મને ખબર છે મોટી કિંમત ચૂકવવી પડશે...:પણ હું એના માટે તૈયાર છું, ભારત ક્યારેય ખેડૂતોનાં હિત સાથે સમાધાન નહીં કરે: મોદીનો ટ્રમ્પને સીધો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે આપણા ખેડૂતોનું કલ્યાણ અમારી પહેલી પ્રાથમિકતા છે. ભારત તેનાં ખેડૂતો, પશુપાલકો અને માછીમાર ભાઈ-બહેનોનાં હિત સાથે ક્યારેય સમજૂતી કરશે નહીં. મને ખબર છે કે મારે વ્યક્તિગત રીતે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે, પણ હું એના માટે તૈયાર છું. આજે ભારત મારા દેશના માછીમારો માટે, મારા દેશના પશુપાલકો માટે તૈયાર છે. ભારત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવોર સામે ઝૂકશે નહીં, ભારત તેના ખેડૂતોનાં હિત સાથે સમાધાન કરશે નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મેસેજ સીધો ટ્રમ્પને આપ્યો છે. પીએમ મોદીના આ નિવેદનને ટ્રમ્પ દ્વારા બમણા ટેરિફની જાહેરાત સાથે જોડવામાં આવી રહ્યું છે. આજથી એટલે કે 7 ઓગસ્ટથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે. 25% વધારાનો ટેરિફ 27 ઓગસ્ટથી લાગુ થશે. આ કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે. એની માગ ઘટી શકે છે. ત્યાંના આયાતકારો અન્ય દેશોમાંથી માલ મગાવી શકે છે. એગ્રીકલ્ચર અને ડેરી સેક્ટર પર મતભેદ, 5 મુદ્દા મોદીએ કહ્યું- મારે વ્યક્તિગત રીતે ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે, હું તૈયાર છું મોદીએ કહ્યું- સ્વામિનાથને દેશની ખાદ્ય સુરક્ષાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું પીએમ મોદીએ ગુરુવારે દિલ્હીમાં આયોજિત એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભાગ લીધો હતો. મોદીએ કહ્યું હતું કે કેટલાક વ્યક્તિત્વો એવા છે, જેમનું યોગદાન કોઈ એક યુગ કે કોઈ એક ક્ષેત્ર સુધી મર્યાદિત નથી. પ્રો. એમએસ સ્વામિનાથન આવા જ એક મહાન વૈજ્ઞાનિક હતા. તેમણે વિજ્ઞાનને જાહેર સેવાનું માધ્યમ બનાવ્યું. મોદીએ કહ્યું- સ્વામિનાથને દેશની ખાદ્ય સુરક્ષાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું. તેમણે એક એવી ચેતના જાગ્રત કરી, જે આવનારી સદીઓ સુધી ભારતની નીતિઓ અને પ્રાથમિકતાઓનું માર્ગદર્શન કરતી રહેશે. મોદીએ કહ્યું- હું વર્ષોથી સ્વામિનાથન સાથે જોડાયેલો હતો પીએમ મોદીએ વધુમાં હતું કે સ્વામિનાથન સાથે મારો સંબંધ ઘણાં વર્ષો જૂનો છે. ઘણા લોકો ગુજરાતની જૂની પરિસ્થિતિઓથી પરિચિત છે. પહેલાં દુષ્કાળ અને ચક્રવાતને કારણે ખેતી ઘણા સંકટનો સામનો કરી રહી હતી અને કચ્છમાં રણ વિસ્તરી રહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું, જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે અમે સોઇલ હેલ્થ કાર્ડ પર કામ શરૂ કર્યું. પ્રો. સ્વામિનાથને એમાં ઘણો રસ દાખવ્યો, તેમણે મુક્તપણે અમને સૂચનો આપ્યાં અને માર્ગદર્શન આપ્યું. તેમના યોગદાનને કારણે આ પહેલ ખૂબ જ સફળ રહી. મોદીએ કહ્યું- ખેડૂતોનાં હિત માટે ઘણી યોજનાઓ પીએમ કિસાન સન્માન નિધિ તરફથી મળેલી સીધી સહાયથી નાના ખેડૂતોમાં આત્મવિશ્વાસ આવ્યો છે. પીએમ પાક વીમા યોજનાએ ખેડૂતોને જોખમથી રક્ષણ આપ્યું છે. પીએમ કૃષિ સિંચાઈ યોજના દ્વારા સિંચાઈ સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવ્યું છે. 10 હજાર FPOની રચનાથી નાના ખેડૂતોની સંગઠિત શક્તિમાં વધારો થયો છે. e-NAM ના કારણે ખેડૂતો માટે તેમના ઉત્પાદનનું વેચાણ કરવું સરળ બન્યું છે. આ સમાચાર પણ વાંચો... મોદીએ કહ્યું, સરકાર મંત્રાલયોનું વાર્ષિક ભાડું ₹1500 કરોડ ચૂકવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હીમાં કર્તવ્ય પથ પર કર્તવ્ય ભવન-03 ઇમારતનું ઉદ્ઘાટન કર્યું. પીએમએ કહ્યું, ગૃહ મંત્રાલય 100 વર્ષથી એક જ ઇમારતમાં છે. કેટલાંક મંત્રાલયો ભાડાંની ઇમારતોમાં છે. વાર્ષિક 1500 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવવું પડે છે. સરકાર આના પર કેટલો ખર્ચ કરી રહી છે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow