અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ:ધારી-ખાંભા પંથકમાં વરસાદથી નદીઓમાં પાણી વહ્યા, ખેતરો પાણીથી તરબોળ થયાં

અમરેલી જિલ્લામાં બે દિવસની અસહ્ય ગરમી અને બફારા બાદ આજે ધોધમાર વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ધારી અને ખાંભા પંથકના ગીર જંગલના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે. ધારી વિસ્તારમાં દલખાણીયા, ગીગાસણ, બોરડી, જીરા અને ડાભાળી સહિતના ગામડાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. જેથી ખેતરો પાણીથી તરબોળ થયા છે. ભીમ અગિયારસના દિવસે વરસાદે શુકન કર્યા છે. ખાંભા તાલુકામાં તાલડા, ખડાધાર, બોરાળા, ચકરાવાપરા, નાના વિસાવદર અને મોટા સમઢીયાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે. વડીયા શહેર તેમજ તોરી રામપુર, હનુમાન ખીજડિયા અને ખાન ખીજડિયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ નોંધાયો છે. જોકે, બીજી તરફ જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ ન પડવાના કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન થયા છે.

Jun 6, 2025 - 20:19
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow