ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી:રખડતા કૂતરાના ખસીકરણ માટે મનપા એજન્સી નિમશે

મહેસાણા શહેરમાં રખડતા કૂતરા બચકા ભરવાના કિસ્સા અવારનવાર બની રહ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીને જરૂરી ઇન્જેક્શન ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે. જોકે રખડતા કૂતરાની કાળજી અને હડકાયા કૂતરાની સારવાર સાથે કૂતરા નિયંત્રણ માટે ખસીકરણ જરૂરી હોઇ અવારનવાર એનીમલ બર્થ કંન્ટ્રોલ વ્યવસ્થાની માંગ ઉઠતી રહી છે. જેમાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા તાજેતરમાં આ કામગીરી એજન્સી રાહે કરાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે એજન્સી નિમાયા પછી શહેરમાં આ નવતર વ્યવસ્થા પણ અમલમાં આવશે . મહાનગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, શ્વાન(કૂતરા)ને ખસીકરણ માટે ઓપરેશન થિયેટર બનાવાશે. એજન્સી ટીમ રખડતા કૂતરા પકડી લાવી ચેકઅપ કરશે. તેમની ચકાસણી કરીને જરૂરી રસીકરણ, ખસીકરણ કરશે. આ અંગે ઓનલાઇન ટેન્ડર બહાર પાડેલ છે. કૂતરા પકડી તેને ચારેક દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાશે પછી ખસીકરણ કરી મુક્ત કરાશે. જેમાં શ્વાનદિઠ ખર્ચભાવ એજન્સીઓથી ઓનલાઇન ટેન્ડર રાહે મંગાવાયા છે.

Aug 1, 2025 - 04:44
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow