એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં 30 વર્ષ બાદ મિલન:1992-95ની બેચના વિદ્યાર્થીઓનું રિયુનિયન, રાજ્યભરમાંથી પરિવાર સાથે પહોંચ્યા પૂર્વ વિદ્યાર્થીઓ

સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં એક યાદગાર રિયુનિયન યોજાયું. 1992થી 1995ની બેચના વિદ્યાર્થીઓએ 30 વર્ષ બાદ એકબીજાને મળવાનો અવસર મેળવ્યો. આ સંમેલનમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાતમાંથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા. કોલેજ કાળના મધુર સંસ્મરણોને તાજા કરતા સૌ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી. રિયુનિયનનો મુખ્ય ઉદ્દેશ કોલેજકાળના સહાધ્યાયીઓનું મજબૂત સંગઠન બનાવવાનો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી કેટલાક હાલમાં સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. અન્ય કેટલાક સફળ વ્યવસાયિક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યા છે.

Jun 2, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow