હવે ગરીબના બાળકો નહીં બની શકે ડોક્ટર?:મેડિકલના લાખોના ફી વધારા સામે IMAએ સરકારને ઘેરી, 5 ડોક્ટરે મુદ્દો સમજાવ્યો; આરોગ્ય ક્ષેત્રના વેપારીકરણનો આક્ષેપ

ગુજરાતમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર છે. ફી રેગ્યુલેશન કમિટી (FRC) દ્વારા મેડિકલ કોલેજોની ફીમાં આગામી બે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 10થી 12 ટકાનો સરેરાશ વધારો મંજૂર કરવામાં આવ્યો છે.... આ નિર્ણયથી MBBS અને પોસ્ટ-ગ્રેજ્યુએટ મેડિકલ શિક્ષણનો ખર્ચ લાખો રૂપિયા વધી જશે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પર ભારે આર્થિક બોજ પડશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત દ્વારા આ ફી વધારાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. કઈ કોલેજમાં કેટલો વધારો? આ ફી વધારાને કારણે સરકારી ક્વોટા અને ખાસ કરીને મેનેજમેન્ટ ક્વોટાની સીટ પર ભણતરનો ખર્ચ આસમાને પહોંચશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ (નમો મેડિકલ કોલેજ)માં મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ફીમાં ₹2.76 લાખનો વધારો થતાં હવે તે ₹23 લાખથી વધીને ₹25.76 લાખ થઈ ગઈ છે. આ કોલેજમાં કુલ ફી ₹28.85 લાખ સુધી પહોંચી છે, જે રાજ્યની સૌથી મોંઘી મેડિકલ કોલેજોમાંની એક બની છે. NHL મેડિકલ કોલેજમાં પણ મેનેજમેન્ટ ક્વોટામાં ₹2.75 લાખનો વધારો થયો છે. અન્ય મુખ્ય કોલેજોમાં કરમસદ મેડિકલ કોલેજમાં ₹2.39 લાખ, અદાણી મેડિકલ કોલેજમાં ₹2.23 લાખ, સાલ મેડિકલ કોલેજમાં ₹2.11 લાખ અને પારુલ મેડિકલ કોલેજમાં ₹1.40 લાખનો ફી વધારો મેનેજમેન્ટ ક્વોટામાં થયો છે. IMAના ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ ડો. મેહુલ શાહે જણાવ્યું કે, "આવા ખર્ચાથી તબીબી શિક્ષણની ગુણવત્તા બગડશે અને એથિક્સના પ્રશ્નો પણ ઉદ્ભવશે." ડો. ભરત કાકડિયાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, "આ ફી વધારો સામાન્ય માણસ માટે કમરતોડ છે. ખાનગી કોલેજમાં સરકારી ક્વોટામાં MBBSનો ખર્ચ ₹45-50 લાખ થાય છે, જ્યારે મેનેજમેન્ટ ક્વોટામાં તે ₹85 લાખથી ₹1 કરોડને પાર જાય છે." ડો. મુકેશ મહેશ્વરીના મતે, "દોઢથી બે કરોડ રૂપિયામાં એક MD ડોક્ટર તૈયાર થાય તે સામાન્ય કે મધ્યમવર્ગ માટે અશક્ય છે." ડો. અનીલ નાયકે આ વધારાને "ખોટો" ગણાવતા કહ્યું કે, "ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શકશે નહીં. વિદેશમાં MBBS સસ્તું પડે છે. FRC કમિટીમાં IMAના સભ્યો, વાલીઓ, અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને પણ સ્થાન મળવું જોઈએ." ડો. કિરીટ ગઢવીએ પોતાના સમયને યાદ કરતાં જણાવ્યું, મારા સમયમાં MBBSની ફી માત્ર ₹450 હતી. જો કરોડો રૂપિયા ફી વસૂલાશે તો ડોક્ટરો સેવા કેવી રીતે કરશે? વર્તમાન પરિસ્થિતિ અને બેઠકો: ગુજરાતમાં કુલ 42 મેડિકલ કોલેજોમાં MBBSની આશરે 7250 બેઠકો છે, જેમાં આશરે 1400 સરકારી, આશરે 2800 અર્ધ-સરકારી, આશરે 2650 સેલ્ફ-ફાઇનાન્સ અને આશરે 250 ડિમ્ડ કોલેજની બેઠકોનો સમાવેશ થાય છે. આ ફી વધારાથી હજારો વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ કોલેજોના એકેડેમિક ઓડિટ અને શિક્ષકોના પગાર વાઉચરની તપાસની માંગ કરી છે. સરકારે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી. IMAના દબાણ અને તબીબી જગતના વિરોધને પગલે સરકાર ફી વધારાના નિર્ણય પર પુનર્વિચાર કરશે કે પછી તબીબી શિક્ષણના "કોમર્શ્યલાઈઝેશન"ને વેગ મળશે તે જોવું રહ્યું. આ નિર્ણય ચોક્કસપણે રાજ્યના ભાવિ ડોક્ટરો અને આરોગ્ય સેવાઓ પર દૂરગામી અસર કરશે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરીને વીડિયો જુઓ

Jun 5, 2025 - 03:49
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow