વીજ પોલ થયું ધરાશાયી:વલભીપુરમા વિજ વાયર પર ઝાડની તોતિંગ ડાળ પડતા વિજ પોલ ધરાશાયી

વલભીપુર શહેરના જુની કોર્ટ પાછળ ખાટકીવાસ વિસ્તારમાં મોડી સાંજે વૃક્ષ છેદન કરતા સમયે એક મોટી ડાળ બાજુમા પસાર થતા વિજ પોલ ઉપર પડતા વિજ પોલ ટ્રેકટરની ટ્રોલી અને એક સ્કૂટર ઉપર પડતા સ્કૂટરને નુકશાન થયું છે. મોડી સાંજે 45 મિનિટ વિજ પુરવઠો ખોરવાયો હતો. સંધ્યા સમયે આ વિસ્તારના બાળકો શેરીમાં રમતા હતાં પરંતુ જીવંત વિજ વાયરો ટ્રેક્ટરની ટ્રોલીને કારણે જમીન ઉપર પડતા રહી ગયા હતાં. આ ઘટના બનવાનું કારણ એ હતું કે હાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનુ બિલ્ડિંગ નવું બની રહ્યુ હોય અને તેના પરિસરમાં સી.સી.રોડ બનાવવામાં આવી રહ્યો છે અને કંપાઉન્ડ વોલ તરફ એક મોટા વૃક્ષની ડાળ નડતર રૂપ બની હોય તેને કટરથી કાપતા સમયે ડાળ વિજ વાયર ઉપર પડેલ અને ડાળ મોટી હોવાથી પોલ તુટી ગયો હતો આ ઘટના બાદ સમગ્ર શહેરમાં 45 મિનિટ વિજ પુરવઠો ખોરવાયો હતો જોકે ત્યારબાદ PGVCL દ્વારા માત્ર હોસ્પિટલ ફીડર સિવાય તમામ ફીડરોમાં વિજ પુરવઠો ચાલુ કરી દીધો હતો.

Aug 8, 2025 - 07:03
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow