વડોદરામાં ગટરના નાળામાં પડી જતાં 16 વર્ષના કિશોરનું મોત:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો, રિવર્સ લેતાં રેસ્ક્યૂ ટીમની ગાડી પણ ખાડામાં ખાબકી; ડ્રાઇવરનો બચાવ

વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતાં મોત નીપજ્યું છે. આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે ફાયર વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી છે. ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ દરમિયાન રેસ્ક્યૂ ટીમની ગાડી પણ રિવર્સ લેતાં બાજુમાં રહેલા ખાડામાં પણ ખાબકી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કિશોર શૌચક્રિયા કરવા આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કિશોર જૂનાં કપડાં વેચી ગુજરાન ચલાવતો હતો મળતી માહિતી મુજબ મૃતક દીપક પ્રવીણભાઈ ગોદરિયા (ઉં.વ. 16) જૂનાં કપડાં વેચવાનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. કિશોર ઘરે આવ્યા બાદ જમવાનું જમતાં જમતાં શૌચક્રિયા કરવા ગયો હતો અને ગટરના નાળામાં ખાબક્યો હતો. જમવાની થાળી પણ અધૂરી રહી ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે: DCP આ અંગે ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે અહીં સુએજ પંપની જગ્યા છે. અહીં 16થી 17 વર્ષના કિશોરનું મોત થયું હોવાની માહિતી મળી હતી અને તેને બચાવવા ફાયર વિભાગની એક ગાડી આવી હતી અને એ રિવર્સ લેતી વખતે જમીન પોચી હોવાના કારણે અને એક સાઈડ થોડો ખાડો હોવાથી ગાડી પલટી મારી ગઈ હતી. એ બાબતે જગ્યા પર લોકલ પોલીસ સ્ટેશન અધિકારી અને અમે અહીં હાજર છીએ અને જગ્યાની વિઝિટ લીધી છે. આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરીને કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવીશું અને મોતનું કારણ શું છે એ જાણવામાં આવશે. અંદર 4 ફૂટનો ખાડો છે અને જેમાં ગટર જેવું છે. એની અંદર પથ્થર સાથે અથડાવાથી કે ડૂબી જવાથી મોત થયું છે એ અંગે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે. કિશોર કયા કારણથી અહીં આવ્યો હતો એ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સ્લેબ હટાવીને સુએજમાંથી છોકરાને બહાર કાઢ્યો હતો: સબ ફાયર ઓફિસર આ અંગે ગાજરવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જિતેન્દ્ર જાધવે જમાવ્યું હતું કે અમને કંટ્રોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગાજરવાડી સુએજ પમ્પિંગમાં એક છોકરો સુએજની અંદર ઊતરી ગયો છે. એ બાદ તાત્કાલિક અમે બધા સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવ્યા હતા. ઘટનાસ્થળ પાસે ગાડી જઈ શકે એમ ન હતી, જેથી અમે ગાડી અહીં પાર્ક કરી હતી. ત્યાર બાદ અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં સુએજમાં છોકરો પડી ગયો હતો ને તેના ઉપર સ્લેબ પડ્યો હતો. અમે તાત્કાલિક સ્લેબ કાઢીને છોકરાને બહાર કાઢી મેડિકલ ટીમને સુપરત કર્યો હતો. એ સમયે અહીંથી એક છોકરો દોડતો આવ્યો અને કહ્યું હતું કે તમારી ગાડી ધીમે ધીમે ધસી રહી છે, એટલે અમારો ડ્રાઈવર અહીં આવીને ફટાફટ ગાડી રિવર્સ મારી કાઢવા ગયો તો બાજુમાં ભેખડ ધસી પડતાં ગાડી પલટી મારી ગઈ હતી. ડ્રાઈવરનો બચાવ થયો છે. કોર્પોરેશન દ્વારા ખાડા પૂરવામાં ન આવતાં ઘટના બની: સાગરસિંહ આ અંગે સ્થાનિક સાગરસિંહે જણાવ્યું હતું કે આ ગાજરવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન વિસ્તાર છે. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા અહીં ડમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું હતું. સ્થાનિકો દ્વારા આ ડમ્પિંગ સ્ટેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ડમ્પિંગ સ્ટેશનની કામગીરી બંધ થઈ ગઈ હતી, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા ખાડા કોર્પોરેશન દ્વારા પૂરવામાં આવ્યા ન હતા. એ જ રીતે ગટરનું નાળું પણ ત્યાં ખુલ્લું હતું. એ ખુલ્લા નાળા આગળ આવી છોકરો બેઠો અને તે ખાડામાં ખાબક્યો અને તેના ઉપર પથ્થર પડ્યો હતો. છોકરાનું તાત્કાલિક મોત થયું હતું. ફાયર વિભાગના જવાનોએ છોકરાનો મૃતદેહ બહાર કાઢ્યો. ડેડબાડી બહાર કાઢ્યા બાદ ફાયર વિભાગની ગાડી રિવર્સ લેવા જતાં ગાડી ઊંધી પડી હતી. ફાયર જવાનનું પણ મોત થાત, પરંતુ સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર ખેંચી લેતાં તેનો બચાવ થયો હતો. ગાડી રિવર્સ લઉં તે પહેલાં જ ગાડી કિચડમાં ધસી પડી હતી: ડ્રાઈવર ખાડામાં ખાબકેલી ગાડીના ડ્રાઈવર બારોટ ભક્તિશરણે જણાવ્યું હતું કે, કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ અમે અહી રેસ્ક્યૂ વાન લઈને આવ્યા હતા. કામગીરી પૂર્ણ કર્યા બાદ એક છોકરો બોલાવ્યા કે તમારી ગાડી જમીનમાં ધસી રહી છે. અહીં આવ્યા બાદ ગાડીમાં અંદર બેસીને રિવર્સ લેવા જતા પહેલાં જ ગાડી કિચડમાં ધસી પડી હતી અને મારો બચાવ થયો હતો. જે બાદ ગાડીની બીજી બાજુ ખાલી સાઈડથી હું બહાર નીકળી ગયો હતો. 5 ફેબ્રુઆરી 2025ના સુરતમાં બે વર્ષના માસૂમ કેદારનું સ્ટ્રોમમાં ખાબકતાં મોત આ અગાઉ સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષીય માસૂમ કેદાર સ્ટ્રોમમાં ખાબક્યો હતો. 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળ્યો હતો, જોકે ગઈકાલ રાતથી ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટ્રોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક ના મળતાં અંતે વડોદરાથી NDRFની ટીમને સુરત બોલાવવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ 25 જૂન 2025ના ખાડામાં ખાબકતાં રિક્ષાચલાકનું મોત વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જતા માર્ગે પાણીની લાઈન શિફ્ટિંગ કર્યા બાદ રોડનું અધૂરું પેચવર્ક કરીને તેને ખુલ્લો મૂકી દેવાતાં એક રિક્ષાચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર પ્રકાશિત થયાના ગણતરીના કલાકોમાં જ પાલિકાએ તાત્કાલિક ધોરણે તે ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરી હતી, જોકે આ ઘટનામાં પાણીપુરવઠા વિભાગના અધિકારીએ પાલિકાની બેદરકારી સ્વીકારવાને બદલે મૃતક વાહનચાલક પર જ દોષનો ટોપલો ઢોળી, 'પેચવર્ક બાકી હતું, વાહનચાલકોએ ધ્યાન રાખવું જોઈએ' એવું અસંવેદનશીલ નિવેદન આપ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ 25 જૂન 2025ના અમદાવાદમાં પાણીમાં પડેલા અને ડ્રેનેજમાં વહી ગયેલા બેના મૃતદેહ મળ્યા અમદાવાદ શહેરમાં 25 જૂનને બુધવારે સાંજે 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પૂર્વ વિસ્તારમાં મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજલાઈનમાં એક બાઈકચાલક તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે 9 કલાકની ભારે

Aug 7, 2025 - 11:45
 0
વડોદરામાં ગટરના નાળામાં પડી જતાં 16 વર્ષના કિશોરનું મોત:ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો, રિવર્સ લેતાં રેસ્ક્યૂ ટીમની ગાડી પણ ખાડામાં ખાબકી; ડ્રાઇવરનો બચાવ
વડોદરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતાં મોત નીપજ્યું છે. આ અંગે જાણ થતાં ઘટનાસ્થળે ફાયર વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી છે. ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો છે. આ દરમિયાન રેસ્ક્યૂ ટીમની ગાડી પણ રિવર્સ લેતાં બાજુમાં રહેલા ખાડામાં પણ ખાબકી હતી. સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કિશોર શૌચક્રિયા કરવા આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કિશોર જૂનાં કપડાં વેચી ગુજરાન ચલાવતો હતો મળતી માહિતી મુજબ મૃતક દીપક પ્રવીણભાઈ ગોદરિયા (ઉં.વ. 16) જૂનાં કપડાં વેચવાનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. કિશોર ઘરે આવ્યા બાદ જમવાનું જમતાં જમતાં શૌચક્રિયા કરવા ગયો હતો અને ગટરના નાળામાં ખાબક્યો હતો. જમવાની થાળી પણ અધૂરી રહી ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું કારણ જાણવા મળશે: DCP આ અંગે ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે અહીં સુએજ પંપની જગ્યા છે. અહીં 16થી 17 વર્ષના કિશોરનું મોત થયું હોવાની માહિતી મળી હતી અને તેને બચાવવા ફાયર વિભાગની એક ગાડી આવી હતી અને એ રિવર્સ લેતી વખતે જમીન પોચી હોવાના કારણે અને એક સાઈડ થોડો ખાડો હોવાથી ગાડી પલટી મારી ગઈ હતી. એ બાબતે જગ્યા પર લોકલ પોલીસ સ્ટેશન અધિકારી અને અમે અહીં હાજર છીએ અને જગ્યાની વિઝિટ લીધી છે. આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરીને કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવીશું અને મોતનું કારણ શું છે એ જાણવામાં આવશે. અંદર 4 ફૂટનો ખાડો છે અને જેમાં ગટર જેવું છે. એની અંદર પથ્થર સાથે અથડાવાથી કે ડૂબી જવાથી મોત થયું છે એ અંગે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે. કિશોર કયા કારણથી અહીં આવ્યો હતો એ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સ્લેબ હટાવીને સુએજમાંથી છોકરાને બહાર કાઢ્યો હતો: સબ ફાયર ઓફિસર આ અંગે ગાજરવાડી ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર જિતેન્દ્ર જાધવે જમાવ્યું હતું કે અમને કંટ્રોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ગાજરવાડી સુએજ પમ્પિંગમાં એક છોકરો સુએજની અંદર ઊતરી ગયો છે. એ બાદ તાત્કાલિક અમે બધા સ્ટાફ સાથે ઘટનાસ્થળે આવ્યા હતા. ઘટનાસ્થળ પાસે ગાડી જઈ શકે એમ ન હતી, જેથી અમે ગાડી અહીં પાર્ક કરી હતી. ત્યાર બાદ અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં સુએજમાં છોકરો પડી ગયો હતો ને તેના ઉપર સ્લેબ પડ્યો હતો. અમે તાત્કાલિક સ્લેબ કાઢીને છોકરાને બહાર કાઢી મેડિકલ ટીમને સુપરત કર્યો હતો. એ સમયે અહીંથી એક છોકરો દોડતો આવ્યો અને કહ્યું હતું કે તમારી ગાડી ધીમે ધીમે ધસી રહી છે, એટલે અમારો ડ્રાઈવર અહીં આવીને ફટાફટ ગાડી રિવર્સ મારી કાઢવા ગયો તો બાજુમાં ભેખડ ધસી પડતાં ગાડી પલટી મારી ગઈ હતી. ડ્રાઈવરનો બચાવ થયો છે. કોર્પોરેશન દ્વારા ખાડા પૂરવામાં ન આવતાં ઘટના બની: સાગરસિંહ આ અંગે સ્થાનિક સાગરસિંહે જણાવ્યું હતું કે આ ગાજરવાડી સુએજ પમ્પિંગ સ્ટેશન વિસ્તાર છે. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા અહીં ડમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યું હતું. સ્થાનિકો દ્વારા આ ડમ્પિંગ સ્ટેશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ડમ્પિંગ સ્ટેશનની કામગીરી બંધ થઈ ગઈ હતી, પરંતુ તેમના દ્વારા કરવામાં આવેલા ખાડા કોર્પોરેશન દ્વારા પૂરવામાં આવ્યા ન હતા. એ જ રીતે ગટરનું નાળું પણ ત્યાં ખુલ્લું હતું. એ ખુલ્લા નાળા આગળ આવી છોકરો બેઠો અને તે ખાડામાં ખાબક્યો અને તેના ઉપર પથ્થર પડ્યો હતો. છોકરાનું તાત્કાલિક મોત થયું હતું. ફાયર વિભાગના જવાનોએ છોકરાનો મૃતદેહ બહાર કાઢ્યો. ડેડબાડી બહાર કાઢ્યા બાદ ફાયર વિભાગની ગાડી રિવર્સ લેવા જતાં ગાડી ઊંધી પડી હતી. ફાયર જવાનનું પણ મોત થાત, પરંતુ સ્થાનિક લોકોએ તાત્કાલિક બહાર ખેંચી લેતાં તેનો બચાવ થયો હતો. ગાડી રિવર્સ લઉં તે પહેલાં જ ગાડી કિચડમાં ધસી પડી હતી: ડ્રાઈવર ખાડામાં ખાબકેલી ગાડીના ડ્રાઈવર બારોટ ભક્તિશરણે જણાવ્યું હતું કે, કંટ્રોલમાંથી ફોન આવ્યા બાદ અમે અહી રેસ્ક્યૂ વાન લઈને આવ્યા હતા. કામગીરી પૂર્ણ કર્યા બાદ એક છોકરો બોલાવ્યા કે તમારી ગાડી જમીનમાં ધસી રહી છે. અહીં આવ્યા બાદ ગાડીમાં અંદર બેસીને રિવર્સ લેવા જતા પહેલાં જ ગાડી કિચડમાં ધસી પડી હતી અને મારો બચાવ થયો હતો. જે બાદ ગાડીની બીજી બાજુ ખાલી સાઈડથી હું બહાર નીકળી ગયો હતો. 5 ફેબ્રુઆરી 2025ના સુરતમાં બે વર્ષના માસૂમ કેદારનું સ્ટ્રોમમાં ખાબકતાં મોત આ અગાઉ સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીની સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 વર્ષીય માસૂમ કેદાર સ્ટ્રોમમાં ખાબક્યો હતો. 24 કલાક બાદ તેનો મૃતદેહ વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મળ્યો હતો, જોકે ગઈકાલ રાતથી ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને બાળકની શોધખોળ કરી રહ્યા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટ્રોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસી હતી, પરંતુ બાળક ના મળતાં અંતે વડોદરાથી NDRFની ટીમને સુરત બોલાવવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ અહેવાલ 25 જૂન 2025ના ખાડામાં ખાબકતાં રિક્ષાચલાકનું મોત વડોદરા શહેરમાં સરદાર એસ્ટેટથી વૃંદાવન તરફ જતા માર્ગે પાણીની લાઈન શિફ્ટિંગ કર્યા બાદ રોડનું અધૂરું પેચવર્ક કરીને તેને ખુલ્લો મૂકી દેવાતાં એક રિક્ષાચાલક યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર પ્રકાશિત થયાના ગણતરીના કલાકોમાં જ પાલિકાએ તાત્કાલિક ધોરણે તે ખાડાઓને પૂરવાની કામગીરી શરૂ કરી હતી, જોકે આ ઘટનામાં પાણીપુરવઠા વિભાગના અધિકારીએ પાલિકાની બેદરકારી સ્વીકારવાને બદલે મૃતક વાહનચાલક પર જ દોષનો ટોપલો ઢોળી, 'પેચવર્ક બાકી હતું, વાહનચાલકોએ ધ્યાન રાખવું જોઈએ' એવું અસંવેદનશીલ નિવેદન આપ્યું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ 25 જૂન 2025ના અમદાવાદમાં પાણીમાં પડેલા અને ડ્રેનેજમાં વહી ગયેલા બેના મૃતદેહ મળ્યા અમદાવાદ શહેરમાં 25 જૂનને બુધવારે સાંજે 7 વાગ્યા બાદ પડેલા ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં. પૂર્વ વિસ્તારમાં મણિનગર, વટવા, સીટીએમ, હાટકેશ્વર, નિકોલ ઓઢવ અને વિરાટનગર સહિતના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. ઓઢવના અંબિકાનગર મોગલ માતાના મંદિર પાસે ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં ડ્રેનેજલાઈનમાં એક બાઈકચાલક તણાઈ ગયો હતો. ફાયરબ્રિગેડે 9 કલાકની ભારે જહેમત બાદ તેનો મૃતદેહ ડ્રેનેજલાઈનના 200 ફૂટ દૂરથી શોધી કાઢ્યો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow