ફ્લાય ઓવરનું કામ પૂરજોશમાં:હિંમતનગરમાં દુર્ગા ઓવરબ્રિજ 7 માસમાં તૈયાર થઇ જશે

હિંમતનગરમાં બની રહેલ બે ઓવરબ્રિજ પૈકી પોણા ત્રણ વર્ષથી બની રહેલ દુર્ગા ઓવરબ્રિજનું કામ અવારનવાર ઘોંચમાં પડતાં હાલાકીનો પર્યાય બની ગયેલ કામગીરી આગામી સાતેક મહિનામાં પૂર્ણ થઈ બ્રિજ તૈયાર થઈ જનાર હોવાના સારા સમાચાર મળી રહ્યા છે. હાર્ડ રોકને કારણે ખોદકામ થતું ન હોવાથી બ્રિજની ડિઝાઇન બદલવામાં આવી છે અને હાલમાં પૂર જોશમાં કામગીરી ચાલી રહી છે. શહેરના મહેતાપુરા અને દુર્ગા ફાટક આગળ બે ઓવરબ્રિજ બની રહ્યા છે એકમાં અવારનવાર વિયરના પાણીની સમસ્યા આવે છે. જ્યારે દુર્ગા ફાટક વાળા બ્રિજની કામગીરીમાં જમીનની નીચેનો હાર્ડ રોક ખોદકામ માટે સૌથી મોટો અવરોધ બની ગયો છે. આ બ્રિજ શહેરની વચ્ચે બની રહ્યો હોવાથી પોણા ત્રણ વર્ષથી રસ્તો બંધ થતાં શહેરીજનો અને આસપાસના વેપારીઓ, બેંકોમાં આવતા ગ્રાહકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. 18 કરોડના ખર્ચે બનનાર ઓવરબ્રિજ બનાવવાની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. પરંતુ પિયર ઉભા કરવા જરૂરી ખોદકામ લગભગ અશક્ય હોવાથી એજન્સીએ ત્રણ વખત કામ બંધ કરી દીધું હતું. જીયુડીસી દ્વારા લાંબા મંથન બાદ બ્રિજની ડિઝાઇન બદલવાનો નિર્ણય લેવાયો છે બ્રીજનું કામ અવારનવાર ખોરંભતા અવર-જવર અને ધંધા રોજગારને હાનિ પહોંચવા સહિત શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓના કામ પણ ખોરંભે પડ્યા છે. ફાટક નજીકથી સ્ટોર્મ વોટર લાઈન અને ગટર લાઈનની મેઈન લાઈનનું કામ કરવાનું છે. પરંતુ બ્રિજની કામગીરીને લઈ બંને મોટા પ્રોજેક્ટને બ્રેક લાગી હોવાનું અને અવારનવાર જીયુડીસીમાં ધ્યાન દોરવામાં આવ્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. જીયુડીસીના એન્જિનિયર હર્ષ રાવલે જણાવ્યું કે જમીનમાં હાર્ડ રોકને કારણે કામગીરીમાં અવારનવાર અવરોધ આવતો હતો જેને પગલે ડિઝાઇન સર્કલ દ્વારા બ્રિજની ડિઝાઇનમાં થોડો ફેરફાર કરાયો છે. કેટલાક હયાત બાંધકામ દૂર કરવા પડશે. જેની કાર્યવાહી તંત્ર દ્વારા કરાશે. બ્રિજના કુલ 19 પિયર ઉભા કરવાના છે તે પૈકી 9 બાકી છે 10 તૈયાર થઈ ગયા છે અને તેની પર ગડર ચડાવવાની કામગીરી પણ પ્રગતિમાં છે. ડિસેમ્બરમાં 90 ટકા કામગીરી પૂર્ણ થઈ જશે. જરૂરી જગ્યા ખુલ્લી કરવામાં કોઈ અવરોધ નહીં આવે તો ફેબ્રુઆરી, માર્ચ સુધીમાં બ્રિજ તૈયાર કરી આપી દેવાનું લક્ષાંક છે.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow