'વાહ...મજા આવી ગઈ!':'હાઉસફુલ 5'ના ગીતમાં અભિષેક બચ્ચને નોરા ફતેહીનું 'હાય ગરમી'નું હૂક સ્ટેપ કોપી કર્યું, પિતા અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા
નોરા ફતેહીના ગીત 'હાય ગરમી'નું હૂક સ્ટેપ ખૂબ જ વાઇરલ છે. ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર 3D'ના આ ગીત પર લાખો રીલ્સ બની હશે. એવામાં અભિષેક બચ્ચને પણ 'હાઉસફુલ 5'ના 'લાલ પરી' ગીતમાં આ જ હૂક સ્ટેપને કોપી કર્યું. નિર્માતાઓએ તાજેતરમાં 'લાલ પરી' ગીતનો એક ફની BTS(બિહાઇન્ડ ધ સીન્સ) વીડિયો રિલીઝ કર્યો છે. આમાં જ્યારે અભિષેકે ફ્લોર પર સૂઈને નોરા ફતેહીની સ્ટાઈલમાં 'હાય ગર્મી' હૂક સ્ટેપ કર્યું, ત્યારે તેના પિતા અમિતાભ બચ્ચન પણ હસી પડ્યા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી. અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર દીકરા અભિષેકના હૂક સ્ટેપ પર રિએક્શન આપી 'લાલ પરી' ગીતનો BTS વીડિયો પણ શેર કર્યો. આ ગીતના શૂટિંગ દરમિયાન આખી ટીમે ખૂબ મજા કરી અને ખૂબ હસ્યા, જેની એક ઝલક વીડિયોમાં પણ જોવા મળે છે. અભિષેકનો વીડિયો સોશિયલ મીડિયા પર આવતાંની સાથે જ ચાહકોથી લઈને તેમના પિતા અમિતાભ બચ્ચન સુધી બધાએ તેના પર રિએક્શન આપ્યું. 'બિગ બી'એ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો અને લખ્યું, 'T 5402... હાહાહા... એકદમ મસ્ત, મસ્ત, મસ્ત છે.' 'દીકરાને સેટલ કરવાનાં ચક્કરમાં...' અમિતાભની આ પોસ્ટ જોઈને યુઝર્સ તરત જ એક્શનમાં આવી ગયા અને ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું. એકે લખ્યું, 'તમે ગમે એટલું પ્રમોટ કરો, ફિલ્મ ફ્લોપ થશે.' એક યુઝરે કોમેન્ટ કરી, 'જયા બચ્ચનજી આ બધું જોઈને ખૂબ ગુસ્સે થયાં હશે, તે 'હેપ્પી ન્યૂ યર' ફિલ્મમાં અભિષેક બચ્ચનને જોયા પછી થપ્પડ મારવાની વાત કરી રહ્યાં હતાં.' બીજા યુઝરે કોમેન્ટ કરી, 'વૃદ્ધાવસ્થામાં તે પોતાના દીકરાને સેટલ કરવાનાં ચક્કરમાં કંઈપણ ટ્વીટ કરી રહ્યા છે,' જોકે ઘણા યુઝર્સને આ વીડિયો ખૂબ જ ગમ્યો અને કોમેન્ટ્સ કરી વખાણ પણ કર્યાં. બે વર્ઝનમાં રિલીઝ થશે 'હાઉસફુલ 5' 6 જૂને (આજે) ફિલ્મ 'હાઉસફુલ 5' સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, જેક્લિન ફર્નાન્ડિઝ, રિતેશ દેશમુખ, અભિષેક બચ્ચન, ફરદીન ખાન, સોનમ બાજવા, નરગિસ ફખરી, નાના પાટેકર, જેકી શ્રોફ અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર, સાજિદ નડિયાદવાલાએ 'હાઉસફુલ 5'નાં બે અલગ અલગ વર્ઝન સેન્સર બોર્ડને સબ્મિટ કર્યા હતા. રિપોર્ટમાં જણાવાયું છે કે 'હાઉસફુલ 5' એક પ્રકારની અનોખી કોમિક થ્રિલર છે અને આ ફિલ્મનું રહસ્ય જાળવી રાખવા માટે નિર્માતાઓએ ફિલ્મનાં બે અલગ અલગ વર્ઝન સેન્સર બોર્ડને સબ્મિટ કર્યાં છે." આનું કારણ એ છે કે નિર્માતાઓ આ ફિલ્મ સાથે કંઈક નવું અને ખાસ કરવા જઈ રહ્યા છે. બંને વર્ઝનના કલાઈમેક્સ અલગ-અલગ હશે એટલા માટે થિયેટરમાં દર્શકોને કોમેડીનો ડબલ ડોઝ જોવા મળશે. 'હાઉસફુલ'નાં 15 વર્ષ બાદ 'હાઉસફુલ 5' આવશે અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર 'હાઉસફુલ 5'નું ટીઝર શેર કર્યું હતું. પોસ્ટ શેર કરતાં એક્ટરે કેપ્શનમાં લખ્યું, 'આજથી 15 વર્ષ પહેલાં પાગલપન શરૂ થયું હતું. ભારતની સૌથી મોટી ફ્રેન્ચાઇઝી પાંચમા ભાગ સાથે પાછી આવી છે. આ વખતે એ ફક્ત કોમેડી નથી... પણ એક કિલર કોમેડી છે. હાઉસફુલ અક્ષયની સફળ ફ્રેન્ચાઇઝીમાંથી એક છે પહેલા અને બીજા ભાગનું નિર્દેશન સાજિદ ખાને કર્યું હતું. ત્રીજા ભાગનું નિર્દેશન સાજિદ-ફરહાદે સાથે કર્યું હતું, જ્યારે ચોથો ભાગ ફરહાદ સામજીએ જ ડિરેક્ટ કર્યો હતો, જ્યારે 'હાઉસફુલ 5' તરુણ મનસુખા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.

What's Your Reaction?






