વડોદરામાં 100 કરોડના ખર્ચે નવું નર્મદા ભુવન બનશે:હાલના જર્જરીત ઐતિહાસિક બિલ્ડિંગને તોડી પડાશે, 20 દિવસમાં ખાલી કરવા નોટિસ

વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ માર્ગ અને મકાન વિભાગ (RB) દ્વારા વડોદરામાં 40 જેટલી સરકારી ઇમારતો ચકાસવામાં આવી, ત્યારે જર્જરીત ઐતિહાસિક 2 ઇમારતો જમીન દોસ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 40થી 45 સરકારી ઓફિસ ધરાવતા નર્મદા ભુવન અને કુબેર ભુવનમાં રેટ્રો ફિટીગ કરવાનો નિર્ણય લેવાયો છે. પરિણામે આ બંને ભુવનમાં આવેલી 90 જેટલી ઓફિસોને 20 દિવસમાં ખાલી કરવા માટે PWD વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. બીજી તરફ વડોદરાના પ્રથમ બનેલા બહુમાળી 8 માળના નર્મદા ભવન રૂપિયા 100 કરોડના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો જૂના સરકારી બાંધકામોએ સરકારની ચિંતા વધારી વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહીસાગર નદી ઉપરના મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં આવેલા વર્ષો જૂના સરકારી બાંધકામોએ સરકારની ચિંતા વધારી દીધી છે. ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્ય સરકારે તાકીદે તમામ જૂના સરકારી બાંધકામોનું ચેકિંગ કરી રિપોર્ટ કરવા માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી હતી. બે ઇમારતોને જમીન દોસ્ત કરવાનો રિપોર્ટ સરકારને મોકલાયો: રાજેશ્વરી નાયર દરમિયાન વડોદરા માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી ઇમારતોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, આ અંગે વડોદરા RB વિભાગના કાર્યપાલક ઇજનેર રાજેશ્વરી નાયરે જણાવ્યું હતું કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બની હોવાથી તપાસ કરવામાં આવી રહી છે તેવું નથી. વિભાગ દ્વારા સમયાંતરે તપાસ કરવામાં આવે છે. અલબત્ત ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા માર્ગ અને મકાન વિભાગે તેનાં તાબા હેઠળ આવતી નર્મદા ભુવન અને કુબેર ભુવન સહિત 40 સરકારી ઇમારતોની ચકાસણી કરવામાં આવી છે. આ ઇમારતો પૈકી કોઠી કંપાઉન્ડમાં આવેલી 2 ઇમારતો અત્યંત જર્જરિત હોવાથી તેને જમીન દોસ્ત કરવાનો રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલી આપવામાં આવ્યો છે. 'ભુકંપ પ્રુફ બનાવવા 7 કરોડના ખર્ચે રેટ્રો ફિટીગની કામગીરી કરાશે' આ ઉપરાંત નર્મદા ભુવન બિલ્ડિંગ અંદાજે રૂપિયા 100 કરોડના ખર્ચે નવું બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે લેન્ડ એકવાયરમેન્ટની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં આ બિલ્ડિંગ ભુકંપ પ્રુફ બનાવવા માટે અંદાજે રૂપિયા 7 કરોડના ખર્ચે "રેટ્રો ફિટીગ"ની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી છ માસ ચાલશે. તેની સાથો સાથ કુબેર ભુવનમા પણ "રેટ્રો ફિટીગ" કરવામાં આવશે. આ કામગીરી 9 માસ ચાલશે. બંને ભુવનની ઓફિસો 20 દિવસમાં ખાલી કરવા નોટિસ અપાઈ 40થી 45 જેટલી સરકારી ઓફિસો આવેલી છે તેવા નર્મદા ભુવન અને કુબેર ભુવનમા "રેટ્રો ફિટીગ" કામગીરી કરવાની હોવાથી આ બંને ભુવન સ્થિત ઓફિસોના સત્તાધીશોને વૈકલ્પિક વ્યવસ્થા કરી 20 દિવસમાં ખાલી કરવા માટે નોટિસો આપવામાં આવી છે. બંને ઓફિસમાં 1500થી વધુ કર્મચારીઓ નોકરી કરે છે ઉલ્લેખનીય છે કે, શહેરની મધ્યમાં આવેલ નર્મદા ભુવન અને કુબેર ભુવનમાં આવેલી વિવિધ ઓફિસોમાં 1500થી વધુ કર્મચારીઓ નોકરી કરે છે. અને આ બંને જગ્યાએ પ્રતિદિન 2500થી 3000 જેટલા લોકોની આવન-જાવન રહે છે. બંને ઇમારતોની ઓફિસોનો સમાવેશ ક્યાં અને કેવી રીતે કરવો? અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ભુવન અને કુબેર ભુવનમા "રેટ્રો ફિટીગ"ની કામગીરી કરવાની હોવાથી આ ઇમારતો સ્થિત ઓફિસો ખાલી કરવા માટે PWD દ્વારા નોટિસો તો આપી દેવામાં આવી છે. પરંતુ આ બંને ઇમારતોમાં કાર્યરત ઓફિસોનો સમાવેશ ક્યાં અને કેવી રીતે કરવો તંત્ર માટે મુશ્કેલથી ઓછું નથી.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Suraj Singh Welcome to My Profile