રાજકોટ સમાચાર:મુખ્યમંત્રીની રાજકોટમાં સંભવિત મુલાકાતના આયોજન અંગે કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ

રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગામી 5 જૂનના રાજકોટમાં સંભવિત મુલાકાતના આયોજન અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં બાવળિયાએ કાર્યક્રમના આયોજન સંબંધી વિગતો મેળવતા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થનારા વિવિધ વિકાસ કામોનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચે, તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ અંતગર્ત મુખ્યમંત્રીના હસ્તે જેટકો- પાણીપુરવઠા-મહાનગરપાલિકા-સ્પોર્ટસ વગેરે વિભાગોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જેના સુચારુ આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, આમંત્રણ પત્રિકા, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ તથા અન્ય આનુષાંગિક કામો અંગે ઝીણવટભરી વિગતોની ચર્ચા કરી તૈયારીઓ સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદા હેઠળ આવતા લાભાર્થીઓને સત્વરે ઈ-કેવાયસી કરાવવા સૂચના રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-2013 (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીઓએ સત્વરે ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. પ્રઘાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા-કાયદો-2013 (N.F.S.A) હેઠળ સમાવિષ્ટ રાજયના તમામ લાભાર્થીને વિના-મૂલ્યે મળતા અનાજનો લાભ આપવા માટે રાજય સરકાર કટીબધ્ધ છે. આ માટે અને લાભાર્થીઓને સાચી ઓળખ પ્રસ્થાપિત કરવા માટે અને તેમને નિયત કરેલ ઘારા-ઘોરણ પ્રમાણે લાભ મળે તે માટે E-KYC શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 83 ટકાથી વધુ લાભાર્થીઓએ પોતાનું E-KYC પૂર્ણ કર્યું છે. ત્યારે હજુપણ જે લાભાર્થીઓનું E-KYC બાકી હોય તો ત્વરીત E-KYC કરાવી લેવાની અને નજીકની વ્યાજબી ભાવની દુકાનો ખાતેથી તેમના લાભનું અનાજ મેળવી લેવાની સૂચના જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવી છે. જૂન મહિનાના ખાંડ અને મીઠાના વિતરણની મર્યાદા 5 જુન સુધી વધારાઈ રાજકોટ જિલ્લાના રેશનકાર્ડ ધારકો માટે જૂન મહિનાના ખાંડ તથા મીઠાના વિતરણની મર્યાદા તા. 5 જૂન સુધી વધારવામાં આવી છે. ભારત સરકાર દ્વારા "રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) હેઠળ સમાવિષ્ટ તમામ રેશનકાર્ડ ધારકોને "પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના" અંતર્ગત મે-2025 માસમાં મે અને જુન- 2025 માસનો ઘઉં-ચોખાનો જથ્થો તથા રાજયસરકાર તરફથી વિતરણ કરવામાં આવતા મે માસના ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ મે માસમાં કરવામાં આવ્યું છે. જુન મહિનાનું વિતરણ તા. 31/05/25 સુધીમાં કરવાનું હતું. જેની સમય મર્યાદા 5/6/2025 સુધી વધારવામાં આવી છે. જેની સંબંધિતોને નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow