કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કમબેક માટે તૈયારી શરૂ કરી:ગુજરાત ટાઇટન્સના કોચ પાસેથી ટ્રેનિંગ લઈ રહ્યો છે; ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI સિરીઝ રમશે

અનુભવી ભારતીય બેટર વિરાટ કોહલીએ 5 મહિના પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી માટે તૈયારી શરૂ કરી દીધી છે. તે લંડનમાં ગુજરાત ટાઇટન્સના સહાયક કોચ નઈમ અમીન હેઠળ તાલીમ લઈ રહ્યો છે. કોહલી ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામે 3 મેચની ODI શ્રેણીમાં રમશે. 36 વર્ષીય કોહલીએ શુક્રવારે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાની પ્રેક્ટિસનો ફોટો પોસ્ટ કર્યો. જેમાં તે નઈમ અમીન સાથે જોવા મળી રહ્યો છે. નઈમે કોહલીનું બેટ પણ હાથમાં પકડ્યું છે. વિરાટે લખ્યું- 'તૈયારીમાં મદદ કરવા બદલ આભાર ભાઈ. તમને જોઈને હંમેશા આનંદ થાય છે.' વિરાટ કોહલી 9 માર્ચ, 2025 થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો નથી. છેલ્લી વખત તે ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો. ભારતીય ટીમે તે મેચ 4 વિકેટથી જીતી હતી. ઓક્ટોબરમાં કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો જોવા મળશે વિરાટ કોહલી ઓક્ટોબર મહિનામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતો જોવા મળશે. તે ઓસ્ટ્રેલિયા સામે 3 વન-ડે મેચની શ્રેણીમાં ભાગ લેશે. આ શ્રેણી 19 થી 25 ઓક્ટોબર દરમિયાન રમાશે. આ પ્રવાસમાં 5 T20 મેચ પણ રમાશે, પરંતુ વિરાટ કોહલી T20 મેચનો ભાગ રહેશે નહીં. વિરાટે T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પહેલા, તેણે 29 જૂન 2024ના રોજ ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું.

Aug 9, 2025 - 07:31
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow