અમેરિકાની ટેરિફની ધમકીઓ વચ્ચે મોદીનો ચીન જવાનો નિર્ણય:ગલવાન અથડામણ પછી પહેલી મુલાકાત; SCO સમિટમાં હાજરી આપશે; 11 વર્ષમાં 5 વખત ચીન ગયા

PM મોદી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન જશે. આ મુલાકાત 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ થશે. 2020માં ગાલવાન ઘાટીમાં ભારત-ચીન લશ્કરી અથડામણ પછી મોદીની આ પહેલી ચીન મુલાકાત હશે. મોદીએ અગાઉ 2018માં ચીનની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન તરીકે પીએમ મોદીની આ છઠ્ઠી ચીન મુલાકાત હશે, જે 70 વર્ષમાં કોઈપણ ભારતીય પીએમ દ્વારા ચીનની સૌથી વધુ મુલાકાત છે. ચીન જતાં પહેલાં પીએમ મોદી 30 ઓગસ્ટે જાપાન પહોંચશે. અહીં તેઓ ભારત-જાપાન સમિટમાં ભાગ લેશે. જયશંકર ગયા મહિને ચીનની મુલાકાતે ગયા હતા ગયા મહિને વિદેશમંત્રી એસ. જયશંકરે ચીનની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વિદેશમંત્રી વાંગ યીને મળ્યા હતા. જયશંકરે જળ સંસાધનોના ડેટા શેર કરવા, વેપાર પ્રતિબંધો, LAC પર તણાવ ઘટાડવા અને આતંકવાદ-ઉગ્રવાદ સામે કડક વલણ અપનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મીડિયા અહેવાલો અનુસાર, આ બેઠકે મોદીની ચીન મુલાકાત માટે રોડમેપ તૈયાર કર્યો હતો. મોદી અને જિનપિંગ છેલ્લે રશિયામાં મળ્યા હતા મોદી અને જિનપિંગ છેલ્લે ઓક્ટોબર 2024માં કાઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય મુલાકાત પણ કરી હતી. 50 મિનિટની વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું હતું કે 'સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી એ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. પરસ્પર વિશ્વાસ, પરસ્પર આદર અને પરસ્પર સંવેદનશીલતા આપણા સંબંધોનો પાયો રહેવો જોઈએ. પીએમ મોદીની ચીન મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આખી દુનિયા ટ્રમ્પની ટેરિફ નીતિઓ સામે ઝઝૂમી રહી છે. ટ્રમ્પે રશિયન તેલ અને શસ્ત્રો ખરીદવા પર ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ચીન પછી ભારત વિશ્વમાં રશિયન તેલનો સૌથી મોટો ખરીદદાર છે. જિનપિંગ 2019માં ભારતની મુલાકાતે આવ્યા હતા શી જિનપિંગે છેલ્લે 2019માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ બંને નેતા તામિલનાડુના મહાબલીપુરમમાં મળ્યા હતા. આ મુલાકાત ભારત-ચીન સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર મતભેદોને દૂર કરવા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું હતું. બંને નેતા સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવા માટે પણ સંમત થયા હતા. SCOની સ્થાપના 2001માં થઈ હતી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) એક પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના 2001માં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી. બાદમાં 2017માં ભારત અને પાકિસ્તાન તેના સભ્ય બન્યા અને 2023માં ઈરાન પણ સભ્ય બન્યું. SCOનો ઉદ્દેશ સભ્યદેશો વચ્ચે સુરક્ષા, આર્થિક અને રાજકીય સહયોગ વધારવાનો છે. આ સંગઠન આતંકવાદ, ઉગ્રવાદ, ડ્રગ હેરફેર અને સાયબર ક્રાઈમ જેવા મુદ્દાઓ પર એક સામાન્ય વ્યૂહરચના ઘડે છે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow