માર્ગ-મકાન વિભાગ પાસે સરકારી કચેરીને ફાળવવા જગ્યા નથી:મહિલા અને બાળ કચેરીના કર્મચારીઓ રઝળતા થયા; વિધવા પેન્શન સહિતના 100થી વધુ લાભાર્થીઓ પરેશાન

અમદાવાદ શહેરમાં સરકારી તંત્રની બેદરકારીના કારણે એક અજીબોગરીબ પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ સહિત અધિકારીઓ રસ્તે રઝળતા થયા છે. આંબાવાડી સ્થિત પોલીટેકનીક કમ્પાઉન્ડમાં આવેલી તેમની કચેરી જોખમી જાહેર થતાં તેને ખાલી કરાવી દેવામાં આવી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ પાસે તેમને ફાળવવા માટે વૈકલ્પિક જગ્યા જ નથી. પરિણામે, આ કચેરીનું સરનામું જ અદૃશ્ય થઈ ગયું છે. વિધવા પેન્શન, વ્હાલી દીકરી યોજના અને ઘરેલુ હિંસા જેવી કુલ 18 પ્રકારની યોજનાઓ માટે દરરોજ આવતા અંદાજે 100 જેટલા નાગરિકો ધક્કા ખાઈ રહ્યા છે અને તેમના કામો અટકી પડ્યા છે. સરકારી કચેરીના કર્મચારીઓ રસ્તે રઝળતાં કેમ થયા તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે પોલીટેકનીક ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીઓ તેમ જ આ કચેરીઓને ખાલી કરવાની નોટિસ ફટકારનાર નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. પોલીટેકનીકમાં આવેલી કચેરીઓના બિલ્ડીંગો ખખડધજ ગાંધીનગરમાં આવેલું સચિવાલય એક સમયે 1957માં સ્થાપાયેલી પોલીટેકનીકમાં ચાલતું હતું. જે જૂના સચિવાલય તરીકે ઓળખાતું હતું. આ પોલીટેકનીકમાં વિવિધ સરકારી કચેરીઓ તેમ જ પોલીટેકનીક આવેલી હતી. આ પોલીટેકનીકમાં આવેલી કચેરીઓના બિલ્ડીંગોને બેરેક નંબર 1થી 5 અપાયેલાં છે. આ પાંચ બેરેકમાં વિવિધ કચેરીઓ વર્ષો સુધી ચાલતી હતી, પરંતુ સમયની સાથે આ બિલ્ડીંગો જર્જરિત હાલતમાં મૂકાઇ હતી. જેથી નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી દ્વારા 2022થી તમામ બેરેકનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં બિલ્ડીંગો ખખડધજ થઇ ગઇ હોવાથી જોખમી હોવાનો રિપોર્ટ આવતો ગયો તેમ તેમ નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી દ્વારા એક પછી એક કચેરીઓને મકાનો ખાલી કરવા નોટિસો પાઠવવામાં આવી હતી. મસમોટા લાલ અક્ષરોમાં સૂચના જારી કરવામાં આવી હતી ત્યાં સુધી કે બેરેકની બહાર ખુલ્લી જગ્યામાં જાહેર ચેતવણીના નેજા હેઠળ ભયજનક મકાનમાં કોઇએ પ્રવેશ કરવો નહીં તેવા મસમોટા લાલ અક્ષરોમાં સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિસોના પગલે તબક્કાવાર એક પછી એક નાયબ પશુપાલ નિયામકની કચેરી, હોસ્ટેલ બિલ્ડીંગ, સબ રજિસ્ટ્રારની કચેરી ( દસ્તાવેજ નોંધણી ) બાદ માહિતી ખાતાની કચેરી ખાલી થઇ જવા પામી હતી. રાજયના માહિતી અને પ્રસારણ વિભાગ અંતર્ગત આ માહિતી ખાતાની અમદાવાદ સ્થિત પ્રાદેશિક માહિતી કચેરીને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી જિલ્લા પુસ્તકાલય બિલ્ડીંગ, વસાહત માર્ગ, વસ્ત્રાપુર ખાતે જગ્યા ફાળવવામાં આવતાં ત્યાં ખસેડવામાં આવી હતી. જગ્યા ફાળવવા નોટિસ આપી પણ જગ્યા ન ફાળવી ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીને મહિલા અને બાળ વિભાગના સચિવ તરફથી સૂચના આપતાં 18મી જુલાઇના રોજ ખાલી કરી દેવામાં આવી હતી. આ અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા અમદાવાદ શહેર ( માર્ગ અને મકાન વિભાગ ) વર્તુળના અધિક ઇજનેરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, માત્ર લાભાર્થીઓને જવાબ પાઠવી શકાય તે સારું નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ ખાતેના દિવ્યાંગ (અસ્થિર) બહેનોનું ગૃહ હોવાથી ત્યાં કચેરીના કર્મચારીઓ તથા અધિકારીઓના જીવને જોખમ ન થાય તે સારું હાલ પુરતું તબદીલ કરવામાં આવે છે. આ નોટિસના પગલે સપ્ટેમ્બર-2024માં જ અન્ય જગ્યા ફાળવવા પત્ર લખ્યો હતો, પરંતુ આજદિન સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. 18 પ્રકારની યોજનાઓની અલીકરણની કામગીરી અટકી ગઇ આ કચેરીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરુપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ડીઆરઆઇ ( ઘરેલું હિંસા ધારા ) માટે આવતાં હિંસાગ્રસ્ત બહેનો વગેરે 18 પ્રકારની યોજનાઓની અલીકરણની કામગીરી હાલ અટકી ગઇ છે. જેને ધ્યાનમાં રાખી કચેરી માટે ગિરધરનગર બહુમાળી ભવન બ્લોક નં.1ના પહેલાં માળે રોજગાર કચેરીને ફાળવવામાં આવેલા મોડલ કેરીયર સેન્ટર, અમદાવાદની જગ્યા અથવા સીઆઇડી ક્રાઇમને બ્લોક નં.એ ના ચોથા માળે ફાળવવામાં આવેલી જગ્યા હાલમાં વણવપરાશમાં હોવાથી તે પૈકી કોઇપણ એક જગ્યા ફાળવી આપવા વિનંતી કરી હતી જેથી તમામ કર્મચારીઓનો સમાવેશ થઇ શકે. 'છેલ્લાં એક અઠવાડિયામાં ત્રીજીવાર ધક્કો ખાઇ ગયો છું' વ્હાલી દીકરીની યોજનામાં ફોર્મ ભરનારા અને ગોમતીપુર ગામમાં મહાદેવવાળી પોળમાં રહેતાં રામપાલ પ્રજાપતિએ જણાવ્યું કે, હું છેલ્લાં એક અઠવાડિયામાં ત્રીજીવાર ધક્કો ખાઇ ગયો છું. ફોર્મ ભર્યાને ઓછામાં ઓછાં ત્રણ મહિના થઇ ગયા. હું અહીંયા આવું છું પણ અહીંયા કોઇ હોતું જ નથી. હું આવું ત્યારે અહીંયા તાળું જ મારેલું હોય છે. કાગળ અલગ અને સ્ટાફ અલગ બેસતો હોવાથી કામ અટક્યા જ્યારે આ અંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા અધિકારી જીગરભાઇ જસાણીએ જણાવ્યું હતું કે, આ નોટિસના પગલે સપ્ટેમ્બર-2024માં જ અન્ય જગ્યા ફાળવવા પત્ર લખ્યો હતો, પરંતુ આજદિન સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. 17મી જુલાઇએ કચેરી ખાલી કરી ત્યારબાદ બીજા દિવસે એટલે કે 18મી જુલાઇના રોજ નવી કચેરીની જગ્યા ફાળવવા માટે અધિક્ષક ઇજનેર કક્ષાએ દરખાસ્ત કરી છે. એકાંતરે પત્ર લખીએ છીએ, જે હાલ પેન્ડીંગ છે. હાલ અમે જગ્યા નહીં હોવાથી ઓફિસના કાગળો જૂની ઓફિસમાં જ મુકી રાખ્યા છે. પણ સ્ટાફ અલગ અલગ જગ્યાએ બેસે છે, પરંતુ કાગળ નહીં હોવાથી કામ થઇ શકતું નથી. અમારા અન્યત્ર જગ્યા મેળવવા માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. ગુજરાત સરકાર નોંધણી વિભાગે નવી જગ્યાની માગણી કરી આ ઉપરાંત બેરેક નં. 5માં ગુજરાત સરકાર નોંધણી વિભાગ આવેલો છે. આ વિભાગના ઇન્ચાર્જ સબ રજિસ્ટ્રાર વિજયભાઇ ચૌધરીએ જણાવ્યું કે, 2019-20માં અમે આ બિલ્ડીંગમાં 80 લાખનો ખર્ચ કરીને રિનોવેશન કરાવ્યું હતું. બોપલમાં નવી ઓફિસ બનવાની છે, જગ્યા મંજૂર થઇ ગઇ છે. ખાલી કરવા નોટિસ આપી છે, પરંતુ અમે નવી જગ્યાની માંગણી કરી છે. હજુ સુધી ફાળવી નથી. જેથી અમારી ઓફિસ અહીંયા હાલ ચાલુ છે. વસ્ત્રાપુર કવાર્ટસમાં પહેલાં માળે આપેલી જગ્યા અનુકુળ નથી જયારે બેરેક નં. 2માં ચાલતી મદદનીશ બાગાયત નિયામકની કચેરી પણ ચાલુ છે. તાલીમ અને ખાતર, બિયારણ, કીચન ગાર્ડન માટે લોકો અહીંયા આવતાં હોય છે. રિ

Aug 5, 2025 - 16:48
 0
માર્ગ-મકાન વિભાગ પાસે સરકારી કચેરીને ફાળવવા જગ્યા નથી:મહિલા અને બાળ કચેરીના કર્મચારીઓ રઝળતા થયા; વિધવા પેન્શન સહિતના 100થી વધુ લાભાર્થીઓ પરેશાન
અમદાવાદ શહેરમાં સરકારી તંત્રની બેદરકારીના કારણે એક અજીબોગરીબ પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ સહિત અધિકારીઓ રસ્તે રઝળતા થયા છે. આંબાવાડી સ્થિત પોલીટેકનીક કમ્પાઉન્ડમાં આવેલી તેમની કચેરી જોખમી જાહેર થતાં તેને ખાલી કરાવી દેવામાં આવી છે, પરંતુ માર્ગ અને મકાન વિભાગ પાસે તેમને ફાળવવા માટે વૈકલ્પિક જગ્યા જ નથી. પરિણામે, આ કચેરીનું સરનામું જ અદૃશ્ય થઈ ગયું છે. વિધવા પેન્શન, વ્હાલી દીકરી યોજના અને ઘરેલુ હિંસા જેવી કુલ 18 પ્રકારની યોજનાઓ માટે દરરોજ આવતા અંદાજે 100 જેટલા નાગરિકો ધક્કા ખાઈ રહ્યા છે અને તેમના કામો અટકી પડ્યા છે. સરકારી કચેરીના કર્મચારીઓ રસ્તે રઝળતાં કેમ થયા તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે પોલીટેકનીક ખાતે આવેલી વિવિધ સરકારી કચેરીઓ તેમ જ આ કચેરીઓને ખાલી કરવાની નોટિસ ફટકારનાર નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. પોલીટેકનીકમાં આવેલી કચેરીઓના બિલ્ડીંગો ખખડધજ ગાંધીનગરમાં આવેલું સચિવાલય એક સમયે 1957માં સ્થાપાયેલી પોલીટેકનીકમાં ચાલતું હતું. જે જૂના સચિવાલય તરીકે ઓળખાતું હતું. આ પોલીટેકનીકમાં વિવિધ સરકારી કચેરીઓ તેમ જ પોલીટેકનીક આવેલી હતી. આ પોલીટેકનીકમાં આવેલી કચેરીઓના બિલ્ડીંગોને બેરેક નંબર 1થી 5 અપાયેલાં છે. આ પાંચ બેરેકમાં વિવિધ કચેરીઓ વર્ષો સુધી ચાલતી હતી, પરંતુ સમયની સાથે આ બિલ્ડીંગો જર્જરિત હાલતમાં મૂકાઇ હતી. જેથી નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી દ્વારા 2022થી તમામ બેરેકનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં બિલ્ડીંગો ખખડધજ થઇ ગઇ હોવાથી જોખમી હોવાનો રિપોર્ટ આવતો ગયો તેમ તેમ નાયબ કાર્યપાલક ઇજનેર કચેરી દ્વારા એક પછી એક કચેરીઓને મકાનો ખાલી કરવા નોટિસો પાઠવવામાં આવી હતી. મસમોટા લાલ અક્ષરોમાં સૂચના જારી કરવામાં આવી હતી ત્યાં સુધી કે બેરેકની બહાર ખુલ્લી જગ્યામાં જાહેર ચેતવણીના નેજા હેઠળ ભયજનક મકાનમાં કોઇએ પ્રવેશ કરવો નહીં તેવા મસમોટા લાલ અક્ષરોમાં સૂચના જારી કરવામાં આવી હતી. આ નોટિસોના પગલે તબક્કાવાર એક પછી એક નાયબ પશુપાલ નિયામકની કચેરી, હોસ્ટેલ બિલ્ડીંગ, સબ રજિસ્ટ્રારની કચેરી ( દસ્તાવેજ નોંધણી ) બાદ માહિતી ખાતાની કચેરી ખાલી થઇ જવા પામી હતી. રાજયના માહિતી અને પ્રસારણ વિભાગ અંતર્ગત આ માહિતી ખાતાની અમદાવાદ સ્થિત પ્રાદેશિક માહિતી કચેરીને વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સરકારી જિલ્લા પુસ્તકાલય બિલ્ડીંગ, વસાહત માર્ગ, વસ્ત્રાપુર ખાતે જગ્યા ફાળવવામાં આવતાં ત્યાં ખસેડવામાં આવી હતી. જગ્યા ફાળવવા નોટિસ આપી પણ જગ્યા ન ફાળવી ત્યારબાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીને મહિલા અને બાળ વિભાગના સચિવ તરફથી સૂચના આપતાં 18મી જુલાઇના રોજ ખાલી કરી દેવામાં આવી હતી. આ અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા અમદાવાદ શહેર ( માર્ગ અને મકાન વિભાગ ) વર્તુળના અધિક ઇજનેરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, માત્ર લાભાર્થીઓને જવાબ પાઠવી શકાય તે સારું નારી સંરક્ષણ ગૃહ, ઓઢવ ખાતેના દિવ્યાંગ (અસ્થિર) બહેનોનું ગૃહ હોવાથી ત્યાં કચેરીના કર્મચારીઓ તથા અધિકારીઓના જીવને જોખમ ન થાય તે સારું હાલ પુરતું તબદીલ કરવામાં આવે છે. આ નોટિસના પગલે સપ્ટેમ્બર-2024માં જ અન્ય જગ્યા ફાળવવા પત્ર લખ્યો હતો, પરંતુ આજદિન સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. 18 પ્રકારની યોજનાઓની અલીકરણની કામગીરી અટકી ગઇ આ કચેરીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરુપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ડીઆરઆઇ ( ઘરેલું હિંસા ધારા ) માટે આવતાં હિંસાગ્રસ્ત બહેનો વગેરે 18 પ્રકારની યોજનાઓની અલીકરણની કામગીરી હાલ અટકી ગઇ છે. જેને ધ્યાનમાં રાખી કચેરી માટે ગિરધરનગર બહુમાળી ભવન બ્લોક નં.1ના પહેલાં માળે રોજગાર કચેરીને ફાળવવામાં આવેલા મોડલ કેરીયર સેન્ટર, અમદાવાદની જગ્યા અથવા સીઆઇડી ક્રાઇમને બ્લોક નં.એ ના ચોથા માળે ફાળવવામાં આવેલી જગ્યા હાલમાં વણવપરાશમાં હોવાથી તે પૈકી કોઇપણ એક જગ્યા ફાળવી આપવા વિનંતી કરી હતી જેથી તમામ કર્મચારીઓનો સમાવેશ થઇ શકે. 'છેલ્લાં એક અઠવાડિયામાં ત્રીજીવાર ધક્કો ખાઇ ગયો છું' વ્હાલી દીકરીની યોજનામાં ફોર્મ ભરનારા અને ગોમતીપુર ગામમાં મહાદેવવાળી પોળમાં રહેતાં રામપાલ પ્રજાપતિએ જણાવ્યું કે, હું છેલ્લાં એક અઠવાડિયામાં ત્રીજીવાર ધક્કો ખાઇ ગયો છું. ફોર્મ ભર્યાને ઓછામાં ઓછાં ત્રણ મહિના થઇ ગયા. હું અહીંયા આવું છું પણ અહીંયા કોઇ હોતું જ નથી. હું આવું ત્યારે અહીંયા તાળું જ મારેલું હોય છે. કાગળ અલગ અને સ્ટાફ અલગ બેસતો હોવાથી કામ અટક્યા જ્યારે આ અંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના જિલ્લા અધિકારી જીગરભાઇ જસાણીએ જણાવ્યું હતું કે, આ નોટિસના પગલે સપ્ટેમ્બર-2024માં જ અન્ય જગ્યા ફાળવવા પત્ર લખ્યો હતો, પરંતુ આજદિન સુધી જગ્યા ફાળવવામાં આવી નથી. 17મી જુલાઇએ કચેરી ખાલી કરી ત્યારબાદ બીજા દિવસે એટલે કે 18મી જુલાઇના રોજ નવી કચેરીની જગ્યા ફાળવવા માટે અધિક્ષક ઇજનેર કક્ષાએ દરખાસ્ત કરી છે. એકાંતરે પત્ર લખીએ છીએ, જે હાલ પેન્ડીંગ છે. હાલ અમે જગ્યા નહીં હોવાથી ઓફિસના કાગળો જૂની ઓફિસમાં જ મુકી રાખ્યા છે. પણ સ્ટાફ અલગ અલગ જગ્યાએ બેસે છે, પરંતુ કાગળ નહીં હોવાથી કામ થઇ શકતું નથી. અમારા અન્યત્ર જગ્યા મેળવવા માટેના અમારા પ્રયત્નો ચાલુ છે. ગુજરાત સરકાર નોંધણી વિભાગે નવી જગ્યાની માગણી કરી આ ઉપરાંત બેરેક નં. 5માં ગુજરાત સરકાર નોંધણી વિભાગ આવેલો છે. આ વિભાગના ઇન્ચાર્જ સબ રજિસ્ટ્રાર વિજયભાઇ ચૌધરીએ જણાવ્યું કે, 2019-20માં અમે આ બિલ્ડીંગમાં 80 લાખનો ખર્ચ કરીને રિનોવેશન કરાવ્યું હતું. બોપલમાં નવી ઓફિસ બનવાની છે, જગ્યા મંજૂર થઇ ગઇ છે. ખાલી કરવા નોટિસ આપી છે, પરંતુ અમે નવી જગ્યાની માંગણી કરી છે. હજુ સુધી ફાળવી નથી. જેથી અમારી ઓફિસ અહીંયા હાલ ચાલુ છે. વસ્ત્રાપુર કવાર્ટસમાં પહેલાં માળે આપેલી જગ્યા અનુકુળ નથી જયારે બેરેક નં. 2માં ચાલતી મદદનીશ બાગાયત નિયામકની કચેરી પણ ચાલુ છે. તાલીમ અને ખાતર, બિયારણ, કીચન ગાર્ડન માટે લોકો અહીંયા આવતાં હોય છે. રિનોવેશન કરાવેલું છે. નાયબ કાર્યપાલક ઇજનેર કચેરીનો સ્ટાફ અહીંયા આવીને ચેક કરી ગયા હતા. યોગ્ય છે છતાં નોટિસ આપે છે. સામે જગ્યા વસ્ત્રાપુર કવાર્ટસમાં પહેલાં માળે આપે છે, પરંતુ આંબળા, કેરીના ડબ્બાં, કેચઅપ વગેરેનો રસ કાઢવાના અમારી પાસે મશીન છે અને અહીંયા બધાના તાલીમ વર્ગો પણ ચાલે છે. જેથી તે જગ્યા અમારી માટે અનુકુળ નથી અને સ્ટાફના જણાવ્યા અનુસાર 2022માં 14 લાખના ખર્ચે આ કચેરીમાં રિનોવેશન કરાવવામાં આવ્યું હતું. જેથી અત્યારે કોઇ પ્રશ્ન નથી. પોસ્ટ ઓફિસમાં 5 હજારથી વધુ લોકોના ખાતાં આ ઉપરાંત બેરેક નં.2માં જ પોલીટેકનીક સબ પોસ્ટ ઓફિસ આવેલી છે અને હાલ આ પોસ્ટ ઓફિસ ચાલુ હતી. ત્યાં આંબાવાડી, આઝાદનગર, ગુલબાઇ ટેકરા, માણેકબાગ સહિતના વિસ્તારોની ટપાલોથી માંડીને તેમની એફ.ડી, વગેરેનું કાર્ય રાબેતામુજબ ચાલે છે. અહીંયા 5 હજારથી વધુ લોકોના ખાતાં છે. જેથી આ વિસ્તારમાંથી ઓફિસ અન્યત્ર ખસેડવી મુશ્કેલ છે. આ જ વિસ્તારમાં પોસ્ટ ઓફિસ ચાલુ કરવી પડે. જેથી આ અંગે સીનીયર સુપ્રિટન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસમાં જાણ કરી છે. આ વિસ્તારમાં જગ્યા શોધી રહ્યાં છે તે મળી જતાં તેઓ પોસ્ટ ઓફિસ ખાલી કરશે. વિધાનસભાની ઓફિસને કલેક્ટર કચેરીમાં રૂમ ફાળવાયો જયારે બેરેક નં.4માં દાણીલીમડા વિધાનસભાની ઓફિસ આવેલી છે. આ ઓફિસને પણ 2022માં નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 2022માં વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણીનું કામ ચાલુ હોવાથી ખસેડી નથી. અહીંયા મતદારના નામમાં સુધારા, નવા નામ દાખલ કરાવવા વગેરે કામ માટે પહેલાં 40 જેટલાં લોકો રોજ આવતાં હતા, પરંતુ આ કામ ઓનલાઇન થઇ ગયું હોવાથી હાલ માંડ 5-6 જણાં આવે છે. ચૂંટણી દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલાં 70-75 લોકોની અવરજવર રહે છે. બાકી આ ઓફિસનો સ્ટાફ 10-12 જણાંનો છે. સ્ટેમ્પ ડયૂટી અધિકારીની બચત ભવનમાં જગ્યા આપી છે અને તેમને કલેક્ટર કચેરીમાં જ રૂમ ફાળવવામાં આવ્યો છે. ત્યાં હાલ કામ ચાલી રહ્યું હોવાથી ટૂંક સમયમાં આ ઓફિસ ખસેડી લેવામાં આવશે. '2022થી તબક્કાવાર કચેરીઓને ખાલી કરવા નોટિસો આપીએ છીએ' વસ્ત્રાપુર બહુમાળી બિલ્ડીંગમાં આવેલી નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, પોલીટેકનીકમાં બેરેક નં. 1થી 5 આવેલાં છે. આ બેરેકમાં આવેલી ઓફિસોનો સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં બિલ્ડીંગ જૂની હોવાથી જર્જરિત હાલતમાં મૂકાયેલી છે. જેથી જોખમ હોવાથી અમે 2022થી તબક્કાવાર દરેક કચેરીને ખાલી કરવા નોટિસો આપી રહ્યાં છીએ. અમે જે તે કચેરીની હેડ ઓફિસને પણ જાણ કરેલી છે. અમારી પાસે સરકારી કચેરીઓને અન્યત્ર જગ્યા ફાળવવા માટે જગ્યા નથી. જેથી અમે વસ્ત્રાપુર કવાર્ટસમાં ઓફિસ માટે ઉચ્ચ કક્ષાએ જગ્યા ફાળવવા માટે દરખાસ્ત કરેલી છે. મંજૂરી મળતાં તે ફાળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીટેકનીકની જગ્યા ખાલી થઇ ગયા પછી ત્યાં બહુમાળી બિલ્ડીંગો ઊભા કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવશે. નોટિસમાં શું છે? નાયબ કાર્યપાલક ઇજનેર તરફથી પાઠવવામાં આવતી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, પોલીટેકનીક, અમદાવાદ ખાતે આવેલ બેરેક નં.1થી 5નું બિલ્ડીંગ તાંત્રિક રીતે ખૂબ જ જર્જરિત અને ભયજનક હાલતમાં છે. સદર બિલ્ડીંગના સ્લેબ, બીમ તથા કોલમમાં તિરાડો પડી ગયેલી છે. તથા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગના અનુસંધાનિત પત્ર દ્વારા બેરેક નં.1થી 5ને તોડી પાડવાની મંજૂરી મળી છે. અત્રેની વિભાગીય કચેરી દ્વારા તાત્કાલિક કચેરી ખસેડવા વારંવાર જણાવ્યા છતાં આજદિન સુધી કચેરી ખાલી કરવામાં આવી નથી. આ બાબતે સરકારમાંથી મળેલી સૂચના અનુસાર જર્જરિત મકાન હોવાથી જણાવવામાં આવે છે કે, પત્ર મળ્યાંના 3 દિવસમાં તાત્કાલિક કચેરી ખાલી કરવી. વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અત્રેની કચેરી હસ્તક ફાળવણી માટેની જગ્યા ઉપલબ્ધ ન હોવાથી તેમ જ ભયજનક મકાનમાં પોપડા પડવાની ઘટના બનતી હોવાથી જાનહાનિ તેમજ માલ-મિલકતને નુકસાન ન થાય તે અર્થે સલામતિના ભાગરૂપે આપની કક્ષાએથી જરૂરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપની કચેરી તાત્કાલિક ધોરણે ખસેડવા-ખાલી કરવા યોગ્ય ઘટિત કાર્યવાહી થઇ આવવા પુનઃ વિનંતી છે. જો ભવિષ્યમાં કોઇપણ પ્રકારની અઘટીત ઘટના બનવા પામશે તો તેની સંપૂર્ણ જવાબદારી આપની રહેશે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow