વિશ્વ સાયકલ દિવસે મોડાસામાં સાયકલોથોન:સાંઈ મંદિરથી નીકળેલી રેલીમાં કલેકટર-પાલિકા પ્રમુખ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

મોડાસા શહેરમાં વિશ્વ સાયકલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સાંઈ બાબા મંદિર ખાતેથી જિલ્લા કલેકટરે સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમ વિશ્વ સાયકલ દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના પ્લાસ્ટિક ફ્રી ભારતના અભિયાનને આગળ ધપાવવા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ આ સાયકલોથોનનું આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં 1.20 માઇક્રોનથી નીચેની ગુણવત્તા વાળા પ્લાસ્ટિકનો ત્યાગ કરી પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો. મોડાસા શહેરના અનેક વર્ષોથી સાયકલિંગ કરતા તબીબો અને નગરજનોએ સાયકલ ચલાવવાથી થતા આરોગ્ય લાભ વિશે પોતાના અનુભવો શેર કર્યા હતા. આ સાયકલોથોનમાં જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેકટર, મોડાસા નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં નગરજનો પણ આ સાયકલ રેલીમાં જોડાયા હતા.

Jun 3, 2025 - 17:22
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow