ગોધરાના વેજલપુર રોડ પર ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ:150 ઘાસની ગાંસડીઓ સાથે ટ્રક બળીને ખાખ, ડ્રાઈવરનો આબાદ બચાવ
ગોધરાના વેજલપુર રોડ પર ઇસરોડીયા ગામ નજીક એક ટ્રકમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. મુજ્જફર સબ્બીર દાવની ટાટા ટ્રક (નંબર GJ06-YY-5628) કાકણપુરના શિવપુરીથી ઘુસર ગામ તરફ જઈ રહી હતી. ટ્રકમાં 150 ઘાસની ગાંસડીઓ ભરેલી હતી. ઇસરોડીયા ગામ નજીક પહોંચતા ટ્રકના ડ્રાઈવર સાઈડના બોનેટમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. પહેલા ધુમાડો નીકળ્યો અને પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ડ્રાઈવર સમયસર ટ્રકમાંથી બહાર નીકળી ગયો હોવાથી તેનો જીવ બચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ગોધરા ફાયર બ્રિગેડના ઓફિસર પી.એફ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી. જો કે, આગ એટલી ભયાનક હતી કે ટ્રક અને તેમાં ભરેલી તમામ 150 ઘાસની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ છે. આ ઘટના અંગે વેજલપુર પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

What's Your Reaction?






