ધર્મોત્સવ:શ્રીકૃષ્ણ જન્મોત્સવના રંગમાં રંગાશે પાલિતાણાની જનતા
પાલિતાણામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવની 27મી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે સાથોસાથ દર વર્ષ ની જેમ શ્રીકૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ અને ગૌસેવા સમિતિ પાલિતાણા દ્વારા પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં તા.11 થી 15 ઓગસ્ટ સુધી ભવ્ય પાંચ દિવસના ધાર્મિક પ્રદર્શન અને ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિતાણા હાઈસ્કૂલના મેદાનમાં ભવ્ય પાંચ દિવસનું આયોજન સાંજે 5.30 થી 11.30 સુધી કરવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમનો આરંભ તા.11 ઓગસ્ટથી કરવામાં આવશે. આ દિવસે કૃષ્ણ લીલા, બ્રહ્માકુમારી સંસ્થા, વિવેકાનંદ કેન્દ્ર સંસ્થા, અમરનાથ દર્શન, ભાગીતળ ગામડું, રંગોળી, ફુવારા, અને વિવિધતા ભર્યું ધાર્મિક પ્રદર્શન ફ્લોટ્સ સાથે પ્રદર્શન વિભાગ સાધુ સંતો અને મહેમાનોના હસ્તે બપોરે 4.30 ખુલ્લું મુકવામાં આવશે. તા.12 ઓગસ્ટ નિવૃત ભારતના સૈનિકો અને ટ્રેનિંગ પૂરી કરીને આવેલા યુવાનોનું અને પાલિતાણામાં સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા પ્રબુદ્ધ નાગરિકોનું સન્માનનો કાર્યક્રમ યોજાશે તેમજ તા.13 અને 14 ઓગસ્ટ પાલિતાણા શહેર અને ગ્રામ વિસ્તારના 500 થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા રાષ્ટ્રીય ધાર્મિક અને સામાજિક રીતે ત્યાર કરેલા ભવ્ય સાસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. જયારે તા. 15 ઓગસ્ટ અને સ્વતંત્ર દિન અને નંદ ઉત્સવની ભવ્ય ઉજવણી ના ભાગરૂપે છેલ્લા પચાસ વર્ષેથી લોક ભાગીતળ સંસ્કૃતિથી પ્રેરિત ભાવનગર ની લોક કળા સાથે જોડેયેલ ઓમ શિવ સંસ્થાની ટીમ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થશે અને ગૌસેવા સમિતિના યુવાનો દ્વારા ભવ્ય નંદ ઉત્સવ ઉજવવામાં આવશે માનવ મેદનીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગાન કરાશે. જન્માષ્ટમીની ઉજવણી માટે નો-પાર્કિંગ અંગેનું જાહેરનામું ભાવનગર જિલ્લાના પાલિતાણામાં આગામી તા.16ના જન્માષ્ટમી તહેવારની ઉજવણી અને આ ઉજવણી દરમ્યાન ભવ્ય શોભાયાત્રા નીકળનાર હોવાથી તેમજ તા15ના સાતમના તહેવાર અનુસંધાને મોટી સંખ્યામાં માણસો રાત્રિના સમયે રોશની જોવા નીકળતા હોય, જેથી ટ્રાફિકને લગતો કોઇ પ્રશ્ન ઉભો ન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પાલિતાણા બજરંગદાસબાપા ચોકથી એસ.ટી. રોડ, આંબેડકર ચોક, ભૈરવનાથ ચોક, મેઇન બજાર, છેલ્લા ચકલા, માનસિંહજી હોસ્પીટલ, બહારપુરા પુલથી બહારપરા ઘેટી રીંગરોડ સુધી રોડની બન્ને સાઈડ તા.15-8-25 સાંજના 6 વાગ્યાથી તા.16-8-25 રાત્રિના 12 વાગ્યા સુધીનું "નો-પાર્કિંગ” અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક ભાવનગરના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર દ્વારા જાહેર કરવામાં આવે છે કે પાલિતાણા બજરંગદાસ બાપા ચોકથી એસ.ટી.રોડ, આબેડકર ચોક, ભૈરવનાથ ચોક, મેઇન બજાર, છેલ્લા ચકલા, માનસિંહજી હોસ્પીટલ, બહારપુરા પુલથી બહારપરા, ઘેટી રીંગ રોડ સુધી રોડની બન્ને સાઈડને તા.15-8-25 સાંજના 6 વાગ્યાથી તા.16-8-25 રાત્રિના 12 વાગ્યા સુધીનો પાર્કિંગ હોવાથી વાહનો પાર્કિંગ કરવા નહીં.

What's Your Reaction?






