ખેડૂતોએ માંડવી જીઈબીને રજૂઆત કરી:તરસાડા કાકરાપાર ડાબા કાંઠા નહેર વિસ્તારમાં 3.5 કિ.મી.ની વીજલાઈનના વીજતારો ચોરાયા

માંડવી તાલુકાના તરસાડા (બાર) વિસ્તારના 100 જેટલા કનેક્શન ધરાવતા કાકરાપાર ડાબા કાંઠા નહેર વિસ્તારમાંથી વીજતારોની ચોરી થઈ જતાં ખેડૂતો ડાંગરની રોપણીમાં અટવાયા હતા અને ઝડપથી નવી વીજ લાઈન નાખવામાં આવે એવી ખેડૂતોએ માંડવી જીઈબીને રજૂઆત કરી હતી. સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કાકરાપાર ડાબા કાંઠા નહેરના તરસાડા વિસ્તારમાં 100 જેટલા ખેડૂતો વીજ કનેક્શન ધરાવે છે. આ તરસાડા કારાપાર ડાબા કાંઠા નહેર વિસ્તારમાં વીજ લાઈનમાં કુલ 32 પોલ નાખવામાં આવેલ છે તથા 50 જેટલી ટીસી ઊભી કરવામાં આવેલ છે આ 3.5 કિલોમીટરની વીજ લાઈનના તમામ વીજતારો કોઈ અજાણ્યા ઈસમોએ કાપી નાખી ચોરી ગયા છે. જેના લીધે 100 જેટલા કનેક્શન ધરાવતા ખેડૂતો હાલમાં ડાંગરની રોપણીમાં જાણે નવી આફતનો સામનો કરી રહ્યા છે ત્યારે તરસાડા વિસ્તારના ખેડૂત રાજેન્દ્રસિંહ મદનસિંહ મહિડા સહિતના અનેક યુવા ખેડૂત આગેવાનોએ વીજ લાઈનની કામગીરી ઝડપથી નાખવામાં આવે અને વીજ પુરવઠો ફરી પાછો ચાલુ કરવામાં આવે એવી માંગ સાથે ડીજીવીસીએલને રજૂઆત કરી હતી.

Aug 2, 2025 - 06:27
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow