સિદ્ધિ:ભુજના છાત્રોની સ્વિમિંગમાં સિદ્ધિ, રાષ્ટ્રીય કક્ષાએ લેશે ભાગ

ભુજમાં આવેલ સૂર્યા વરસાણી એકેડેમીના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલ CISCE રીજનલ (ગુજરાત) સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી અનેક મેડલ્સ જીત્યા છે. ખાસ વાત એ છે કે, ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર વિદ્યાર્થીઓ હવે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય સ્તરની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેશે. જે 29 થી 31 ઓગસ્ટ દરમિયાન વિશ્વ વિદ્યાપીઠ બેંગલોર ખાતે યોજાશે. અન્ડર 14 છોકરાઓમાં સ્વરાજ દેવત્કા, વીર શાહ જ્યારે છોકરીઓમાં રેયાંશી પારેખ, વર્ધિની ટેકાણી, નિવા સોમૈયા, રક્ષદા સિંઘ, નિખિતા ફ્રોડાને વિવિધ એવોર્ડ પ્રાપ્ત થયા હતા. સૂર્યા વરસાણીના વિદ્યાર્થીઓએ માત્ર મેડલ્સ જીત્યા નથી. પરંતુ સ્કૂલનું નામ સમગ્ર ગુજરાતમાં ગૌરવપૂર્વક રોશન કર્યું છે. હવે બધાની નજર બેંગલોરમાં યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધા પર છે. જ્યાં ખેલાડીઓ વધુ સફળતા પ્રાપ્ત કરશે તેવી પૂરી આશા છે. કોચ પ્રણિત ચાળકે અને એકેડેમીની સ્પોર્ટ્સ ટીમ દ્વારા આપવામાં આવેલી તાલીમને કારણે શક્ય બન્યું છે.

Aug 9, 2025 - 07:30
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow