'હેરાફેરી 3' વિવાદ પર જોની લીવરની પ્રતિક્રિયા:કોમેડી એક્ટરે કહ્યું- પરેશ રાવલે ફિલ્મ કરવા સંમત થવું જોઈએ; દર્શકોને તેમના વિના મજા નહીં આવે
પરેશ રાવલ દ્વારા અચાનક ફિલ્મ 'હેરાફેરી 3' છોડી દેવા પર કોમેડિયન જોની લીવરે પ્રતિક્રિયા આપી છે. જોની લીવરે કહ્યું કે પરેશ રાવલે આ ફિલ્મ કરવી જોઈએ કેમકે, તેમના વિના મજા નહીં આવે. ઝૂમ સાથે વાત કરતા જોની લીવરે કહ્યું, 'મને લાગે છે કે તેમણે આ ફિલ્મ કરવી જોઈએ. જો બધા સાથે બેસીને વાત કરે તો મામલો ઉકેલાઈ જશે. ચાહકો આ ત્રણેય (અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ) ને સાથે જોવા માગે છે. બધાને તેમની ખોટ સાલે છે. જો આ ફિલ્મ પરેશજી વિના બનાવવામાં આવશે તો લોકો તેમને ખૂબ યાદ કરશે અને ફિલ્મનો તેમને જોઈએ તેવો આનંદ માણી શકશે નહીં. મારું માનવું છે કે બધાએ વાત કરવી જોઈએ અને ફિલ્મ શરૂ થવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે, ફિલ્મ છોડી દીધા બાદ અક્ષય કુમારે પરેશ રાવલને કાનૂની નોટિસ મોકલી હતી. જેના પર પરેશ રાવલ દ્વારા કાનૂની જવાબ મોકલવામાં આવ્યો હતો. પરેશ રાવલના કાનૂની પ્રતિનિધિઓ આનંદ અને નાઈકે આઈએએનએસને જણાવ્યું હતું કે, 'અભિનેતાને ફિલ્મની વાર્તા, પટકથા કે કરારનો કોઈ ડ્રાફ્ટ આપવામાં આવ્યો ન હતો જે આ પ્રોજેક્ટમાં જોડાવા માટે જરૂરી હતો.' આ ઉપરાંત, મૂળ ફિલ્મના નિર્માતા નડિયાદવાલાએ તેમના ક્લાયન્ટ (પરેશ રાવલ) ને નોટિસ મોકલી અને ફિલ્મ બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો, તેથી તેમના ક્લાયન્ટે પ્રોજેક્ટ છોડી દીધો અને વ્યાજ સાથે પૈસા પરત કરી દીધા. તેમણે 'ટર્મ શીટ' (પ્રાથમિક સમજૂતી) પણ નાબૂદ કરી દીધી છે.' વ્યાજ સાથે 11 લાખ રૂપિયા પરત કર્યા પરેશ રાવલના વકીલોએ કહ્યું છે કે 'રાવલ પર હવે ફિલ્મ તરફથી કોઈ જવાબદારી નથી અને તેમણે લીધેલા 11 લાખ રૂપિયા, વ્યાજ સહિત પરત કરી દીધા છે. અક્ષય કુમારની ટીમે કહ્યું કે રાવલના જવાથી ફિલ્મની ટીમ, શૂટિંગ અને ખર્ચનો ભોગ બનવું પડ્યું, પરંતુ પરેશના વકીલોએ જવાબ આપ્યો કે, પહેલા રાવલને પૈસા આપવામાં આવ્યા હતા, પછી નોટિસ મોકલવામાં આવી હતી, જ્યારે ફિલ્મની વાર્તા અને નામ પણ નક્કી કરવામાં આવ્યું ન હતું. તેથી, નુકસાનની વાત સાચી નથી.' ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અનુસાર, પરેશ રાવલે માર્ચ મહિનામાં ફિલ્મની ટર્મ શીટ (પ્રાથમિક સમજૂતી) પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે આ સાઇનિંગ તેમની બીજી ફિલ્મ 'ભૂત બંગ્લા'ના શૂટિંગ દરમિયાન કર્યું હતું અને તે પણ કોઈપણ કાનૂની સલાહ વિના. તે સમયે પરેશ રાવલે ચિંતા વ્યક્ત કરી હતી કારણ કે તેમને કોઈ દસ્તાવેજો મળ્યા ન હતા અને તેમને સ્ક્રિપ્ટ કે વાર્તા વિશે કોઈ જાણકારી નહોતી. અક્ષયે તેમને કહ્યું હતું, 'ચિંતા ન કરો, મારા પર વિશ્વાસ રાખો. તમને પછી આ લોંગ ફોર્મ એગ્રીમેન્ટ સ્વરૂપે જોવા મળશે. અક્ષય કુમાર સાથે સારી મિત્રતા અને વિશ્વાસને કારણે, પરેશ રાવલે ટર્મશીટ પર સહી કરી. એક સૂત્રએ જણાવ્યું હતું કે એપ્રિલમાં રાવલને 'હેરા ફેરી 3' માટે એક પ્રમોશનલ વીડિયો બનાવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે અક્ષયને ફિલ્મની સ્ક્રિપ્ટ અને કોન્ટ્રાક્ટ વિશે પૂછપરછ કરી, પરંતુ તેમને કહેવામાં આવ્યું કે વીડિયો આઈપીએલ ફાઇનલ પહેલા બનાવવો જરૂરી છે અને બાકીની બાબતો પછીથી નક્કી કરવામાં આવશે. રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, પરેશ રાવલે ટર્મશીટ વાંચ્યા વિના જ સહી કરી હતી. તેમાં લખ્યું હતું કે ફિલ્મ રિલીઝ થયા પછી જ તેમને કુલ ફીના 99% મળશે. સામાન્ય રીતે, ફિલ્મોના કલાકારોને શૂટિંગના વિવિધ તબક્કામાં જેમ કે નિર્માણ પહેલાં, નિર્માણ દરમિયાન અને ફિલ્મ રિલીઝ થયા પછી તેમની ફી મળે છે. પરંતુ આ ટર્મ શીટમાં, રાવલને સાઇન કરતી વખતે ખૂબ જ ઓછા પૈસા મળવાના હતા અને બાકીનો મોટો ભાગ ફિલ્મ રિલીઝ થયા પછી જ આપવાનો હતો. આ પરિસ્થિતિઓને કારણે પરેશે પણ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો.

What's Your Reaction?






