દામોદર કુંડ પ્રવેશબંધી નિર્ણયનો તીર્થક્ષેત્રના પ્રમુખ દ્વારા વિરોધ:"દામોદર કુંડ એ જળાશય નહીં, પરંતુ એક પવિત્ર તીર્થ છે"; આંદોલન કરવાની ચીમકી

જુનાગઢ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના 37 જળાશયો પર પ્રવેશબંધી ફરમાવતા દામોદર કુંડનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનો સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ દ્વારા ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે દામોદર કુંડ માત્ર એક જળાશય નહીં, પરંતુ લાખો લોકોની આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. જ્યાં લાખો લોકો પિતૃ તર્પણ માટે આવે છે. ​દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ કુંડ ખાતે સફાઈ થોડા દિવસો પહેલા દિવ્ય ભાસ્કરે દામોદર કુંડ ખાતે ગંદકીના ગંજ જામ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. (વાંચો સંપૂર્ણ અહેવાલ) આ અહેવાલ બાદ તંત્ર દ્વારા કુંડની તાત્કાલિક સફાઈ કરવામાં આવી હતી. જોકે, હવે તંત્ર દ્વારા દામોદર કુંડને જળાશયોની યાદીમાં મૂકીને પ્રવેશબંધીનો હુકમ કરવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોએ આ નિર્ણયને રદ કરી દામોદર કુંડને બાકાત રાખવા અપીલ કરી છે. "દામોદર કુંડ એ જળાશય નહીં, પરંતુ એક પવિત્ર તીર્થ છે,- તીર્થક્ષેત્રના પ્રમુખ ​દામોદર કુંડ તીર્થક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે તંત્રના આ આદેશને "દુઃખદ" ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, "દામોદર કુંડ એ જળાશય નહીં, પરંતુ એક પવિત્ર તીર્થ છે, જ્યાં લાખોની સંખ્યામાં લોકો પિતૃ તર્પણ અને ધાર્મિક વિધિઓ માટે આવે છે." તેમણે તંત્રને વિનંતી કરી છે કે જો ભૂલથી દામોદર કુંડનો સમાવેશ જળાશયોની યાદીમાં થયો હોય તો તે ભૂલને તાત્કાલિક સુધારવામાં આવે. જો આ હુકમ પરત ખેંચવામાં નહીં આવે તો હિન્દુ ધર્મના લોકો અને તીર્થક્ષેત્રના બ્રાહ્મણો દ્વારા આંદોલન કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. પ્રવેશબંધી કરેલ જળાશયોની વિગત જૂનાગઢ જિલ્લાના 37 જળાશયો પર પ્રવેશબંધી ફરમાવામાં આવી તે ક્યાં છે, તે જાણવા વાંચો સંપૂર્ણ અહેવાલ. ​શ્રદ્ધાળુઓએ આક્રોશ વ્યક્ત કર્યો ​પિતૃ તર્પણ માટે અમરેલીથી આવેલા શ્રદ્ધાળુ કિશોરભાઈ ચાવડાએ પણ તંત્રના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, "દામોદર કુંડ એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને આવા પવિત્ર સ્થળ પર પ્રવેશબંધી લગાવવી યોગ્ય નથી. તંત્રએ તાત્કાલિક આ મામલે યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. ​આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, દામોદર કુંડ સાથે જોડાયેલી લોકોની ધાર્મિક ભાવનાઓ અત્યંત પ્રબળ છે અને તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય સામે પ્રબળ વિરોધ જોવા મળી રહ્યો છે.

Aug 5, 2025 - 16:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow