બોડેલીના વાંદરડા ગામે વિદેશી દારૂ ઝડપાયો:સ્વિફ્ટ કારમાં સંતાડેલી 2030 બોટલ સહિત કુલ રૂ.5,53,600નો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

બોડેલી તાલુકાના વાંદરડા ગામની સીમમાં ઝાડીઓમાં પાર્ક કરેલી એક સ્વિફ્ટ કારમાંથી બોડેલી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે GJ 17 AH 3230 નંબરની કારમાંથી રૂ.2,53,600ની કિંમતની 2030 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂ.5,53,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દરમિયાન કારનો ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. છોટા ઉદેપુર જિલ્લો મધ્ય પ્રદેશની સરહદ સાથે જોડાયેલો છે. અહીં અવારનવાર પડોશી રાજ્યમાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી રહે છે. નોંધપાત્ર બાબત એ છે કે મધ્ય પ્રદેશની સરહદ વાંદરડા ગામથી આશરે 50 કિલોમીટરથી વધુ દૂર છે. આટલા અંતર સુધી ચાર પોલીસ મથકો વટાવીને દારૂનો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે પ્રશ્ન ઉભો થયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં દારૂની હેરાફેરી રોકવા માટે વધુ કડક પગલાં લેવામાં આવશે. સરહદી વિસ્તારોમાં નાકાબંધી અને પેટ્રોલિંગ વધારવામાં આવશે.

Aug 7, 2025 - 11:45
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow