આયોજન:રક્ષાબંધન પહેલા નારિયેળ પૂનમની ઉજવણીમાં દરિયા દેવની પૂજા કરાઇ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયા કિનારે નારિયેળ પૂનમને લઈ મોટી સંખ્યામાં લોકોએ દરિયા દેવની પૂજા કરી નારિયેળ અર્પણ કર્યું હતું. વર્ષોથી ચાલી આવેલી પરંપરા આજે પણ યથાવત છે. કરી માછીમારો ચોમાસા બાદ દરિયા દેવની પૂજા કરી જન્માષ્ટમી બાદ દરીયામાં જવાની તૈયારી કરે છે. આજે શ્રાવણી પૂર્ણિમાના દિવસે લોકોએ દરિયા દેવ નેં નારિયેળ અર્પણ કરી ગામની રક્ષા કરવા પ્રાર્થના કરી હતી.

What's Your Reaction?






