જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા:નવસારીમાં યોગાસન સ્પર્ધામાં 100 ખેલાડીએ યોગ કર્યા
ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના માર્ગદર્શન હેઠળ નવસારી યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા હેલ્થ સેન્ટર, નવસારી ખાતે યોગાસન સ્પર્ધા યોાજઇ હતી. જેમાં અલગ- અલગ કેટેગરીમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં આશરે 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા નવસારી જિલ્લા કોર્ડીનેટર સ્વીટીબેન કંટેસરિયા અને ડિસ્ટ્રિક્ટ યોગાસન કોમ્પિટિશન ડાયરેક્ટર સત્યમ કેસરવાની, કોમ્પિટિશન મેનેજર તેજલ ખત્રી અને પાર્થ કંસારાના નેતૃત્વમાં કરાવાઇ હતી. આ સ્પર્ધામાં ટેકનિકલ ઓફિસિયલ તરીકે અક્ષત પરમાર, આયુષ ઠાકોર, કલ્પેશ પ્રજાપતિ, કિંજલ વેઘડ અને સ્વાતિ પટેલ એ સેવા આપી હતી. આ સ્પર્ધાનું સફળ આયોજન ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન અને જનરલ સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન હેઠળ કરાયું હતું.

What's Your Reaction?






