પાર્કિંગના ડખામાં હુમા કુરેશીના ભાઈની હત્યા:બોલાચાલી બાદ ખેલાયો ખૂની ખેલ, ઘટના CCTVમાં કેદ; 18-19 વર્ષના બંને આરોપીની ધરપકડ

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશીના પિતરાઈ ભાઈની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ 11 વાગ્યે જંગપુરા ભાગોલ લેનમાં બની હતી. પોલીસે જણાવ્યું હતું કે હુમાના ભાઈ આસિફ કુરેશીના દરવાજાની સામે સ્કૂટર પાર્ક કરવાને લઈને બે પાડોશી સાથે ઝઘડો થયો હતો. ઝઘડા પછી આરોપીએ આસિફ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આસિફને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ કેસમાં બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આસિફની પત્ની સૈનાઝ કુરેશી અને પરિવારના સભ્યોનો આરોપ છે કે આરોપીઓએ નજીવી બાબતમાં ક્રૂર હુમલો કર્યો હતો. ઘટનાસ્થળના 2 ફોટા... પાર્કિંગ અંગે અગાઉ પણ વિવાદ થયો હતો આસિફની પત્ની સૈનાઝે પોલીસને જણાવ્યું હતું કે અગાઉ પણ પાર્કિંગને લઈને ઝઘડો થયો હતો. ગુરુવારે જ્યારે આસિફ કામ પરથી પાછો ફર્યો ત્યારે તેણે ઘરના દરવાજાની સામે પાડોશીનું ટૂ-વ્હીલર પાર્ક કરેલું જોયું. તેણે તેને એ દૂર કરવા કહ્યું, જોકે વાહન હટાવવાને બદલે પાડોશીએ દુર્વ્યવહાર શરૂ કર્યો અને પછી તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. પોલીસે શુક્રવારે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 103(1)/3(5) હેઠળ FIR નોંધી હતી. આરોપીઓને પકડવા માટે શોધખોળ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની ઓળખ ઉજ્જવલ (19 વર્ષ) અને ગૌતમ (18 વર્ષ) તરીકે થઈ છે. આ કેસની તપાસ ચાલી રહી છે. પત્નીનું નિવેદન આસિફની પત્નીએ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો. તેણે કહ્યું- મારા પતિ દરવાજા પાસે ઊભા હતા. પાડોશના એક છોકરાએ ગેટ સામે તેની સ્કૂટી પાર્ક કરી. મારા પતિએ ફક્ત એટલું જ કહ્યું- "બેટા, થોડું આગળ પાર્ક કરી દે, જેથી હાલવા-ચાલવા માટે રસ્તો રહે. આ વાત પર તેણે ગાળો આપી, ધમકી આપી અને તેના ઘરે જતો રહ્યો. થોડીવાર પછી તે તેના ભાઈ સાથે બહાર આવ્યો અને મારા પતિની છાતીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. લોહી નીકળવા લાગ્યું, મેં મારા સાળાને ફોન કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મારા પતિને ઘટનાસ્થળે જ એટલો ઊંડો ઘા થયો હતો કે હોસ્પિટલ લઈ જવામાં આવે એ પહેલાં જ તેનું મૃત્યુ થઈ ગયું. અગાઉ પણ આ લોકોએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મારા પતિએ કહ્યું હતું કે- લપ મૂકો ને, મામલો શાંત કરો. હવે તેનું પરિણામ એ આવ્યું છે કે હું વિધવા બની ગઈ છું. રડતાં-રડતાં આસિફની પત્નીએ કહ્યું- "મારા પતિ ચિકન સપ્લાયનું કામ કરતા હતા, તેઓ સખત મહેનત કરીને ઘર ચલાવતા હતા. મારી એક જ માગ છે કે આરોપીને સૌથી કડક સજા આપવામાં આવે, જેથી બીજા કોઈનું ઘર આ રીતે નષ્ટ ન થાય." પોલીસનું નિવેદન પોલીસે જણાવ્યું હતું કે આસિફ કુરેશીનો ગુરુવારે મોડીરાત્રે કેટલાક લોકો સાથે સ્કૂટી ગેટ સામેથી હટાવીને બાજુમાં પાર્ક કરવા બાબતે ઝઘડો થયો હતો. ત્યાર બાદ આરોપીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો. હુમલા બાદ આસિફને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આસિફની પત્ની અને સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ નાની વાત પર તેના પર ક્રૂર હુમલો કર્યો હતો. સીસીટીવીમાં કેદ થઈ ઘટના હુમા બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ છે આસિફની પિતરાઈ બહેન હુમા કુરેશી હિન્દી ફિલ્મો અને વેબસિરીઝની જાણીતી એક્ટ્રેસ છે. તેણે થિયેટર અને મોડેલિંગથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મુંબઈ આવ્યા પછી હુમાએ હિન્દુસ્તાન યુનિલિવર સાથે બે વર્ષનો કરાર કર્યો. એક જાહેરાતના શૂટિંગ દરમિયાન, અનુરાગ કશ્યપે તેને જોઈ અને ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' (2012)માં ભૂમિકા આપી. આ પછી હુમાએ 'એક થી ડાયન', 'દેઢ ઇશ્કિયા', 'બદલાપુર', 'હાઈવે', 'જોલી LLB 2' અને તમિળ ફિલ્મ 'કાલા'માં કામ કર્યું. OTT પર 'લીલા' અને 'મહારાણી'માં તેની ભૂમિકાઓની પ્રશંસા કરવામાં આવી હતી. હુમાએ 'આર્મી ઓફ ધ ડેડ' (ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ) અને તમિળ ફિલ્મ 'વલીમાઈ'માં પણ કામ કર્યું હતું.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow