'રાંઝણા'માં AIથી 'કુંદન'ને જીવતો કરાતા ધનુષ લાલઘૂમ:એક્ટરે કહ્યું- 'મને વાંધો હોવા છતાં ફિલ્મના અંતમાં છેડછાડ કરાઈ'; ડિરેક્ટરે પણ રોષ ઠાલવ્યો હતો

ધનુષ, સોનમ કપૂર અને અભય દેઓલ સ્ટારર સુપરહીટ ફિલ્મ 'રાંઝણા'નું AI વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું છે, ત્યારથી વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાય બાદ લીડ એક્ટર ધનુષે પણ આ અંગે વાંધો ઉઠાવ્યો છે. એક્ટરે કહ્યું કે, તેને વાંધો હોવા છતાં પ્રોડ્યૂસર્સે બદલેલા ક્લાઇમેક્સ સાથે ફિલ્મને ફરીથી રિલીઝ કરી છે. ફિલ્મની AI રિલીઝ અંગે નારાજગી વ્યક્ત કરતા ધનુષે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, 'AI દ્વારા ફિલ્મ 'રાંઝણા'ને બદલાયેલા ક્લાઇમેક્સ સાથે ફરીથી રિલીઝ કરવાથી મને સંપૂર્ણપણે ખલેલ પહોંચી છે. આ વૈકલ્પિક અંતથી ફિલ્મનો આત્મા છીનવાઈ ગયો છે અને સંબંધિત પક્ષે મારો સ્પષ્ટ વાંધો હોવા છતાં તેને ચાલુ રાખ્યો છે. આ તે ફિલ્મ નથી, જેના માટે હું છેલ્લા 12 વર્ષથી પ્રતિબદ્ધ (કમિટેડ) છું. ફિલ્મ કે કન્ટેન્ટમાં ફેરફાર કરવા માટે AIનો ઉપયોગ કરવો એ કલાકાર અને કલા બંને માટે ચિંતાજનક છે. આ સિનેમાના વારસા અને વાર્તા કહેવાની અખંડિતતા માટે ખતરો છે. મને આશા છે કે ભવિષ્યમાં આવી પ્રથાઓને રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવશે.' આ નિવેદનની સાથે, ધનુષે કેપ્શનમાં લખ્યું છે, 'સિનેમાના પ્રેમ માટે.' શું છે આખો મામલો? 2013ની બ્લોકબસ્ટર ફિલ્મ 'રાંઝણા' 1 ઓગસ્ટના રોજ તેના તમિલ શીર્ષક 'અંબિકાપતિ' સાથે ફરીથી રિલીઝ થઈ છે. જોકે, આ ફરીથી રિલીઝ થયેલી ફિલ્મનો ક્લાઈમેક્સ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા સંપૂર્ણપણે બદલી નાખવામાં આવ્યો છે. જ્યારે કુંદન (ધનુષ) મૂળ ફિલ્મના ક્લાઈમેક્સમાં મૃત્યુ પામે છે, ત્યારે નવા ક્લાઇમેક્સમાં કુંદનને જીવતો કરવામાં આવ્યો છે. ડિરેક્ટરે પણ વાંધો ઉઠાવ્યો હતો નોંધનીય છે કે, ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાય પણ આ ફેરફારથી ખુશ નથી. તેમણે આનો વિરોધ તો કર્યો જ છે, પરંતુ પરવાનગી વગર ફેરફાર કરવા બદલ પ્રોડક્શન ટીમને ઠપકો પણ આપ્યો છે. આનંદ એલ. રાયે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લખ્યું છે કે, 'છેલ્લા ત્રણ અઠવાડિયા મારા માટે ખૂબ જ વિચિત્ર અને ખૂબ જ દુખદ રહ્યા છે. સંવેદનશીલતા, મુકાબલો, સહયોગ અને સર્જનાત્મક જોખમમાંથી જન્મેલી ફિલ્મ 'રાંઝણા'ને મારી જાણ કે સંમતિ વિના બદલવામાં આવી, ફરીથી પેક કરવામાં આવી અને ફરીથી રિલીઝ કરવામાં આવી. આ અનુભવ મારા માટે ખૂબ જ પીડાદાયક હતો. અને જે વસ્તુ તેને વધુ ખરાબ બનાવે છે, તે છે આ બધું સરળતાથી અને બેદરકારીથી કરવામાં આવ્યું છે.' ડિરેક્ટરે આગળ લખ્યું, 'છતાં, આ બધાની વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, દર્શકો અને સર્જનાત્મક સમુદાય તરફથી મળેલા સમર્થન અને એકતાએ મને યાદ અપાવ્યું કે 'રાંઝણા' શું છે- જોડાણ, હિંમત અને સત્ય. હું આ માટે ખૂબ આભારી છું. હું આ વાત ખૂબ સ્પષ્ટતા સાથે કહેવા માંગુ છું - હું 'રાંઝણા'ના આ AI-બદલાવેલા સંસ્કરણને સમર્થન કે સ્વીકારતો નથી. તે સંપૂર્ણપણે અનધિકૃત છે. મારી તેમાં કોઈ ભૂમિકા નથી. અને ન તો આ ફિલ્મ બનાવનાર ટીમ સાથે. આ ફિલ્મ ફક્ત અમારા માટે એક પ્રોજેક્ટ હતી. તે માનવ હાથ દ્વારા બનાવવામાં આવી હતી, માનવ ખામીઓ અને લાગણીઓથી કોતરવામાં આવી હતી. હવે જે પ્રસારિત થઈ રહ્યું છે, તે ટ્રિબ્યુટ નથી, તે એક બેજવાબદાર હડપ છે, જે અમારા કાર્યની ભાવનાને સંપૂર્ણપણે નષ્ટ કરે છે.' આનંદે આગળ લખ્યું, 'એ વિચાર કે કોઈ મશીન આપણું કામ લઈ લેશે, તેને બદલી નાખશે અને નવીનતાના નામે રજૂ કરશે, તે અત્યંત અપમાનજનક છે. સંમતિ વિના ફિલ્મના ભાવનાત્મક વારસાને કૃત્રિમ કવરમાં ઢાંકવો એ સર્જનાત્મક કાર્ય નથી, તે એક સ્પષ્ટ વિશ્વાસઘાત છે. હું આ ફિલ્મને જીવન આપનારા બધા લોકો, લેખકો, અભિનેતાઓ, સંગીતકારો, ગીતકારો, સંપાદકો, ટેકનિશિયન અને આખી ટીમ વતી બોલી રહ્યો છું. અમારામાંથી કોઈની સલાહ લેવામાં આવી ન હતી. કોઈની વાત સાંભળવામાં આવી ન હતી. જો રાંઝણાએ તમને કંઈક એવું અનુભવ કરાવ્યું હોય, જેવું તેણે અમને અનુભવ કરાવ્યું હોય, તો કૃપા કરીને ધ્યાનમાં રાખો કે, આ AI-બદલાયેલું સંસ્કરણ તે ફિલ્મના સાચા આત્માને પ્રતિબિંબિત કરતું નથી અને તે અમે બનાવેલી 'રાંઝણા' નથી.' ઇરોસ ગ્રુપે સ્પષ્ટતા આપી આ વિવાદ પર, ફિલ્મમાં ફેરફારો કરનારા ઇરોસ મીડિયા ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ પ્રદીપ દ્વિવેદીએ કહ્યું છે કે, 'આ ફેરફારો તેમની કંપનીના લાંબા ગાળાના સર્જનાત્મક અને વેપારી દૃષ્ટિકોણનો ભાગ છે. જો કોઈ વસ્તુને સુધારવા માટે ફેરફારો કરી શકાય છે, તો શા માટે નહીં.'

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow