જુગારીઓ પકડાયા:પ. કચ્છમાં 3 દરોડામાં જુગાર રમતા 10 ખેલી પકડાયા
પશ્ચિમ કચ્છમાં ત્રણ દરોડામાં જુગાર રમતા 10 ખેલી પકડાયા હતા.જેમાં નખત્રાણાના કોલીવાસમાં જુગાર રમતા 3 ખેલીને ઝડપી લેવામાં આવ્યા હતા. જેમાં કિશન નટવરલાલ લોન્ચા, ચેતન દામજીભાઈ સુથાર અને સામત રવજી કોલીને નખત્રાણા પોલીસે રોકડા રૂપિયા 11,470 સાથે ઝડપી લીધા હતા. માંડવીના દાતણીયા વાસમાં જુગાર રમતા મહેશ જયંતીભાઈ પટણી, સંજય જયંતિ પટણી અને રવિ પોપટ પટણીને સ્થાનિક પોલીસે રોકડા રૂપિયા 3,120 સાથે પકડી ગુનો દાખલ કર્યો હતો.દરમિયાન નિરોણા ગામે જુગાર રમતા ચાર ખેલીને રોકડા રૂપિયા 2100 સાથે પકડી લેવાયા હતા જેમાં ઉમદેઅલીછા ભચલસા સૈયદ, કરશન ખમીસા વાઢા, પ્રેમજી વાઢા, લધુ માલા વાઢા પકડાયા હતા જ્યારે રમજુ આમદ સોરા ભાગી ગયો હતો.

What's Your Reaction?






