષ પોતાની રીતે મનસ્વી નિર્ણય કરતા હોય ત્યારે આવું બને છે. યુવતીએ કુલપતિ સામે કરેલા આક્ષેપોના સમાચાર વાંચવા ક્લિક કરો.... 'PhD કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે' આ પ્રકારના પ્રકરણોમાં કડક પગલાં લેવાયા જ છેઃ કુલપતિ આ બાબતે કુલપતિ ડૉ. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, ગઈકાલે એનએસયુઆઈની રજૂઆત દરમિયાન એક ગંભીર વાત સામે આવી હતી કે એક યુવતી દ્વારા પીએચ.ડી. માટે હેરેસમેન્ટ થતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગંભીરતાથી લેવામાં આવી છે. જોકે આ ભૂતપૂર્વ વિદ્યાર્થિની હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિમેન્સ ડેવલોપમેન્ટ સેલ કાર્યરત છે, જેમાં કોઈ વિદ્યાર્થિનીઓના હેરેસમેન્ટ સહિતના પ્રશ્નો હોય તો તેમાં રજૂઆત થતી હોય છે અને ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા પગલાં લેવામાં આવતા હોય છે. અગાઉ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પ્રકારના પ્રકરણોમાં કડક પગલાં લેવામાં આવ્યા જ છે. આ યુવતી દ્વારા પણ જો વિમેન્સ ડેવલોપમેન્ટ સેલમાં ફરિયાદ કરવામાં આવશે તો ચોક્કસપણે તેમાં કાર્યવાહી થશે. ગાઈડ દ્વારા હેરેસમેન્ટ ન કરવામાં આવે તેવી માગઃ NSUI આ ઉપરાંત આ બાબતે પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગઈકાલે પીએચડી બાબતે અમારી રજૂઆત દરમિયાન એક મહિલા કાર્યકર દ્વારા પોતાની વેદના કુલપતિ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જોકે કોઈ પણ ગાઈડ દ્વારા કોઈપણ યુવતી સાથે પીએચ.ડી કરાવવા બાબતે હેરેસમેન્ટ કરવામાં ન આવે તેવી અમારી માંગણી છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow