વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના 11 જિલ્લાને સૌની યોજનાનું પાણી અપાશે:ખેતીમાં વીજળી પણ 8ના બદલે 10 કલાક અપાશે, ખેડૂતો માટે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા રાજ્ય સરકારે પાણી અને વીજળીને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. ખેતીમાં વીજળી 8ના બદલે 10 કલાક અને સૌની યોજનાથી પાણી પહોંચાડવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. વરસાદ ખેંચાતા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય સૌરાષ્ટ્રમાં આ વર્ષે શરૂઆતી વરસાદ સારો વરસી ચૂક્યો છે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પણ પાણીની ભરપૂર આવક હોય સૌરાષ્ટ્ર વિસ્તારમાં પાણીની જરુરિયાતને પહોંચી વળવા માટે સૌની યોજનાથી પાણી આપવાનો રાજ્ય સરાકાર દ્વારા આયોજન કરાયું છે.સુજલામ સુફલામ યોજના અંતર્ગત પણ પાણી આપવાનો નિર્ણય કરાયો છે. આઠ કલાકના બદલે 10 કલાક વીજળી આપવાની જાહેરાત સૌરાષ્ટ્રમાં હાલ વરસાદ ખેંચાતા ખેડૂતોએ પિયત માટે વીજળીની વધુ જરુરિયાત રહેશે. તેને જોતા રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં 8 ના બદલે 10 કલાક વીજળી આપવાનો પણ મહત્વનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આ વર્ષે 11 વર્ષની સરેરાશ કરતા ઓછો વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનને દોઢ મહિનાનો સમય વિતી ચૂક્યો છે. 1 ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સરેરાશ 17 ઈંચ જ્યારે કચ્છમાં 12 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. હાલ મોટાભાગના જિલ્લાઓમાં મેઘવિરામ છે. 1 ઓગસ્ટ સુધીમાં છેલ્લા 11 વર્ષમાં વરસેલા સરેરાશ વરસાદ કરતા આ વર્ષે ઓછો વરસાદ વરસ્યો છે. જો કે, હજી ચોમાસું બાકી હોય આ ખાધ પૂરી થવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ ઓછો છે પણ સૌરાષ્ટ્ર કચ્છના ડેમમાં ગત વર્ષ કરતા જળસંગ્રહ વધુ થયો છે. સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લામાં 1 ઓગસ્ટ સુધીમાં વરસેલા વરસાદની અને ડેમની સ્થિતિ કેવી છે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ. (સંપૂર્ણ સમાચાર વાંચો)

What's Your Reaction?






