નિષ્ણાંતે કહ્યું- ઉત્તરાખંડના ધરાલીમાં વાદળ ફાટવાનો કોઈ ડેટા નથી:ત્યાં ફક્ત 27 mm વરસાદ નોંધાયો; ગઈકાલે પૂરમાં ગામ ધોવાયું, 5 લોકોના મોત, 100 ગુમ

ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામમાં થયેલી આ દુર્ઘટના પાછળ વાદળ ફાટવાનું કારણ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ હવામાન વિભાગ (IMD)ના વૈજ્ઞાનિક રોહિત થાપલિયાલે જણાવ્યું હતું કે, અમારી પાસે વાદળ ફાટવાનો કોઈ ડેટા નથી. થાપલિયાલે જણાવ્યું હતું કે, વાદળ ફાટવાની ઘટના ત્યારે થાય છે જ્યારે એક કલાક કે તેથી ઓછા સમયમાં 20થી 30 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં અચાનક 100 મીમી કે તેથી વધુ વરસાદ પડે છે, પરંતુ 6 ઓગસ્ટે ઉત્તરકાશીમાં માત્ર 27 મીમી વરસાદ નોંધાયો હતો, જે ખૂબ જ ઓછો છે. અહીં, આ દુર્ઘટનાના 24 કલાક પછી પણ ધરાલી, હર્ષિલ અને સુખી ટોપના અસરગ્રસ્ત વિસ્તારોમાં શોધખોળ ચાલી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોનાં મોત થયા છે. 100થી વધુ લોકો ગુમ છે. SDRF, NDRF, ITBP અને સેના બચાવ કાર્યમાં રોકાયેલા છે. ITBPના પ્રવક્તા કમલેશ કમલે જણાવ્યું હતું કે, 400થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 100થી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે. 11 ગુમ થયેલા સૈન્ય કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે. બુધવારે સવારે પીએમ મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી. ત્યારબાદ ધામીએ ધરાલી અને અન્ય સ્થળોનો હવાઈ સર્વે કર્યો. તેમણે બચાવ કામગીરી અંગે અધિકારીઓ સાથે બેઠક પણ યોજી. ગંગોત્રી યાત્રાળુઓ માટે મુખ્ય સ્ટોપ ધરાલી ગામના બજાર, ઘરો, હોટલો પર્વતો પરથી ખીર ગંગા નદીમાં વહેતા કાટમાળથી ધોવાઈ ગયા, આ વિનાશ ફક્ત 34 સેકન્ડમાં થયો. મેપ પરથી સમજો ઘટનાસ્થળ વિશે ઉત્તરાખંડ વિશે વધુ અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો...

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow