Editor's View: ટ્રમ્પની ધમકી ને મોદીની સ્ટ્રેટેજી:પ્લાન-B સાથે ડોભાલ મોસ્કો પહોંચ્યા, હવે શું નવાજૂની થશે? જાણો ભારત, રશિયા અને અમેરિકાની થ્રી એંગલ ડિપ્લોમસી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહેલું કે, ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે તે બંધ કરી દે નહિતર ભારત પર મોટો ટેરિફ ઠોકી દેશું. ટ્રમ્પે ફરી ધમકી આપી કે ટેરિફ વધારે લગાવીશું. ટ્રમ્પે કર્યું પણ એવું જ. ભારત પર 50% ટેરિફ લાદી દીધો. 27 ઓગસ્ટથી લાગૂ થશે. ટ્રમ્પની ટેરિફ ધમકીનો ભારતે પણ વળતો જવાબ આપી દીધો કે, અમારું તો એક વાંકું... આપના તો અઢાર છે... ફટાકડાનાં રોકેટની જેમ આડા ફાટેલા ટ્રમ્પને સીધા કરવા ભારત હવે રશિયા સાથે ચોકઠાં ગોઠવી રહ્યું છે. ડિપ્લોમેટિક સ્ટ્રેટેજીના ભાગરૂપે ભારતના NSA અજીત ડોભાલ રશિયા પહોંચી ગયા છે. ટૂંક સમયમાં વિદેશમંત્રી એસ.જયશંકર પણ રશિયા જવાના છે. ભારત, રશિયા અને અમેરિકાની થ્રિ-એંગલ ડિપ્લોમસીની આજે વાત કરીએ... નમસ્કાર, આમ જુઓ તો આ ભારત-અમેરિકા વચ્ચે તણાવ નથી. આ ડખો મોદી અને ટ્રમ્પ વચ્ચેનો છે. જ્યારે જ્યારે મોદી ટ્રમ્પનું માન્યા નથી ત્યારે ત્યારે ટ્રમ્પને પેટમાં ચૂંક ઉપડી છે. જ્યારે ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા ને પ્રચાર કરી રહ્યા હતા ત્યારે મોદી અમેરિકા ગયા પણ ટ્રમ્પને મળ્યા નહિ. એ વાતનો ખટકો હજી યે ટ્રમ્પને છે. બીજું, ટ્રમ્પે 32-32 વાર એવું કહ્યું છે કે મેં ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું. લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક લીટીમાં કહી દીધું કે દુનિયાના કોઈ દેશના કોઈ લીડરે સીઝફાયર કરાવ્યું નથી. આનાથી ટ્રમ્પની ડગળી વધારે છટકી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શું લખ્યું? 4 ઓગસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ટ્રમ્પે લખ્યું કે, ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ઓઈલ ખરીદીને ઊંચા ભાવે બીજાને વેચીને નફો કરે છે. ભારતને એ પરવા નથી કે રશિયાના હુમલાથી યુક્રેનમાં કેટલા લોકો જીવ ગુમાવી રહ્યા છે. એટલે હવે હું ભારત પર ટેરિફ વધારી દઈશ. 5 ઓગસ્ટે ફરીવાર ધમકી આપી. સ્ટીફન મિલરે શું કહ્યું? ટ્રમ્પના સલાહકાર સ્ટીફન મિલરે ફોક્સ ન્યૂઝ પર એવું કહ્યું હતું કે, ભારત અમેરિકા સાથે બરાબર વર્તન કરતું નથી. અમેરિકા પર સૌથી વધારે ટેરિફ લગાવે છે. ભારત અમેરિકાની ઈમિગ્રેશન પોલિસીનો ખોટો ફાયદો ઉઠાવે છે અને રશિયા પાસેથી ઓઈલ ખરીદીને યુક્રેન યુદ્ધમાં અપ્રત્યક્ષ રૂપે ફંડ આપે છે. ભારત પોતાને અમારો નજીકનો દોસ્ત ગણાવે છે પણ અમારી પ્રોડક્ટ ખરીદતું નથી. ભારત ઈમિગ્રેશનમાં ગરબડ કરે છે. આ અમેરિકાના લોકો માટે બહુ ખતરનાક છે અને રશિયા પાસેથી ઓઈલ પણ ખરીદે છે, જે સ્વિકાર્ય નથી. ભારતે અમેરિકાને જડબાંતોડ જવાબ આપ્યો ભારતને વારંવાર આંટીમાં લેતા ટ્રમ્પે ફરીવાર ભારત પર ટેરિફ વધારી દેવાની ધમકી આપી હતી. ટ્રમ્પ ભારત પર ભડકેલા છે. આમ તો મોદી પર વધારે ભડકેલા છે. વારંવાર ભારતને દબાવવાની ધમકી આપ્યા પછી ભારતના વિદેશ મંત્રાલયે મૌન તોડ્યું છે ને ટ્રમ્પને જવાબ આપી દીધો છે. ભારતે એવું કહી દીધું કે, તમે અમને ના પાડો છો કે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું નહિ, તો તમે કેમ રશિયા પાસેથી બીજી વસ્તુઓ ખરીદો છો? અમે એ બધું જ કરીશું, જેમાં ભારતનું હિત હોય. ભારતના નિવેદનના 7 મહત્વપૂર્ણ મુદ્દા... ટ્રમ્પને સવાલ પૂછ્યો તો ગોળગોળ જવાબ આપી દીધો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર પરિષદ કરી. તેમાં એક મહિલા પત્રકારે એવો પ્રશ્ન પૂછી લીધો જે ભારતના દરેક લોકોના મનમાં હશે. પત્રકારે પૂછ્યું કે, ભારતે કહ્યું છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ, કેમિકલ્સ અને ખાતર ખરીદે છે. જ્યારે એ જ અમેરિકા ભારતની રશિયા પાસેથી એનર્જી ખરીદવાની વાતની ટીકા કરે છે. આના પર તમારો શું જવાબ છે? ટ્રમ્પ લુચ્ચું હસ્યા ને ડિપ્લોમેટિક જવાબ આપી દીધો કે, આની મને કાંઈ ખબર નથી. મારે તપાસ કરાવવી પડશે. એ પછી તમને આનો જવાબ આપીશું. Next Question... આટલું બોલીને પ્રશ્નનો છેદ ઉડાડી દીધો. હવે 9 સવાલ-જવાબમાં જાણો રશિયા, અમેરિકા, ભારત અને ક્રૂડ ઓઈલનો મામલો શું છે... સવાલ 1: શું પશ્ચિમી દેશોએ રશિયન ઓઈલ પર પ્રતિબંધ મૂક્યો છે? જવાબ: ના, બિલકુલ નહીં. ઈરાની અથવા વેનેઝુએલાના ઓઈલની જેમ રશિયન ઓઈલ પર કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધને બદલે G7 દેશો અથવા EUએ તેના પર પ્રાઈસ કેપ (ભાવ બાંધણું) લાદી છે. આ કારણે રશિયાનું ઓઈલ માર્કેટમાં ઉપલબ્ધ તો છે પણ તેમાંથી રશિયાની કમાણી સિમિત થઈ જાય છે. ભારત આ ભાવ બાંધણાંનું પાલન કરે છે. સવાલ 2: ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદી રહ્યું છે, તો પછી શા માટે હોબાળો થઈ રહ્યો છે? જવાબ: કારણ કે આ પશ્ચિમી દેશો ઇચ્છે છે કે યુક્રેનમાં રશિયાના સતત ચાલી રહેલા યુદ્ધનો દોષ ભારત પર આવે, જ્યારે પોતે રશિયા પાસેથી શાંતિથી ઓઈલ ખરીદતા રહે. સવાલ 3: રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ કોણ ખરીદે છે? જવાબ : ડિસેમ્બર 2022 થી જુલાઈ 2025 સુધી ચીને રશિયા પાસેથી સૌથી વધુ ખરીદી કરી છે. ભારત તેની પાસેથી ખરીદી કરનાર એકમાત્ર દેશ નથી અને ભારત સૌથી મોટો ખરીદાર તો નથી જ. સવાલ 4: શું ભારત રશિયન ગેસનો સૌથી મોટો ખરીદાર છે? જવાબ: જરાપણ નહીં. યુરોપિયન યુનિયન રશિયા પાસેથી ગેસનો નંબર વન ખરીદાર છે. જૂન 2025માં આ યુનિયનના દેશોએ 1.2 બિલિયન યુરોથી વધુની ખરીદી કરી છે. આમાં મુખ્ય ખરીદારો ફ્રાન્સ, હંગેરી, નેધરલેન્ડ અને સ્લોવાકિયા છે. સવાલ 5: ભારત રશિયા પાસેથી કેટલી પેટ્રોલિયમ પેદાશો ખરીદે છે? જવાબ : ના. ભારત રશિયા પાસેથી રિફાઇન્ડ ઓઈલ ખરીદતું નથી. પરંતુ તુર્કી (જે નાટો સભ્ય છે) તેમાંથી 26% ખરીદે છે. ચીન અને બ્રાઝિલ પણ રશિયા પાસેથી પેટ્રોલિયમ પેદાશોના મુખ્ય ખરીદારો છે. ભારત રશિયા પાસેથી કોઈ પેટ્રોલિયમ પેદાશો ખરીદતું નથી. માત્ર ક્રૂડ ઓઈલ ખરીદે છે. સવાલ 6 : શું ભારત ગ્લોબલ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યું છે? જવાબ : ના. ભારત રશિયન સરકારી સંસ્થાઓ પાસેથી સીધું નહીં પણ આંતરરાષ્ટ્રીય વેપારીઓ મારફત રશિયન ઓઈલ ખરીદે છે. ભારત G7 દ્વારા લાદવામાં આવેલી કિંમત મર્યાદાથી નીચે રહે છે, કાનૂની શિપિંગ અને પોલિસીનો ઉપયોગ કરે છે. તમામ વૈશ્વિક ધોરણોનું પાલન કરે છે. એટલે કે, બધું કાયદેસર છે. દરેક નિયમ અને કાયદાનું પાલન કરવામાં આવે છે. સવાલ 7: જો ભારત આજે રશિયન ઓઈલ ખરીદવાનું બંધ કરી દે તો શું થાય? જવાબ : ઓઈલના ભાવ પ્રતિ બેરલ 200 ડોલરથી વધારે જઈ શકે છે. આ ફક્ત ભારત માટે ખ

What's Your Reaction?






