'મને તો SP પર પ્રેમ છે':ગંભીર આક્ષેપોના બીજા દિવસે સંઘાણીના જવાબે ચોંકાવ્યા; પૂર્વ સાંસદ કાછડિયાએ કહ્યું, 'રેતી અને દારૂની આખી એજન્સી જ પોલીસની'

લિલિયામાં ગુરુવારે જિલ્લા પંચાયત સદસ્ય‎ સહિતના ભાજપના આગેવાનોનો આક્ષેપ છે કે એસપીને રેતી‎ અને દારૂના દૂષણ અંગે રજૂઆત કરવા ગયા‎ ત્યારે અમરેલી એસપી સંજત ખરાતે તમારું ભાજપ કાર્યાલય કઇ રીતે ચાલે છે‎ અને એના ખર્ચાપાણી અંગે કોમેન્ટ કરી હતી. પોલીસે ભાજપના આગેવાનોને રેતીના કેસમાં ‎સંડોવવા પ્રયાસ કરાતાં ઇફ્કોના ચેરમેન‎ દિલીપ સંઘાણીએ ગઈકાલે તીખી પ્રતિક્રિયા‎ આપી હતી, જોકે બીજા દિવસે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં સંઘાણીએ 'હવે મારે કંઈ નથી કહેવું...મને તો એસપી પર પ્રેમ છે..' એવો જવાબ આપતાં આ મુદ્દો હવે વધારે ચર્ચાનો વિષય બની ગયો છે.. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો.. ‎પોલીસવડામાં વધુપડતી હિંમત આવી છે: સંઘાણી ગઈકાલે અમરેલી SP પર અંભીર આક્ષેપો કરનાર દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતું કે ભાજપના બે‎ આંતરિક જૂથના સભ્ય બની પોલીસવડા ‎વિપક્ષનો રોલ ભજવી અસલ ભાજપના‎ કાર્યકરોને દબાવવા માટે સોપારી લીધી હોય ‎એવું લાગી રહ્યું છે. ભાજપનું કાર્યાલય કઇ રીતે ‎‎ચલાવો છો એની ઇન્કવાયરી તાલુકા ભાજપ‎‎પ્રમુખ પાસે કરવી એ મને લાગે છે કે ‎‎પોલીસવડામાં વધુપડતી હિંમત આવી છે.‎ આ બધાં દૂષણો અંગે ‎‎વિપુલ દૂધાતની વાત સાચી છે. મમતાના ‎રાજમા ભાજપ કાર્યાલયની તપાસ થાય એ‎ સમજી શકાય, પરંતુ ગુજરાતમાં અસામાજિક ‎‎પ્રવૃત્તિ અટકાવવાની ફરજ બજાવવાના બદલે ‎‎એસપી આવી વાત કરે એ કઇ રીતે ચાલે. હું‎ જયારે અમરેલી જઈશ ત્યારે જૂના જનસંઘના ‎‎કાર્યકરો અને નવા કાર્યકરોને એકઠા કરીશ. ‎ચૂંટાયેલા પ્રતિનિધિઓને એમાં જોડાવું હોય તો ‎જોડાય અને ન જોડાવું હોય તો ન જોડાય, પણ‎ અમરેલી એસપીનો ઘેરાવ કરીશું અને આ‎સમગ્ર પ્રકરણ અંગે તપાસ કરી સરકારમા ‎રજૂઆત કરીશું. ‎વિપુલ દૂધાતનાં માતા ક્રાંકચના સરપંચ છે, જ્યાં મધરાતે 25-30 પોલીસકર્મચારીના ‎ધાડા ઉતારી ગામના વિકાસ માટે પડેલા રેતીના ઢગલા વિપુલ દૂધાતના હોવાનુ જણાવવા લોકો પર દબાણ કરી જૂના ‎કાર્યકરોને દબાવાઈ રહ્યા છે.‎ મને SP પર પ્રેમ છે: દિલીપ સંઘાણી જોકે જ્યારે આજે આ મુદ્દે દિવ્ય ભાસ્કરે દિલીપ સંઘાણી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલની વાત ત્યારે જ પતી ગઈ, મારે જે કહેવું હતું એ મેં કહી દીધુ છે. મને એસપી પર પ્રેમ છે. પૂર્વ સાંસદ કાછડિયાએ પણ SP પર રેતી અને દારૂની આખી એજન્સી જ પોલીસ ચલાવે છે, એવા આપેક્ષો કરતાં મામલો ખૂબ જ ચર્ચામાં છે...તો આવો જાણીએ પૂર્વ સાંસદનું શું કહેવું છે? રેતી અને દારૂનો ધંધો પોલીસની એજન્સીઓ ચલાવે છે: કાછડિયા દિલીપ સંઘાણી બાદ પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પણ અમરેલી એસપી પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે પેલા તો ભારતીય જનતા પાર્ટી ચલાવવા માટે એસપીએ એવું કહ્યું હતું કે તમે ક્યાંથી ફંડ લાવો એની મારે તપાસ કરવી પડશે. હું ખુલ્લેઆમ SPને કહું છું કે પાર્ટી કાર્યાલય ચલાવવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર જાતે ચલાવે છે. તમારી જેમ દારૂ- રેતીના હપતા લઈ આરામ કરીને નહિ. રેતી અને દારૂનો ધંધો પોલીસની એજન્સીઓ ચલાવે છે. તમે બૂટલેગર પાસેથી દારૂના હપતા લો છો. અને દારૂ પીનારને પણ પકડી તેની પાસેથી પૈસા લો છો. મેં પણ આઇજી અને એસપીને રેતીના ફોટા મોકલ્યા છે, શેત્રુંજીના પુલ પાસે ડમ્પર ભરાય છે. મેં એસપીને ઓછામાં ઓછા 3 વાર ફોનથી માહિતી આપી છે છતાં આજે બંધ થયા નથી તો કોણ આ ડમ્પર ચલાવે છે. પોલીસ લોકભાગીદારીથી બધું કરે છે તેના જ એજન્ટ છે. અમારો સંઘાણીને પૂરેપૂરો ટેકો છે: કાછડિયા પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એસપી પર કરેલા આક્ષેપો બાદ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું, દિલીપ સંઘાણીએ જે કંઈપણ કહ્યું એ બધું સાચું જ છે. અહીં બેફામ રેતીચોરી અને દારૂનો ધંધો થાય છે. આ મુદ્દે અગાઉ પણ અમે સીએમને રજૂઆત કરી છે. અમારો સંઘાણીને પૂરેપૂરો ટેકો છે. ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકર્તાના લોહીથી ચાલે છે, કોઈની મહેરબાનીથી નહીં. અમે અમરેલીમાં ચાલતા રેતી અને દારૂના મુદ્દે કડક કાર્યવાહી કરવા સીએમને ફરી રજૂઆત કરીશું. ભાજપ આગેવાને રેતીનું ટ્રેક્ટર છોડાવવા ‎ભલામણ કરી હતી- DySP‎ અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઇએ જણાવ્યું હતું કે રેતી‎ અંગે રજૂઆત કરનાર વિપુલ દૂધાત પોતે થોડા દિવસ પહેલાં રેતી ભરેલું એક ટ્રેક્ટર પોલીસે પકડ્યું ત્યારે એને છોડાવવા ‎ભલામણ કરી હતી.‎ શું છે સમગ્ર મામલો? ગુરુવારે પોલીસવડા લિલિયાની મુલાકાતે હતા ત્યારે જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ દૂધાત ‎સહિત ભાજપ આગેવાનો રેતી, દારૂનાં દૂષણ અંગે રજૂઆત કરવા ગયા હતા. એ સમયે પોલીસવડાએ ભાજપ કાર્યાલય‎ કંઇ રીતે ચાલે છે વગેરે બાબતે કોમેન્ટ કરી ઉદ્ધત જવાબ આપ્યો હોવાના આક્ષેપ કરતાં ભાજપ આગેવાનો પોલીસ મથકની ‎બહાર નીકળી ગયા હતા.‎

Jun 1, 2025 - 02:41
 0

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow