ઓગસ્ટમાં ગુજરાતમાં કેટલો વરસાદ પડશે?:અંબાલાલ મુજબ પૂર આવશે કે હવામાન વિભાગ મુજબ બ્રેક લાગશે? 2 મોટાં જોખમસહિત ખેતરથી શહેર સુધીનું વિશ્લેષણ

ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ સમગ્ર ગુજરાત એક મોટા સવાલ સામે ઊભું છે... આ મહિને મેઘરાજા રૌદ્ર સ્વરૂપ બતાવશે કે પછી રિસાઈ જશે? રાજ્યના હવામાનની સ્થિતિ અત્યારે કોઈ થ્રિલર ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી બની ગઈ છે, જેમાં બે તદ્દન અલગ-અલગ અંત દેખાઈ રહ્યા છે. એક તરફ, અનુભવી આગાહીકાર અંબાલાલ પટેલ અતિભારે વરસાદ અને પૂરની ચેતવણી આપી રહ્યા છે, તો બીજી તરફ, ભારત સરકારનો હવામાન વિભાગ (IMD) અને અન્ય નિષ્ણાતો 15 ઓગસ્ટ સુધી વરસાદ પર 'બ્રેક' લાગવાની વાત કરી રહ્યા છે. આ માત્ર ગુજરાતના હવામાનની વાત નથી, આ રાજ્યનાં ખેતર અને શહેર, બંનેના ભવિષ્યની પરીક્ષા છે. ચાલો... દરેક પાસાને ભાસ્કર એક્સપ્લેરમાં ઊંડાણપૂર્વક સમજીએ. અતિભારે વરસાદ અને પૂર (અંબાલાલ પટેલ) વર્ષોના અનુભવી અંબાલાલ પટેલ વૈશ્વિક સિસ્ટમના આધારે ઓગસ્ટમાં મુશળધાર વરસાદનો વરતારો આપી રહ્યા છે. તેમના મતે "ઓગસ્ટમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે... 18થી 22 ઓગસ્ટમાં ભારે ઝાપટાં પડશે" ધીમી શરૂઆત, પછી સામાન્ય વરસાદ (IMD અને પરેશ ગોસ્વામી) હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ.કે. દાસનું અનુમાન સાવચેતીભર્યું છે. તેઓ કહે છે, જ્યારે સ્વતંત્ર હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી આ વાતને સમર્થન આપતા ખેડૂતોને ઓગસ્ટના શરૂઆતમાં પાકને 1-2 પિયત પાણી આપવાની" સલાહ પણ આપે છે. 'બ્રેક' અને 'લા નિના'નું ગણિત આ અલગ-અલગ આગાહીઓ પાછળ વૈજ્ઞાનિક કારણો છે. 'મોન્સૂન બ્રેક' કેમ?: હવામાન વિભાગ મુજબ, વરસાદી બ્રેકનું મુખ્ય કારણ 'મોન્સૂન ટ્રફ' (ભેજ ખેંચતી હવાની પટ્ટી)નું ઉત્તર ભારત તરફ હિમાલયની તળેટીમાં ખસી જવું છે. જ્યારે આમ થાય ત્યારે ગુજરાત અને મધ્ય ભારતમાં વરસાદ ઘટી જાય છે. 'લા નિનો'ની આશા કેમ?: તો પછી સારા વરસાદની આશા કેમ છે? કારણ છે 'લા નીનિ'. પેસિફિક મહાસાગરની આ ઠંડી ઘટના ભારતીય ચોમાસા માટે 'વરદાન' સમાન છે. વૈજ્ઞાનિકો માને છે કે હાલ લા નિનાની પરિસ્થિતિ બની રહી છે, જેની અસર ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરમાં જોવા મળી શકે છે અને એ ચોમાસાના બીજા તબક્કાને મજબૂત બનાવી શકે છે. ખેડૂતોની કસોટી: પાક બચશે કે સુકાશે? આગાહી ભલે ગમે તે હોય, એની સીધી અસર ધરતીપુત્ર પર થશે. રાજ્યમાં સરેરાશ 62% વરસાદ છતાં સૌરાષ્ટ્રનું ચિત્ર ચિંતાજનક છે. આ જ ચિંતાને વાચા આપતા કૃષિ નિષ્ણાત રમેશ રાઠોડ ખાસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સલાહ આપતા જણાવે છે કે, "સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં મહિનાથી નહીંવત વરસાદ છે." વધુમાં કૃષિ નિષ્ણાત રમેશ રાઠોડ જણાવે છે કે, "આ પિયતથી પાકને જીવનદાન મળશે. સાથે જ, વરસાદ ખેંચાતા રોગ-જીવાતનો ઉપદ્રવ વધી શકે છે, તેથી તેનું પણ ધ્યાન રાખવું." આગાહી મુજબ ઓછો કે વધુ વરસાદ થાય તો બે જોખમ છે. હવે આગળ શું? હાલપૂરતો 15 ઓગસ્ટ સુધીનો સમયગાળો 'વેઈટ એન્ડ વૉચ'નો છે. ગુજરાતના ચોમાસાનું સાચું અને અંતિમ ચિત્ર 15 ઓગસ્ટ પછી જ સ્પષ્ટ થશે, જ્યારે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં બનતી નવી સિસ્ટમ્સ દિશા નક્કી કરશે. એક નાગરિક તરીકે, આપણે પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો અને બંને પરિસ્થિતિ માટે માનસિક રીતે તૈયાર રહેવું એ જ આજની સૌથી મોટી ઉપયોગિતા છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વધુ માહિતી માટે સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરો

Aug 2, 2025 - 21:21
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow