પરિણીતા દ્વારા ફરિયાદ:બોટાદની પરિણીતાને પતિએ ત્રાસ આપી માર મારતાં ફરિયાદ
બોટાદની પરણીતાને પતિ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સુત્રો દ્વારા મળતી માહીતી મુજબ હાલ બોટાદના મહંમદનગર-2માં રહેતા ડોલીબેન ઉર્ફે ફાતીમાબેન સાહીલભાઈ કાસમાણી ઉ.વર્ષ 31એ તા.26-11-2017ના રોજ ભાવનગર રહેતા સાહીલભાઈ સાકીરભાઈ કાસમાણી સાથે લગ્ન કર્યા હતા અને તેમના પરીવારમાં પતિ સાહીલભાઈ સાકીરભાઈ કાસમાણી, સાસુ અનીસાબેન સાકીરભાઈ કાસમાણી, સસરા સાકીરભાઈ જીકરભાઈ કાસમાણી અને દીયર અનીશભાઈ સાકીરભાઈ કાસમાણી સંયુકત કુટુંબમાં રહેતા હતા. ડોલીબેનને લગ્ન બાદ પાંચ વર્ષ સુધી સારી રીતે રાખેલ. ત્યારબાદ ડોલીબેનના પતિને કોઇ અન્ય સ્ત્રી સાથે આડા સબંધ હોય જેથી તેમના પતિ નાની નાની વાતમાં અવારનવાર ડોલીબેન સાથે ઝઘડાઓ કરી કહેતા હતા કે, તું મને ગમતી નથી, તને તલાક આપી દેવા છે, તેમ કહી ઝઘડાઓ કરી ડોલીબેનને ભુંડા બોલી ગાળો આપી માર મારીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ બનાવ અંગે ડોલીબેને તેમના પતિ સાહીલભાઈ સાકીરભાઈ કાસમાણી વિરૂધ્ધ બોટાદ મહીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

What's Your Reaction?






