ફરી મૂછોવાળા લુકમાં દેખાશે સલમાન!:એક્ટરનો આર્મી લુક વાઈરલ, આગામી ફિલ્મ ભારત-ચીન વચ્ચેના ગલવાન સંઘર્ષ પર આધારિત

એક્ટર સલમાન ખાને ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેનું કારણ તેમનો નવો લુક છે. મોટી મૂછો અને આર્મી સ્ટાઇલના લુકમાં એક્ટરનો લુક જોઈ ફેન્સ પાગલ થઈ ગયા. સલમાનની આ તસવીર ઇન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે- આ લુક તેમની આગામી ફિલ્મ માટે છે, જે 2020ના ગલવાન વેલીના સંઘર્ષ પર આધારિત હશે. આ ફોટામાં સલમાન એક દેશભક્ત સૈનિકના અવતારમાં જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, તે આ ફિલ્મમાં કર્નલ બી. સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યો છે. કર્નલ બાબુ એ બહાદુર અધિકારી હતા જેમણે ગલવાનમાં 16 બિહાર રેજિમેન્ટનું નેતૃત્વ કર્યું હતું. આ પહેલી વાર હશે જ્યારે સલમાન રિયલ લાઈફ હીરોની ભૂમિકા ભજવી રહ્યો છે. ફેન્સે સલમાનના નવા લુકની પ્રશંસા કરી સલમાનનો આ ફોટો બહાર આવતાની સાથે જ ફેન્સ તરફથી કોમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો. એકે લખ્યું, 'લુક થોડો આકાર લઈ રહ્યો છે', બીજાએ કહ્યું, 'ભાઈનો લુક જોઈને મને સુલતાન યાદ આવી ગયું.' તો અન્ય યુઝરે લખ્યું, 'ભાઈજાન આર્મી લુકમાં અદ્ભુત લાગે છે, ફિલ્મ ગલવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.' મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન આ ભૂમિકા માટે સખત તાલીમ લઈ રહ્યો છે અને ખાસ ડાયટ પણ ફોલો કરી રહ્યો છે. અગાઉ, તેણે 'હીરોઝ' અને 'જય હો'માં સૈનિકની ભૂમિકા ભજવી હતી, પરંતુ આ તેની પહેલી આર્મી રોલ ભૂમિકા હશે. ફિલ્મનું શૂટિંગ જુલાઈ 2025થી શરૂ થશે આ ફિલ્મ 'ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3' પુસ્તક પર આધારિત છે અને તેનું શૂટિંગ જુલાઈ 2025થી શરૂ થવાની ધારણા છે. શૂટિંગ લદ્દાખ, લેહ અને મુંબઈમાં થશે. બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ, 'શૂટઆઉટ એટ લોખંડવાલા' ફેમ ડિરેક્ટર અપૂર્વ લાખિયા આ પ્રોજેક્ટનું નિર્દેશન કરી શકે છે. 'સિકંદર' પછી આ સલમાનની આગામી ફિલ્મ હોવાનું માનવામાં આવે છે.

Jun 5, 2025 - 03:48
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow