આણંદ-ગોધરા સેક્શનમાં બ્રિજ રિપેરિંગ:5 જૂને ત્રણ મેમૂ ટ્રેનોની સેવા પ્રભાવિત, આણંદ-ડાકોર રૂટની બે ટ્રેન રદ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે જાહેરાત કરી છે કે આણંદ-ગોધરા રેલવે સેક્શનમાં મહત્વપૂર્ણ ઈજનેરી કાર્ય હાથ ધરવામાં આવશે. ટિમ્બા રોડ અને સેવાલિયા સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 65ના અપ લાઈન પર કામગીરી થશે. બ્રિજ પર 45.7 મીટર લાંબા સ્પાનની રી-ગરડરિંગની કામગીરી માટે 5 જૂન ગુરુવારે બ્લોક લેવામાં આવશે. આ કારણે ત્રણ મેમૂ ટ્રેનોની સેવામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આણંદથી ડાકોર વચ્ચે દોડતી ટ્રેન નંબર 69135 અને ડાકોરથી આણંદ વચ્ચે દોડતી ટ્રેન નંબર 69136 સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. દાહોદથી આણંદ જતી ટ્રેન નંબર 69190 માત્ર ગોધરા સુધી જ દોડશે. ગોધરાથી આણંદ વચ્ચેનું તેનું સંચાલન બંધ રહેશે.

What's Your Reaction?






