'વર્દી સિર્ફ હિંમત નહીં, બલિદાન ભી માંગતી હૈ':ભારતીય આર્મીનાં જંગ, જુસ્સા અને બલિદાનની કહાની, '120 બહાદુર'નું ટીઝર રૂંવાડાં ઊભાં કરી દેશે
ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ '120 બહાદુર'નું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર જોયા બાદ તમારા રૂંવાડાં ઊભાં કરી દેશે. ફિલ્મમાં ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહ ભાટી (PVC)ના શક્તિશાળી પાત્રમાં જોવા મળે છે. પહેલી ઝલક જ બતાવે છે કે '120 બહાદુર' ભારતીય આર્મીનાં જંગ, જુસ્સા અને બલિદાનની કહાની પર આધારિત છે. 1962ના ભારત-ચીનના યુદ્ધ પર આધારિત છે સ્ટોરી '120 બહાદુર' 1962માં રેઝાંગ લાની રિયલ બહાદુરીની સ્ટોરી છે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે 120 ભારતીય સૈનિકો 3 હજાર દુશ્મનો સામે મજબૂતીથી ઊભા રહે છે અને ઇતિહાસ રચે છે. ટીઝરમાં એક પાવરફુલ ડાયલોગ છે- વર્દી શિરફ હિંમત નહીં, બલિદાન ભી માંગતી હૈ....હમ અંત તક હાર નહીં માનેંગે, અંત તક ખડે રહેંગે...એ સીન ખૂબ છે ઇમોશનલ છે અને તમારી અંદર દેશભક્તિની ભાવના જગાડી દેશે. મેજર શૈતાન સિંહ કોણ હતા? મેજર શૈતાન સિંહ એક બહાદુર યોદ્ધા હતા, જેમણે 120 બહાદુર સૈનિક સાથે 1962માં રેઝાંગ લાનાં બરફીલા શિખરો પર હજારો ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. શૈતાન સિંહ એ જ યુદ્ધમાં શહીદ થયા હતા અને તેમને મરણોત્તર ભારતના સર્વોચ્ચ લશ્કરી સન્માન, પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. '120 બહાદુર' ફિલ્મનું શૂટિંગ લદ્દાખ, રાજસ્થાન અને મુંબઈમાં કરવામાં આવ્યું છે. એ યુદ્ધના મોરચાને સંપૂર્ણ સત્ય સાથે ફરીથી રિક્રિએટ કરવામાં આવી છે. થીજી ગયેલા બરફીલા મેદાનથી લઈને યુદ્ધના મેદાનની શાંતિ સુધી દરેક ફ્રેમમાં ખૂબ ઊંડાણ છે. '120 બહાદુર' ક્યારે રિલીઝ થશે? રજનીશ 'રેજી' ઘાઈ દ્વારા ડિરેક્ટેડ '120 બહાદુર', રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. એ 21 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફેન્સ ફરહાનના કમબેક માટે ખૂબ જ ઉત્સાહિત છે. ફરહાન છેલ્લે 2021માં આવેલી ફિલ્મ 'તૂફાન'માં જોવા મળ્યો હતો, જે ફ્લોપ રહી હતી. ફિલ્મનું શૂટિંગ વાસ્તવિક સ્થળોએ કરવામાં આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલી પાંચ અદ્ભુત બાબત છે, જે એને ગ્રાન્ડ વોર ફિલ્મ બનાવી શકે છે. 1. ફિલ્મ -10°C તાપમાનમાં 10,000 ફૂટની ઊંચાઈએ શૂટ કરવામાં આવી ફિલ્મની ટીમે લદ્દાખના અત્યંત ઠંડા અને ઊંચાઈવાળા વિસ્તારોમાં શૂટિંગ કર્યું હતું, જ્યાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. ઓછા ઓક્સિજન અને મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં યુદ્ધનાં દૃશ્યો શક્ય એટલા વાસ્તવિક દેખાડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. 2. ઓસ્કાર વિજેતા ફિલ્મની એક્શન ટીમનો સાથ ફિલ્મ '120 બહાદુર'ની એક્શન ટીમ એ જ છે, જેણે ઓસ્કાર વિજેતા ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'માં કામ કર્યું હતું. શૂટિંગ દરમિયાન સેટ પર એકસાથે 600થી વધુ લોકો હાજર હતા, જેઓ મોટા અને વિસ્ફોટક સીન સંભાળી રહ્યા હતા. 3. શૂટિંગ લદ્દાખ, રાજસ્થાન અને મુંબઈમાં થયું હતું સ્ટોરીને વધુ સાચી રીતે દર્શાવવા માટે ફિલ્મનું શૂટિંગ લદ્દાખ, રાજસ્થાન અને મુંબઈમાં કરવામાં આવ્યું હતું. આ સ્થળોએ મિશનની મુશ્કેલ પરિસ્થિતિઓ, લાગણીઓ અને વિવિધ વાતાવરણને ખૂબ સારી રીતે દર્શાવવામાં આવ્યા છે. 4. સ્નો બિઝનેસ ટીમ સાથે હાથ મિલાવ્યા ફિલ્મમાં બરફથી ઢંકાયેલા વિસ્તારોમાં યુદ્ધના સીન બતાવવા માટે નિર્માતાઓએ પ્રખ્યાત બ્રિટિશ કંપની સ્નો બિઝનેસ સાથે કામ કર્યું. આ એ જ ટીમ છે, જેણે 'ગ્લેડિયેટર' જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. 5. ચીની સેનાએ પોતે જ યુદ્ધવિરામની જાહેરાત કરી બહુ ઓછા લોકો જાણે છે કે જ્યારે 120 ભારતીય સૈનિકોએ મોરચો છોડ્યો નહીં અને 3000થી વધુ દુશ્મન સૈનિકોને મારી નાખ્યા ત્યારે ચીની સેનાએ પોતે જ યુદ્ધ બંધ કરવાની જાહેરાત કરી. આ એ હિંમતની વાર્તા છે, જે ફિલ્મ 120 બહાદુરમાં બતાવવામાં આવી છે. આ ફિલ્મનું ડિરેક્શન રજનીશ રાજી ઘાઈ દ્વારા કરવામાં આવ્યું છે અને એનું નિર્માણ રિતેશ સિધવાની, ફરહાન અખ્તર (એક્સેલ એન્ટરટેઈનમેન્ટ) અને અમિત ચંદ્રા (ટ્રિગર હેપ્પી સ્ટુડિયો) દ્વારા કરવામાં આવ્યું છે.

What's Your Reaction?






