કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફરી ફાયરિંગ:લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી, કહ્યું- 'હજુ પણ નહીં માને તો મુંબઈમાં હુમલો થશે'

કોમેડિયન કપિલ શર્માએ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સર્રેમાં ખોલેલા 'કેપ્સ કાફે'માં ફરી ગોળીબાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર 'કેપ્સ કાફે'ની બારીમાં ઓછામાં ઓછા 6 ગોળીનાં નિશાન જોવા મળ્યાં છે. ફાયરિંગ દરમિયાન કાફે બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. આ હુમલાની જવાબદારી ગેંગસ્ટર લોરેન્સ અને ગોલ્ડી ઢિલ્લોંએ લીધી છે. ગોલ્ડીએ આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી છે. સર્રે પોલીસના જણાવ્યા અનુસાર, આ ગોળીબાર ગઈકાલે રાત્રે થયો હતો. કોઈને ઈજા થઈ નથી, પરંતુ કાફે બિલ્ડિંગને નુકસાન થયું છે. આ કાફે થોડા સમય પહેલાં જ ખૂલ્યું હતું. ગોલ્ડી ઢિલ્લોંની સોશિયલ મીડિયા પરની પોસ્ટ... 7 જુલાઈએ ઉદ્ઘાટન થયું, 10 જુલાઈએ ગોળીબાર થયો કોમેડિયન કપિલ શર્માએ કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સર્રેમાં 'કેપ્સ કાફે' ખોલ્યું છે. આ કાફેનું 7 જુલાઈના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, એના બે દિવસ પછી 10 જુલાઈના રોજ મોડીરાત્રે, હુમલાખોરોએ 9 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. એનો એક વીડિયો પણ સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લાડીએ કપિલના કાફે પર થયેલા હુમલાની જવાબદારી લીધી હતી. એ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલો છે. તે ભારતમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની યાદીમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓમાંનો એક છે. સાથે જ એવો પણ દાવો કરાયો છે કે કોમેડી શો દરમિયાન નિહંગ શીખો વિરુદ્ધ કરેલી ટિપ્પણીઓને કારણે હરજીત સિંહ લાડીએ કપિલ શર્માના કાફે પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો. સોશિયલ મીડિયા પર હરજીત સિંહ લાડી અને તૂફાન સિંહ નામની અન્ય એક વ્યક્તિએ કપિલ શર્માને એક વીડિયો દ્વારા જાહેરમાં માફી માગવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો તે માફી નહીં માગે તો મામલો વધુ વણસી શકે છે. બંનેએ એવો પણ દાવો કર્યો હતો કે તેમણે કપિલ શર્માના મેનેજરનો ઘણીવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને અવગણવામાં આવ્યા હતા. આખરે કોમેડિયનનું ધ્યાન ખેંચવા માટે તેમને કાફેની બહાર ગોળીબાર કરવો પડ્યો. 20 જુલાઈએ 'કેપ્સ કાફે' ફરી ઓપન કરાયું હતું કપિલ શર્માના 'કેપ્સ કાફે'ના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ જાહેરાત કરવામાં આવી હતી. પેજ પર શેર કરાયેલી તસવીરમાં લખ્યું છે કે 'કેપ્સ કાફે કાલે ખૂલી રહ્યું છે, અમે તમને ખૂબ યાદ કર્યા અને અમે તમારા પ્રેમ અને સમર્થન માટે આભારી છીએ. હૃદયપૂર્વક આભાર માનીને, અમે ફરીથી અમારા દરવાજા ખોલી રહ્યા છીએ અને હૂંફ, આરામ અને સંભાળ સાથે તમારું સ્વાગત કરીએ છીએ.' સર્રેનાં મેયર અને પોલીસે કાફેમાં ભારતીય ભોજનનો સ્વાદ માણ્યો હતો તાજેતરમાં કપિલના કાફેમાં સર્રેના મેયર અને પોલીસે વડાપાઉં સહિત ભારતીય ભોજનનો લુત્ફ ઉઠાવ્યો હતો. આ અંગે કપિલે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો હતો અને લખ્યું, 'કેપ્સ કાફેની મુલાકાત લેવા અને તમારો પ્રેમ અને ટેકો દેખાડવા માટે સર્રેનાં મેયર બ્રેન્ડા લોક અને સ્થાનિક પોલીસનો ખૂબ ખૂબ આભાર. આપણે હિંસા સામે એક થઈને ઊભા છીએ. અમે ખૂબ ભાગ્યશાળી છીએ.' ગયા વર્ષે કેનેડામાં સિંગર એપી ઢિલ્લોંના ઘરે ગોળીબાર થયો હતો આ પહેલાં 1 સપ્ટેમ્બર 2024ના રોજ રાત્રે કેનેડાના વાંકુવરમાં પંજાબી ગાયક એપી ઢિલ્લોંના ઘરની બહાર ગોળીબાર થયો હતો. એનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં એક વ્યક્તિ ઢિલ્લોંના ઘરની બહાર 14 ગોળી ચલાવતો જોવા મળ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ અને રોહિત ગોદારા ગેંગે આ હુમલાની જવાબદારી લીધી હતી. વીડિયોમાં 'ઓલ્ડ મની' મ્યુઝિક વીડિયોમાં સલમાન ખાન સાથે ઢિલ્લોંના કામને હુમલાનું કારણ ગણાવવામાં આવ્યું હતું. ગેંગે સોશિયલ મીડિયા પર ધમકી આપી હતી કે ઢિલ્લોં સલમાન ખાનથી અંતર રાખે, નહીં તો તેને ગંભીર પરિણામો ભોગવવાં પડશે.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow