સિંહ દિવસની ઉજવણી:જિલ્લાની 1600થી વધુ શિક્ષણ સંસ્થાઓમાં સિંહ દિવસની ઉજવણી

સાસણ વન્ય પ્રાણી વિભાગ દ્વારા સને 2016થી ગુજરાતના લાયન લેન્ડસ્કેપ વિસ્તારમાં 10 ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ આ ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.ભાવનગર જિલ્લામાં પણ અનોખી રીતે ઉજવણીનું આયોજન રેલીઓ સૂત્રોચાર અને વિડિયો ફિલ્મ મારફતે થાય તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા સંયોજક તખુભાઈ સાંડસુરે જણાવ્યું છે કે ભાવનગર જિલ્લાની 1629 શિક્ષણ સંસ્થાઓના 3,70,000થી પણ વધુ વિદ્યાર્થીઓ અને લોકો આ ઉજવણીનો હિસ્સો બનવાના છે. તે માટે જરૂરી સાહિત્ય વન વિભાગ દ્વારા શિક્ષણ સંસ્થાઓને પહોંચતું કરવામાં આવી રહ્યું છે. તા.5 ઓગસ્ટના વન પરિચય ખંડ વિક્ટોરિયા પાર્ક ખાતે ભાવનગર વન વિભાગના નાયબ વન સંરક્ષક યોગેશ દેસાઈ તથા શેત્રુંજય વન્ય ડિવિઝનના નાયબ વન સંરક્ષક ધનંજય સાધુના સંયુક્ત નેતૃત્વમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાભરના તાલુકા સંયોજકો, બ્લોક રિસોર્સ પર્સન અને શિક્ષણના અધિકારીઓ સાગરભાઇ પંડ્યા અને શાસનાધિકારી મુંજાલ બડમલિયા વગેરે ઉપસ્થિત હતા. શિક્ષણ વિભાગ અને વન વિભાગના ઉપક્રમે યોજાતો આ કાર્યક્રમ દર વર્ષે અનોખો સાબિત થઈ રહ્યો છે.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow