રાજકારણ:કોંગ્રેસના શહેર પ્રમુખ માટે સેન્સ લેવાઇ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સર્જન અભિયાન હેઠળ ગાંધીધામ શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ માટે સેન્સ લેવામાં આવ્યા હતા. ગાંધીધામ શહેર, તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ નિરીક્ષક નુસરતભાઈ પંજા સંજયભાઈ અમરાણી (નિવૃત્ત આઈએએસ) અને કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલની ઉપસ્થિતિમાંસેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હુંબલે જણાવ્યું કે, દરેક કાર્યકર્તાઓને કોંગ્રેસ પાર્ટીમાં દાવો કરવાનો અધિકાર છે. નુસરતભાઈ, માજી પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, વાલજીભાઈ દનિચા, હાજી જુમાભાઈ રાયમા, ભરતભાઈ ઠક્કર, ભરતભાઈ સોલંકી, નિતેશભાઈ લાલણ, ગનીભાઇ માજોઠી, સમીપભાઈ જોષી, ચેતનભાઇ જોશી, અલ્પેશભાઈ જરૂ, નિલેશભાઈ ભાનુશાલી, બી ટી મહેશ્વરી, ઈસ્માઈલભાઈ માજોઠી, કાસમભાઈ ત્રાયા, અમિતભાઈ ચાવડા, હકુભા જાડેજા, અશોકભાઈ ઘેડા, નરેન્દ્રભાઈ કેલા, ધીરજભાઈ દાફડા, પરબતભાઈ ખટાણા, દશરથ સિંહ ખગારોત, નવીનભાઈ અબચુક, વિશાલભાઈ ધેડા, મુસ્તાકભાઈ સોઢા, ઈશાકભાઈ કોરેજા, રાજુભાઈ શર્મા, લક્ષ્મણભાઈ સેવાણી વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું શહેર મહામંત્રી લતીફ ખલીફાએ જણાવ્યું હતું. ગાંધીધામ અને કચ્છમાં કોંગ્રેસને ઉભી કરવા માટે વિપક્ષ દ્વારા વિશેષ ધ્યાન અપાઇ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પરંતુ નેતાઓ વધુ અને કાર્યકર્તાઓ ઓછાની ઉક્તિને સાર્થક કરતી વર્તમાન પરીસ્થિતિ કોંગ્રેસને કઇ દિશામાં લઇ જશે તેનો સમય જણાવશે.

What's Your Reaction?






