ડ્રગ્સના નશામાં ધૂત યુવકનું મુસાફોરો સાથે અભદ્ર વર્તન, વીડિયો વાઈરલ:હું રોયલ કાઠિયાવાડી છું કહીં રૂ. 5000ના ડ્રગ્સનું પેકેટ પેસેન્જરને બતાવ્યું, મહિલાઓ સામે અપશબ્દો બોલી બસ માથે લીધી

સુરતની સિટી બસમાં શરમજનક ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો બેઠા હોવા છતાં અપશબ્દોનો બોલીને આખી બસ માથે લીધી હતી. આ ઉપરાંત યુવક તેના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢી અન્ય મુસાફરોને બતાવતો પણ જોવા મળે છે અને અન્ય પેસેન્જરને હથિયાર બતાવીને ડરાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. આ મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેને પોલીસ કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. હું રોયલ કાઢિયાવાડી છું કહીને પર્સમાંથી રૂપિયા 5000 ના ડ્રગ્સનું પેકેટ કાઢ્યું સુરત સિટી બસનો વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક ડ્રગ્સના નશામાં ધૂત થઈને બસમાં ગાળો બોલી રહ્યો છે. બસમાં આસપાસ મહિલાઓ બેસી હોવા છતાં આ યુવક ગાળો બોલીને અન્ય મુસાફરને કહી રહ્યો છે કે આ સુરત છે, અહીંથી નીકળ. તારી ઓકાત નથી. આ દરમિયાન કહે છે આ જો દોઢ લાખ રૂપિયાનો ફોન છે અને હું રોયલ કાઢિયાવાડી છું કહીને પર્સમાંથી રૂપિયા 5000 ના ડ્રગ્સનું પેકેટ કાઢીને અન્ય પેસેન્જરને બતાવી રહ્યો છે. જોકે, સિટી બસમાં યુવક જ્યાં બેઠો હતો ત્યાં ડ્રગ્સ લેવા માટે જે સિરીંજ (ઇન્જેક્શન)નો ઉપયોગ થાય છે તે પણ મળી આવી હતી. આ ઉપરાંત યુવકના હાથમાં નશાકારક સીરપની બોટલ પણ જોવા મળી રહી છે. આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી છે: સોમનાથ મરાઠે વાઇરલ વીડિયો મામલે સુરત મહાનગરપાલિકાની પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, આ વીડિયો અમારી પાસે આવ્યો છે જેમાં યુવક નશાની હાલતમાં છે અને અન્ય પેસેન્જર્સને ડ્રગ્સ પણ બતાવી રહ્યો છે. જે ખરેખર ખુબ જ ગંભીર બાબત છે. આ યુવકની તપાસ કરાવી રહ્યા છીએ. આવા મુસાફરો અન્ય પેસેન્જરો માટે જોખમી પુરવાર થઈ શકે છે. અમે તાત્કાલિક અસરથી જે રૂટ ઉપર આ બસ દોડી રહી છે તેની તપાસ કરાવી રહ્યા છીએ અને કંડેક્ટરોને પણ અમે સૂચના આપી છે કે કઈ બસમાં આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. આ મુસાફર અન્ય કયા મુસાફર સાથે કઈ બાબતે ઝઘડો કરી રહ્યો છે. આ વીડિયો વાઇરલ થયા બાદ અમે પોલીસ કાર્યવાહી પણ કરીશું.

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow