વિરાટ-અવનીત કૌર લાઇકના વિવાદમાં કૂદી રકુલ!:એક્ટ્રેસે કહ્યું- લોકો બિલકુલ નવરા છે, કેટલા ફોલોવર વધ્યા એ પણ ખબર રાખે છે

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહે તાજેતરમાં વિરાટ કોહલી અને અવનીત કૌરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અંગે ચાલી રહેલી ચર્ચા પર રિએક્શન આપ્યું છે. રકુલ પ્રીત સિંહે તેને ખૂબ જ દુઃખદ ગણાવ્યું અને કહ્યું કે લોકો કેટલા નવરા છે. યુટ્યૂબર શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર વાતચીત દરમિયાન જ્યારે રકુલ પ્રીતને પૂછવામાં આવ્યું કે કયું ભારતીય કપલ તેમને પ્રેરણા આપે છે, ત્યારે તેણે કહ્યું- 'અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી.' પછી જ્યારે અવનીત કૌરનો ફોટો લાઈક કરવાની ચર્ચા થઈ. જ્યારે રકુલ પ્રીતને કહેવામાં આવ્યું કે આ ઘટના પછી અવનીત કૌરના ફોલોવર્સ 2 મિલિયન વધ્યા, ત્યારે તેણે કહ્યું કે સોરી, પણ લોકો કેટલા નવરા છે કે કેટલા ફોલોવર વધ્યા એ પણ ખબર રાખે છે. 'સોશિયલ મીડિયા સમયનો બગાડ કરે છે' રકુલ પ્રીતે આગળ કહ્યું- 'એનાથી શું ફરક પડે છે કે કોઈ લાઈક કરે છે કે નહીં અથવા ભૂલથી થયું છે અને હું તમને કહી દઉં કે ઘણી વખત ઇન્સ્ટાગ્રામ પર તમારા મિત્રો ભૂલથી અનફોલો થઈ જાય છે, તમે જાણો છો, તેઓ કંઈક ને કંઈક અપડેટ કરે છે, હું ફક્ત એટલું જ કહી રહી છું કે આવું થાય છે, પરંતુ એ ખૂબ જ દુઃખદ છે, કારણ કે તે એક સેલિબ્રિટી છે અને તમે તેના વિશે સમાચાર બનાવી રહ્યા છો કે તેને ફોટો લાઈક કર્યો, તેણે આ વ્યક્તિને અનફોલો કર્યો. રકુલે એમ પણ કહ્યું કે લોકો સોશિયલ મીડિયા પર બિનજરૂરી રીતે પોતાનો સમય બગાડી રહ્યા છે. વિરાટ કોહલી-અવનીત વિવાદ શું છે? ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીએ તાજેતરમાં એક્ટ્રેસ અવનીત કૌરની એક પોસ્ટ લાઈક કરી હતી, જોકે થોડા સમય પછી વિરાટે એ લાઈક દૂર કરી દીધી, પરંતુ આ દરમિયાન વિરાટના લાઇકનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો, જેના કારણે આ બાબતને લઈને વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ. બાદમાં વિરાટને આ મામલે સ્પષ્ટતા આપવી પડી. વિરાટ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને લખ્યું, "હું સ્પષ્ટ કરવા માગું છું કે ફીડ ક્લિયર કરતી વખતે એવું લાગે છે કે અલ્ગોરિધમે ભૂલથી એક ઇન્ટરેક્શન નોંધ્યું છે. આ પાછળ મારો કોઈ ઈરાદો નહોતો. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરીને કોઈ બિનજરૂરી અફવાઓ ન ફેલાવો. સમજવા બદલ આભાર." રકુલ પ્રીતનું વર્ક ફ્રન્ટ રકુલ ટૂંક સમયમાં 'દે દે પ્યાર દે 2' અને કમલ હાસન સાથેની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન અને આર. માધવન હશે. તાજેતરમાં, તે ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'માં જોવા મળી હતી. રકુલ પ્રીતે વર્ષ 2009માં કન્નડ ફિલ્મ 'ગિલ્લી'થી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે હિન્દી, તેલુગુ અને તમિળ ફિલ્મોમાં કામ કર્યું છે.

Jun 1, 2025 - 02:42
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow