'બોમ ડિગી ડિગી બોમ' ફેમ સાક્ષી-રાઘવ વચ્ચે બઘડાટી!:એક્ટ્રેસે વાળ ખેંચ્યા, એક્ટરે થપ્પડ ઝીંકી દીધી; વીડિયો વાઇરલ થતાં બંનેએ સ્પષ્ટતા કરી
ફિલ્મ 'સોનુ કે ટીટૂ કી સ્વીટી'માં જોવા મળેલી સાક્ષી મલિકનો તાજેતરમાં રાઘવ જુયાલ સાથેનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ અને રાઘવ વચ્ચે જોરદાર બોલાચાલી અને મારામારી થતી જોવા મળે છે. સાક્ષી ગુસ્સામાં રાઘવના વાળ ખેંચે છે, તો સામે રાઘવ તેને થપ્પડ મારે છે. વીડિયો જોયા પછી બંને વચ્ચેના ઝઘડા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે અને હવે બંનેએ આ મામલે સ્પષ્ટતા કરી છે. બંને વચ્ચે બઘડાટી બોલી ગઈ! રેડિટે સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. આ વાઈરલ વીડિયોમાં સાક્ષી મલિક અને રાઘવ જુયાલ એકબીજા સાથે ઉગ્ર દલીલ કરી રહ્યા છે. પછી સાક્ષી ગુસ્સે થઈ જાય છે અને એક્ટરના વાળ ખેંચવાનો પ્રયાસ કરે છે. ત્યાં હાજર બીજો છોકરો તેમને બાજુ પર લઈને છૂટા પાડે છે, જેથી મામલો શાંત થઈ શકે. આ પછી રાઘવ ગુસ્સામાં સાક્ષીને થપ્પડ મારે છે. રાઘવ જુયાલે વીડિયો અંગે મૌન તોડ્યું વીડિયો જોયા પછી યુઝર્સ ગુસ્સે થઈ ગયા હતા અને તેમને આવું કરવા બદલ ટ્રોલ કરવાનું શરૂ કર્યું. મામલો વધુ વકરી રહેલો જોઈને, રાઘવ જુયાલ અને સાક્ષી મલિકે સ્પષ્ટતા આપી, રાઘવે લખ્યું- 'મિત્રો, આ અમારા ડ્રામાની સ્ક્રિપ્ટ માટેની સીન પ્રેક્ટિસ હતી. પ્લીઝ એવું ન વિચારો કે આ બધું વાસ્તવિક છે, આ ફક્ત એક સારા એક્ટર બનવાની પ્રેક્ટિસ છે.' સાક્ષી મલિકે શું કહ્યું? સાક્ષી મલિકે પણ સ્પષ્ટતા કરી, 'મિત્રો, આ એક્ટિંગના પ્રેક્ટિસ સેશનનો એક સીન હતો. કોઈને દુઃખ પહોંચાડવાનો કે અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. એક પર્ફોર્મમાં ફક્ત 4 કલાકારો કામ કરી રહ્યા હતા. મને આશા છે કે તમે પણ સમજી ગયા હશો.' સાક્ષી મલિકનું વર્કફ્રન્ટ સાક્ષી અરમાન મલિકની વહમ અને વિશાલ મિશ્રા અને શ્રેયા ઘોષાલની મુલાકાત જેવા મ્યુઝિક વીડિયોમાં પણ ચમકતી જોવા મળી હતી. વર્ષ 2023માં, તેણે ફિલ્મ "ડ્રાય ડે"માં ચુન્ની બાઈની ભૂમિકા ભજવી હતી. પરંતુ તેને 'સોનુ કે ટીટૂ કી સ્વીટી'ના "બોમ ડિગી ડિગી બોમ" ગીતથી ફેમ મળી. આ ગીતમાં તેનો બોલ્ડ અને ગ્લેમર લુક જોવા મળ્યો હતો. રાઘવ જુયાલનું વર્કફ્રન્ટ રાઘવ જુયાલે ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ 3'માં કન્ટેસ્ટન તરીકે શરૂઆત કરી હતી. તેણે પોતાની વિશિષ્ટ સ્લો-મોશન ડાન્સ સ્ટાઇલથી પોતાની છાપ છોડી હતી. શોમાં બીજા ક્રમે રહ્યા પછી, તેણે હોસ્ટિંગ તેમજ કોરિયોગ્રાફર તરીકે પણ કામ કરવાનું શરૂ કર્યું. તાજેતરમાં તે કરણ જોહરની ફિલ્મ 'કિલ'માં વિલનની ભૂમિકામાં જોવા મળ્યો હતો.

What's Your Reaction?






